ETV Bharat / entertainment

શું રાખ્યું લાફ્ટર ક્વીન ભારતી સિંહે તેના પુત્રનું નામ ? - Laughter Queen Bharti Singh

કોમેડિયન ભારતી સિંહના બાળકનું નામ સામે આવ્યું છે. 'લાફ્ટર ક્વીન' (Laughter Queen Bharti Singh) અત્યાર સુધી પોતાના લાડલાને ગોલા કહી ને બોલાવતી હતી, પરંતુ તેણે તેના બાળકનું નામ અર્થપૂર્ણ રાખ્યું છે.

શું રાખ્યું લાફ્ટર ક્વીન ભારતી સિંહે તેના પુત્રનું નામ ?

author img

By

Published : Jun 12, 2022, 4:06 PM IST

મુંબઈઃ પ્રખ્યાત TV હોસ્ટ અને કોમેડિયન ભારતી સિંહના (Comedian Bharti Singh) પુત્રનું નામ સામે આવ્યું છે. 'લાફ્ટર ક્વીન'ના લાડલા નું નામ ગોલા નથી. જોકે, ભારતીએ હજુ સુધી તેના લાડલાનો ચહેરો બતાવ્યો નથી. ભારતી સિંહ તેના બાળકને પ્રેમથી ગોલા કહીને બોલાવતી હતી પરંતુ ભારતીએ પુત્રનું નામ 'લક્ષ્ય' રાખ્યું છે.

આ પણ વાંચો: સગર્ભા સોનમ કપૂરે લંડનના રસ્તાઓ પર બહેન સાથે કરી ખૂબ મસ્તી, જૂઓ ફોટોઝ

જન્મ પહેલા જ કરતો હતો કામ: ભારતી સિંહના લગ્નના ચાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તેણીએ 2017 માં ગોવામાં પટકથા લેખક અને TV હોસ્ટ હર્ષ લિમ્બાચીયા (Screenwriter and TV host Harsh Limbachia) સાથે લગ્ન કર્યા હતા. 3 એપ્રિલ 2022ના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો હતો. ભારતી સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણીવાર તે બાળકનો ચહેરો બતાવ્યા વગર તેની સાથે તસવીરો શેર કરતી રહે છે. ભારતી અને હર્ષ છેલ્લે 'હુનરબાઝ' અને 'ધ ખતરા શો'માં જોવા મળ્યા હતા. ભારતી સિંહે એક વીડિયોમાં કહ્યું હતું કે, તેનો દીકરો તેના માતા-પિતાને કામ કરતા જુએ છે અને તે પણ જન્મ પહેલા જ કામ કરતો હતો. આવી સ્થિતિમાં ભારતી અને હર્ષના (Bharti Singh and Harsh Limbachia) પુત્રનું નામ સામે આવ્યું છે. હર્ષ લિમ્બાચીયા અને ભારતી સિંહએ તેમના પુત્રનું નામ 'લક્ષ્ય' (Lakshya) રાખ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.