લુધિયાણી: લોકપ્રિય ગાયક સુરિન્દર શિન્દા હિટ ગીત 'પુત્ત જટ્ટન દે', 'જટ્ટ દેઓના મોર્હ', 'ટ્રક બાલિયા' માટે જાણીતા છે. લુધિયાણામાં એક હોસ્પિટલમાં 64 વર્ષની વયે મૃત્યુ પામ્યા છે. તેઓ ઘણા સમયથી બિમાર હતા. 60ના દાયકાના પ્રખ્યાત શિન્દાએ દયાનંન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
સુરિન્દર શિન્દાનું નિધન: તેમની ગાયકી કારકિર્દી દરમિયાન તેમણે ઘણા પ્રખ્યાત ગીતો ગાયા છે. 'પુત્ત જટ્ટન', 'ઉચ્ચા દર બાબે નાનક દા' અને 'બદલા જટ્ટી દા' જેવી ઘણી પંજાબી ફિલ્મોમાં પણ જોવ મળ્યા છે. સિંગર અને રાજકારણીઓ સહિત ઘણા લોકોએ શિન્દના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પંજાબના અવસાન પર પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને ટ્વિટ કર્યું છે કે, 'પ્રખ્યાત ગાયક સુરિન્દર શિન્દાજીના અવસાનના સમાચાર સાંભીળીને ખૂબ જ દુખ થયું. પંજાબનો અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો છે.'
મહાનુભવે શોક વ્યક્ત કર્યો: શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલે પંજાબી સંગીતમાં ગાયકનું યોગદાન અમૂલ્ય જણાવતા ટ્વિટમાં કહ્યું છે કે, ''ફેમસ પંજાબી ગાયક સુરિન્દર શિન્દાના ચાહકો નઅને તેમના પિરવાર પ્રત્યે સંવેદના. પંજાબી સંગીતમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમની પાસે અવાજનો જબરદસ્ત જાદુ હતો. વિશ્વભરમાં તેમના લાખો ચાહકો શિન્દાજીને યાદ કરશે. તેમની આત્માને શાંતિ મળે.''
હરભજને શોક વ્યક્ત કર્યો: ગાયક અભિનેતા હરભજન માને પણ શિન્દાના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, ''પંજાબી સંગીતને મોટી ખોટ પડી છે, જે ક્યારેય પુરી થઈ ન શકે.'' માને વધુમાં એક ટ્વિટમાં કહ્યું હતું કે, 'પંજાબી લોક ગાયકીના સુવર્ણ યુગનો અંત.' શિન્દાની પાછળ તેમનો એક પુત્ર મનિન્દર શિન્દા પણ એક સંગીતકાર છે.