ETV Bharat / entertainment

ફિલ્મ 'જુગ જુગ જિયો'નું મોશન પોસ્ટર રિલીઝ, કરણ જોહરે કહ્યું "પરિવાર કરતાં વધુ મહત્વનું કંઈ નથી" - જુગ જુગ જિયો ડ્રામા ફિલ્મ

કરણ જોહરની ફેમિલી ડ્રામા ફિલ્મ 'જુગ-જુગ જિયો'નું (Motion Poster Release Of Film Jug Jug Jio) મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. ધર્મા પ્રોડક્શનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ મોશન પિક્ચરમાં સુખી પરિવારની ઝલક જોવા મળે છે.

ફિલ્મ 'જુગ જુગ જિયો'નું મોશન પોસ્ટર રિલીઝ, કરણ જોહરે કહ્યું "પરિવાર કરતાં વધુ મહત્વનું કંઈ નથી"

author img

By

Published : May 13, 2022, 7:49 PM IST

હૈદરાબાદઃ પારિવારિક ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહેલા દર્શકો માટે સારા સમાચાર છે. ફિલ્મ નિર્દેશક કરણ જોહરની (Film Director Karan Johar) આગામી પારિવારિક ફિલ્મ 'જુગ જુગ જિયો'નું (Motion Poster Release Of Film Jug Jug Jio) મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. ફેમિલી ડ્રામા અને ઈમોશનથી ભરપૂર આ ફિલ્મ 24 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ 'જુગ જુગ જિયો'માં કિયારા અડવાણી અને વરુણ ધવન લીડ રોલમાં છે.

આ પણ વાંચો: Film Bhool Bhulaiya 2 : કિઆરા અડવાણી અને કાર્તિક આર્યન બન્યા અમદાવાદના મહેમાન

રાજ મહેતા દ્વારા નિર્દેશિત : રાજ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની છે. જ્યારે નીતુ કપૂર અને અનિલ કપૂર આગામી ફિલ્મમાં પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. મનીષ પૉલ અને યુટ્યુબર પ્રાજક્તા કોલી પણ તેમના અભિનયથી ફિલ્મને મજેદાર બનાવતા જોવા મળશે. ફિલ્મ 'જુગ જુગ જિયો'ના મોશન પોસ્ટરમાં અનિલ કપૂર, નીતુ કપૂર, કિયારા અડવાણી અને વરુણ ધવન સફેદ રંગના ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં હસતા પરિવારની ઝલક સ્પષ્ટ જોવા મળે છે.

આ પણ વાંચો: કેટરિના કૈફ ખરેખર પ્રેગ્નન્સ છે? અભિનેત્રીની ટીમે કરી સ્પષ્ટતા

કરણે કહ્યું 'પરિવાર કરતાં વધુ મહત્વનું કંઈ નથી : તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોશન પોસ્ટર શેર કરતા કરણે લખ્યું કે, 'પરિવાર કરતાં વધુ મહત્વનું કંઈ નથી અને હું હંમેશા માનું છું કે આપણે તેની ઉજવણી કરવી જોઈએ. તેણે આગળ કેપ્શનમાં લખ્યું- લાગણી, લાગણી... એકતા! 'જુગ-જુગ જિયો' હેશટેગનો ઉપયોગ કરીને, તેણે લખ્યું #JugJuggJeeyo એ પરિવારની ઉજવણી છે! તમે પણ તેનો ભાગ બનો. 24 જૂને તમારી નજીકના સિનેમાઘરોમાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.