ETV Bharat / entertainment

Kumar Sanu: સિંગર કુમાર સાનુની દીકરીએ કર્યું બોલિવૂડમાં ડેબ્યૂ, ફિલ્મ 'ચલ જીંદગી'નો ફર્સ્ટ લુક રીલીઝ - શેનોન

બોલિવૂડના ફેમસ સિંગર કુમાર સાનુની પુત્રી શેનોનની ફિલ્મ 'ચલ ઝિંદગી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મ 'ચલ જીંદગી'નો ફર્સ્ટ લુક રીલીઝ કરવામાં આવ્યો છે. કુમાર સાનું હાલ ભલે ફિલ્મમાં ગીત નથી ગાઈ રહ્યાં, પરંતુ તેમના ગીત એટલા મધુર છે કે, આજે પણ લોકોના દિલને સ્પર્શ કરે છે.

Kumar Sanu: સિંગર કુમાર સાનુની દીકરીએ કર્યું બોલિવૂડ ડેબ્યૂ, ફિલ્મ 'ચલ જીંદગી'નો ફર્સ્ટ લુક રીલીઝ

author img

By

Published : Apr 3, 2023, 4:27 PM IST

મુંબઈઃ 90ના દાયકાના શાનદાર ગાયક કુમાર સાનુના અવાજના લોકો આજે પણ દિવાના છે. કુમાર સાનુએ બોલિવૂડથી લઈને પ્રાદેશિક સિનેમા સુધી એક એક હિટ ગીત ગાયાં છે. યુટ્યુબ પર તેના હિટ ગીતોના ઘણા આલ્બમ છે. કુમાર સાનુ ભલે આજે બોલિવૂડમાં પોતાનો અવાજ ન આપી રહ્યા હોય, પરંતુ તેમના અવાજનો જાદુ લોકો પર ક્યારેય ખતમ થવાનો નથી. હવે કુમાર સાનુના ચાહકો માટે મોટા સમાચાર છે. કુમાર સાનુની પુત્રી બોલિવુડમાં ડેબ્યું કરવા જઈ રહી છે.

આ પણ વાંચો: Suhana Khan Photos : શાહરૂખ ખાનની દીકરી લાગી રહી છે આવી, જુઓ જુદા જુદા અવતારના ફોટો

ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ: વાસ્તવમાં કુમાર સાનુની પુત્રી સાનુ ભટ્ટાચાર્ય ઉર્ફે શેનોન સાનુ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. શેનોન સાનુ સંજય મિશ્રા અને મીતા વશિષ્ઠની ફિલ્મ 'ચલ જીંદગી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તારીખ 3 એપ્રિયલના રોજ આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ભારતીય-અમેરિકન સિંગર શેનને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની ડેબ્યૂ ફિલ્મ 'ચલ જિંદગી'નો એક વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો: Raveena Tandon Ujjain: રવિના ટંડન મહાકાલના ધામમાં, ભોલેનાથની ભક્તિમાં થયા લીન

ફિલ્મની મોશન પોસ્ટ શેર: ફિલ્મની મોશન પોસ્ટ શેર કરતા શેનોને લખ્યું છે કે, 'ચલ જીંદગી, મોશન પોસ્ટર, શેનોન કે, સંજય મિશ્રા, વિવેક દહિયા, વિવાન શર્મા અને વિવેક શર્મા'. આ ફિલ્મનું નિર્માણ વિવાન શર્માએ કર્યું છે. કુમાર સાનુની પુત્રી પણ એક મહાન ગાયિકા છે. તેણે 'એક લોન્ગ ટાઈમ' પોપ સિંગલ ગાઈને તેની સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ગીત ગાયક જેસન પોલ ડગ્લાસે કમ્પોઝ કર્યું હતું. શેનોન ગાયક કુમાર સાનુની દત્તક પુત્રી છે. કુમારે વર્ષ 2001માં શેનોનને દત્તક લીધી હતી. હવે પિતાની ફરજ નિભાવીને કુમાર સાનુ દીકરીના દરેક સપનાને પૂરા કરવામાં લાગેલા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.