નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે નવરાત્રીના અવસરે તેમના દ્વારા લિખિત એક ગરબો શેર કર્યો છે. આ પાવન અવસરે લોકોને શુભકામના પાઠવતા પ્રધાનમંત્રી મોદીએ લોકોની સુખ-સમૃદ્ધીની કામના કરી છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર ગરબાનાં વીડિયોની એક યુટ્યૂબ લિંક શેર કરતા લખ્યું હતું કે, 'નવરાત્રિના પાવન અવસરે મે ગત વર્ષે લખેલો એક ગરબો શેર કરતા આનંદ અનુભવી રહ્યો છું. ઉત્સવની આ ધૂન તમામને સુખી સંપન્ન કરે. હું આ ગરબાના અવાજ અને સંગીતબદ્ધ કરવા બદલ મીત બ્રધર્સ અને દિવ્યા કુમારને ધન્યવાદ આપું છું.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
પીએમે પાઠવી નવરાત્રીની શુભકામના: ગુજરાતમાં ખાસ કરીને નવરાત્રી ઉત્સવ દરમિયાન ગરબા ગાવામાં આવે છે. લોકોને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રી મોદીએ 'એક્સ' પર લખ્યું કે, 'શક્તિ પ્રદાયિની માં દુર્ગા સૌ કોઈના જીવનમાં સુખ-સમિદ્ધિ, સૌભાગ્ય અને તંદુરસ્ત આરોગ્યને લઈને આવે' જય માતાજી. નવરાત્રિ સમગ્ર દેશમાં શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક મનાવવામાં આવે છે. ત્યાર બાદ દશેરાનો તહેવાર આવે છે. આ ગીતને દિવ્યાકુમારે ગાયું છે. જ્યારે મીત બ્રધર્સના મનમીત સિંહ અને હરમીત સિંહે આ ગીતનું મ્યૂઝિક તૈયાર કર્યુ છે. લિરિક્સની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ આ ગીત લખ્યું છે.
-
Thank you @dhvanivinod, Tanishk Bagchi and the team of @Jjust_Music for this lovely rendition of a Garba I had penned years ago! It does bring back many memories. I have not written for many years now but I did manage to write a new Garba over the last few days, which I will… https://t.co/WAALGzAfnc
— Narendra Modi (@narendramodi) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you @dhvanivinod, Tanishk Bagchi and the team of @Jjust_Music for this lovely rendition of a Garba I had penned years ago! It does bring back many memories. I have not written for many years now but I did manage to write a new Garba over the last few days, which I will… https://t.co/WAALGzAfnc
— Narendra Modi (@narendramodi) October 14, 2023Thank you @dhvanivinod, Tanishk Bagchi and the team of @Jjust_Music for this lovely rendition of a Garba I had penned years ago! It does bring back many memories. I have not written for many years now but I did manage to write a new Garba over the last few days, which I will… https://t.co/WAALGzAfnc
— Narendra Modi (@narendramodi) October 14, 2023
પ્રધાનમંત્રી મોદીએ લખ્યો ગરબો: પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે રિલીઝ કરેલો ગરબો કંઈ પહેલી વાર નથી લખ્યો કે તેમણે પોતાની લેખન ક્ષમતા દર્શાવી હોય. પ્રધાનમંત્રી મોદીએ નવરાત્રીના એક દિવસ પહેલાં તનિષ્ક બાગચી અને ઘ્વનિ ભાનુશાળી સાથે પોતાના કોલેબોરેશન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમણે 'ગરબો' લખ્યો છે જેનું ટાઈટલ 'ગરબો' છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ગરબાને કોણે કર્યો સૂર અને સંગીતબદ્ધ: ધ્વનિએ ગત શનિવારે એક્સ પર પીએમ મોદીને ટૅગ કરતા લખ્યું કે, 'પ્રિય નરેન્દ્ર મોદીજી તનિષ્ક બાગચી અને મને આપના દ્વારા લિખિત ગરબો ખુબ પસંદ આવ્યો અને અમે એક ફ્રેસ રાઈમ, કમ્પોઝિશન અને ફ્લેવર સાથે આ ગીત બનાવવા માંગતા હતાં. જેજસ્ટ મ્યૂઝિકે અમને આ ગીત અને વીડિયોને નવું આવરણ આપવામાં ખુબ મદદ કરી છે.
-
As the auspicious Navratri dawns upon us, I am delighted to share a Garba penned by me during the past week. Let the festive rhythms embrace everyone!
— Narendra Modi (@narendramodi) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
I thank @MeetBros, Divya Kumar for giving voice and music to this Garba.https://t.co/WqnlUFJTXm
">As the auspicious Navratri dawns upon us, I am delighted to share a Garba penned by me during the past week. Let the festive rhythms embrace everyone!
— Narendra Modi (@narendramodi) October 15, 2023
I thank @MeetBros, Divya Kumar for giving voice and music to this Garba.https://t.co/WqnlUFJTXmAs the auspicious Navratri dawns upon us, I am delighted to share a Garba penned by me during the past week. Let the festive rhythms embrace everyone!
— Narendra Modi (@narendramodi) October 15, 2023
I thank @MeetBros, Divya Kumar for giving voice and music to this Garba.https://t.co/WqnlUFJTXm
પીએમે માન્યો ટીમનો આભાર: પીએમ મોદીએ ધ્વનિના ટ્વીટને રિટ્વીટ કરતા આભાર વ્યક્ત કર્યો અને લખ્યું કે, 'ગરબાની આ મનમોહક પ્રસ્તુતિ માટે ધ્વનિ, તનિષ્ક બાગચી અને જેજસ્ટ મ્યૂઝિકની ટીમનો આભાર, મે જે ગરબો વર્ષો પહેલા લખ્યો હતો, તે ઘણી યાદોને તાજા કરે છે. મેં કેટલાંય વર્ષોથી લખ્યું નથી, પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોમાં હું એક નવો ગરબા લખવામાં સફળ રહ્યો છું, જેને હું નવરાત્રીમાં જાહેર કરીશ.