ETV Bharat / entertainment

Hiten Kumar birthday: આજે ગુજરાતી સુપરસ્ટાર હિતેન કુમારનો જન્મદિવસ, જાણો રાંમલાની હિટ ફિલ્મો - હિતેન કુમારનો જન્મદિવસ

ગુજરાતના સુપરસ્ટાર હિતેન કુમારનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી આનંદી ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને હિતેન કુમારને જન્મદિવસની શુભકામના પાઠવી છે. આ દરમિયાન તેમણે હિતેન કુમારની સુંદર તસવીર પણ શેર કરી છે. આ દરમિયાન ચાહકો તેમને શુભકામના પાઠવી રહ્યાં છે.

ગુજરાતી સુપરસ્ટાર હિતેન કુમારનો જન્મદિવસ, જાણો હિતેન કુમારની સુપરહિટ ફિલ્મ

author img

By

Published : Jun 30, 2023, 3:22 PM IST

અમદાવાદ: ગુજરાતના સુપરસ્ટાર હિતેન કુમારનો આજે તારીખ 30 જૂનના રોજ જન્મદિવસ છે. આ સાથે જન્મદિવસના એક દિવસ પહેલા એટલે કે, ગઈ કાલે હિતેન કુમારે એક વીડિયો શેર કર્યો હતો. આનંદી ત્રીપાઠીએ પણ શુભકામના પાઠવતી પોસ્ટ શેર કરી છે. આ સાથે તેમના મિત્ર અને ચાહકોએ પણ સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવી છે. આ સાથે તેઓ 'વેલકમ પૂર્ણિમા'ના ફિલ્મને લઈને ખુબજ ચર્ચામાં છે.

અભિનેત્રીએ પાઠવી શુભેચ્છા: આનંદી ત્રીપાઠીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને હિતેન કુમારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ પોસ્ટ સાથે હિતેન કુમારની એક સુંદર તસવીર પણ શેર કરી છે. પોસ્ટ શેર કરીને અભિનેત્રીએ લખ્યું છે કે, 'સુપરસ્ટાર હિતેન કુમારને જન્મદિવસની ખુબ ખુબ શુભકામાનાઓ'. આનંદી ત્રિપાઠી અને હિતેન કુમારની જોડી 'મૈયરમાં મનડું નથી લાગતું' ફિલ્મથી ખુબ જ ફેમસ થઈ હતી.

મિત્રએ શુભેચ્છા પાઠવી: સોશિયલ મીડિયા પર આશુ પટેલ રાઈટરે પોસ્ટ શેર કરીને દોસ્ત હિતેન કુમારને શુભકામના પાઠવી છે. તેમણે આ પોસ્ટમાં લખ્યું છે કે, ''હિતેન કુમાર. ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર. જો કે મારા માટે તો તે સૌથી જૂના દોસ્તો પૈકી એક. હિતેનકુમાર (અમારા માટે તો તે હિતેન જ!)નો આજે જન્મદિવસ છે ત્યારે તેના વિશે ઘણું લખવાની ઇચ્છા હતી. તેના વિશે હું આખું પુસ્તક લખી શકું છું, પણ અત્યારે અનિવાર્ય સંજોગોને કારણે લખી નથી શકતો.

અભિનેતાની સુપરહિટ ફિલ્મ: આશુ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ''જ્યારે ગુજરાતી ફિલ્મો માત્ર ત્રીસથી ચાલીસ લાખ રૂપિયામાં બનતી હતી એ સમયમાં આજથી અઢી દાયકા અગાઉ તેની 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ફિલ્મે બોક્સ ઓફિસ પર 22 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. યાદ રહે એ વખતે ગુજરાતી ફિલ્મને ટિકિટો દસથી પંદર રૂપિયામાં વેચાતી હતી અને દોઢ કરોડથી વધુ લોકોએ એ ફિલ્મ જોઈ હતી.''

હિતેન કુમારની ફિલ્મ: હિતેન કુમારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં 'ઊંચી મડીના મોલ'થી અભિનયની શરુઆત કરી હતી. હિતેન કુમારની ફિલ્મ 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' કોમર્સિયલ ફિલ્મથી કિર્તી ખુબજ મળી હતી. આ ફિલ્મ સુપરહિટ બની હતી. તેમની બીજ સુપરહિટ ફિલ્મ વર્ષ 2001માં મૈયરમાં મનડું નથી લાગતું રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દર્શકોને ખુબજ પસંદ આવી હતી.

અભિનેતાનો વર્કફ્રન્ટ: હિતેન કુમારે વર્ષ 1989માં સોનબા સાથે લગ્ન કર્યા હતા. હિતેન કુમારની અન્ય ફિલ્મની વાત કરીએ તો, 'એકવાર પિયુને મળવા આવજે', 'કોન હલાવે લિમડી ને કોણ ઝુલાવે પીપળી', 'ચુંદડી ઓઢાડો હો રાજ', 'સિમરન', 'હમીર', 'ધુઆંધાર', 'રાડો', 'વશ' અને છેલ્લે તેઓ 'વેલકમ પૂર્ણિમા'માં જોવા મળ્યા હતા. હિતેન કુમાર પોતાના શાનદાર અભિનયના કારણે દર્શકોના દિલ પર રાજ કરે છે.

  1. Box Office Collection: 'ઝરા હટકે જરા બચકે'ને 'સત્યપ્રેમ કી કથા'એ ઢાંકી દીધી, ફિલ્મની કમાણી અડધી થઈ
  2. Bigg Boss Ott 2: ઝૈદ હદીદ આકાંક્ષા પુરીના 30 સેકન્ડ સુધી લિપલોક કર્યો, યુઝર્સ ગુસ્સે
  3. Adipurush: બોક્સ ઓફિસ પર 'સત્યપ્રેમ કી કથા'નો જાદુ, 'આદિપુરુષ'ની કમાણી પર પૂર્ણવિરામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.