હૈદરાબાદ: મીરા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટેટ્સ શેર કર્યુ છે. આ સ્ટેટ્સમાં તેમણે 2 ગુજારતી થાળીની તસવીર શેર કરી છે, જેમાં સ્વાદિષ્ટ વાનગી પીરસવામાં આવી છે. આ થાળીમાં ગુજરાતી વાનગી જોવા મળ છે. એટલું જ નહિ પરંતુ મીરાએ કહ્યું છે કે, ''આઈ એમ ટેલિંગ યું, આઈ વઝ ગુજ્જુ ઈન માય લાસ્ટ લાઈફ.'' મીરા ગુજરીતી વાનગીને ખુબજ પસંદ કરે છે. તેમને જે કંઈપણ સ્વાદિષ્ટ વસ્તુ મળે તેની તસવીર સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતી રહે છે. આ વખતે પિરસવામાં આવેલી ગુજરાતી થાળીમાં સ્વાદિષ્ટ વાનગીની અદભૂત ઝલક શેર કરી છે.
તસવીર કરી શેર: મીરાએ તેમના ઈન્સ્ટાગ્રમા એકાઉન્ટ પર તેમના સ્ટેટ્સમાં બે ગુજરાતી થાળી શેર કરી છે. જેમાં ગુજરાતની સ્વાદિષ્ટ વાનગીની ઝલક જોવા મળે છે. જેમાં પહેલી તસવીરમાં ઢોકડા, કડી પનીરનું શાક સાથે કેરીનો રસ વગેરે પીરસવામાં આવ્યું છે. જ્યારે બીજી તસવીરમાં કડી, પુરી, બટેકાનું શાક, વગેરે પીરસવામાં આવ્યું છે.
ફેમસ ગુજરાતી થાળી: ગુજરાતની સ્વદિષ્ટ વાનગીને લઈ ઘણી વખત સમાચાર સામે આવતા હોય છે. અભિનેત્રી અને અભિનેતા ઘણી વખત ગુજરતાના પ્રવાસે જાય છે. ત્યારે ગુજરતાની વાનગી ખાવાનો આનંદ ચોક્કસ લેતા હોય છે. તારીખ 15 મેના રોજ રકુલ પ્રિત સિંહે અમદાવાદમાં એક રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળીનો આનંદ માણ્યો હતો. જેની તસવીર તેમણે શેર કરી હતી.
મીરાનો પરિવાર: મીરાના લગ્ન શાહિદ કપૂર સાથે થયા છે. આ સુંદર કપલના બે બાળક છે. એકનું નામ મિશા કપૂર અને ઝૈન કપૂર. મીરાનો જન્મ વર્ષ 1994માં દિલ્હીમાં થયો હતો. શાહિદ અને મીરા બન્ને શોસિયલ મીડિયા પર એક્ટિવ છે. મીરા એ સોશિય મીડિયા પર ખાસ જોવા મળતી એક મોડેલ છે. તે પોતાની શાનદાર ડ્રેસમા પોતાની અદભૂત ઝલક શેર કરતી રહે છે. શાહિદ અને મીરા બોલિવુડમાં સુંદર કપલમાંથી એક છે.