હૈદરાબહાદ: મિશન ઈમ્પોસિબલ ફિલ્મ શરુઆતથી જ થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે 12.3 કરોડની કમાણી કરી હતી. ફિલ્મનો સપ્તાહ પુરો થવા આવ્યો છે. ભારતમાં બોક્સ ઓફિસ પર ફિલ્મે 6ઠ્ઠા દિવસે 68.50 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે. ભારતમાં ટોમ ક્રૂઝની ફિલ્મ ઈમ્પોસિબલ સૌથી વધુ કમાણી કરવા માટેની તૈયારીમાં છે.
બોક્સ ઓફિસ કલેક્શન: ઈન્ટસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, 'MI 7' ફિલ્મે છટ્ઠા દિસવે બોક્સ ઓફિસ પર લગભગ ભારતામાં રુપિયા 5 કરોડની કમાણી કરી છે. બિજા અઠવાડિયે ફિલ્મનું પ્રદર્શન ફાસ્ટ એક્સ દ્વારા નિર્ધારિત રેકોર્ડને વટાવવામાં નિર્માયક રહેશે અને વધુ એક સિદ્ધી મળવશે. જો કે, થોડા દિવસોમાં 'MI 7' ઓપેનહાઈમર અને બાર્બી સાથે સ્પર્ધાનો સામનો કરશે. ક્રિસ્ટોફર નોલાનની ઓપેનહાઈમરે ટિકિટોનું અસાધારણ વેચાણ કર્યું છે. ભારતમાં 2023ની સૌથી અપેક્ષિત હોલીવુડ ફિલ્મોમાંની એક બની ગઈ છે.
100 કરોડની નજીક: બોક્સ ઓફિસની હરીફાઈ છતાં મિશન ઈમ્પોસિબલ 7 એ 100 કરોડના આંકડાને પાર કરવા માટે આગળ વધી રહી છે. આ ફિલ્મને દર્શકો ખૂબજ પસંદ કરી રહ્યાં છે. ક્રૂઝની ફિલ્મની વૈશ્વિક સફળતા પણ નોંધનિય છે. કારણ કે, મિશન ઈમ્પોસિબલ ડેડ રેકનિંગ પાર્ટ વન એ વિશ્વભરમાં આશરે 230 થઈ 235 મિલિયન ડોલરની કમાણી કરી છે. તેના ભવ્ય બજેટને ધ્યાનમાં લેતા નફાકારકતા હાંસલ કરવા માટે મિશન ઈમ્પોસિબલ 7 માટે કલેક્શનનો આંકડો જાળવી રાખવુ પડશે. ટૂમ ક્રૂઝની ફિલ્મને ભારતમાં દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે.