ETV Bharat / entertainment

પિતા બાદ મનોજ બાજપેયીની માતાનું અવસાન, તેઓ લાંબા સમયથી હતા બીમાર - એક્ટરની માતાનું થયુંં નિધન

અભિનેતા મનોજ બાજપેયીની માતા ગીતા દેવી (manoj bajpayee mother geeta devi)નું દિલ્હીની હોસ્પિટલમાં નિધન થયું (Manoj Bajpayees mother passes away) છે. મનોજની માતા ઘણા સમયથી બીમાર હતા. મની ઉંમર 80 વર્ષની હતી. અગાઉ અભિનેતાએ તેમના પિતા રાધાકાંત બાજપાઈને ગુમાવ્યા હતા.

પિતા બાદ મનોજ બાજપેયીની માતાનું અવસાન, તેઓ લાંબા સમયથી બીમાર હતા

author img

By

Published : Dec 8, 2022, 5:19 PM IST

દિલ્હીઃ બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયીના ફેન્સ માટે એક દુઃખદ સમાચાર આવ્યા છે. હકીકતમાં અભિનેતાની માતા ગીતા દેવીનું તારીખ 8 ડિસેમ્બરે સવારે 8.30 કલાકે દિલ્હીની એક હોસ્પિટલમાં નિધન થયું (Manoj Bajpayees mother passes away) હતું. મનોજ બાજપેયીની માતા ગીતા દેવી (manoj bajpayee mother geeta devi) લાંબા સમયથી બીમાર હતા. તેમની ઉંમર 80 વર્ષની હતી. અગાઉ અભિનેતાએ તેમના પિતા રાધાકાંત બાજપાઈને ગુમાવ્યા હતા. મનોજના પિતાનું ઓક્ટોબર 2021માં 83 વર્ષની વયે અવસાન થયું હતું.

હોસ્પિટલમાં દાખલ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર મનોજ બાજપાઈની માતા છેલ્લા કેટલાક સમયથી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ હતી. જ્યાં તેમની સતત સારવાર ચાલી રહી હતી. છેલ્લા એક સપ્તાહથી ગીતા દેવી દિલ્હીના પુષ્પાંજલિ મેડિકલ સેન્ટર અને મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. શૂટિંગમાંથી સમય કાઢીને મનોજ પણ તેમની માતાની સ્થિતિ જાણવા માટે દિલ્હી ગયા હતા.

મનોજ સાવ એકલા પડી ગયા: તારીખ 3 ઓક્ટોબર 2021ના રોજ મનોજ બાજપેયીના પિતા રાધાકાંતનું બીમારીના કારણે 83 વર્ષની વયે અવસાન થયું હતું. માતાપિતા ગયા ત્યારથી મનોજ સાવ એકલા પડી ગયા છે. દુખની આ ઘડીમાં અભિનેતાના સેલેબ્સ મિત્રો અને સંબંધીઓ તેમની હિંમતને બાંયધરી આપી રહ્યા છે.

ફિલ્મ 'બંદા'નો ફર્સ્ટ લુક રિલીઝ: તારીખ 7 ડિસેમ્બરે અભિનેતાએ તેમની આગામી ફિલ્મ 'બંદા'નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો હતો. આ ફિલ્મમાં તે એક વકીલની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. જે હંમેશા સત્ય માટે લડે છે. મનોજ બાજપેયીએ આ પ્રકારનું પાત્ર પહેલીવાર લીધું છે.

મનોજ બાજપેયી બિહારના છે: મનોજનો જન્મ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેલવામાં થયો હતો. મનોજને એક્ટિંગનું ઝનૂન હતું. જેના માટે તેમણે દિલ્હીની NSD એક્ટિંગ સ્કૂલમાંથી એક્ટિંગના ગુણો શીખ્યા. આ પછી તેઓ પોતાનું સપનું પૂરું કરવા મુંબઈ તરફ વળ્યા હતા. આજે મનોજ બાજપેયી બોલિવૂડમાં જાણીતું નામ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.