ETV Bharat / entertainment

50 million views: 'કિસી કા ભાઈ કિસી કી' જાન ટ્રેલર હિટ, 24 કલાકમાં વ્યુઝ 50 મિલિયનને પાર - સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનની આવી રહેલી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના ટ્રેલરે તુફાન મચાવી દીધુ છે. ટ્રેલરને 24 કલાકમાં 50 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ફિલ્મના ડાયરેક્ટર ફરહાદ સામજીએ સોશ્યિલ મીડિયા પોસ્ટમાં ફિલ્મના ટ્રેલરને 50 મિલિયનથી વધુ વ્યૂઝ મળવા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે.

કિસી કા ભાઈ કિસી કી જાન ટ્રેલર હિટ, 24 કલાકમાં વ્યુઝ 50 મિલિયનને પાર

author img

By

Published : Apr 12, 2023, 2:41 PM IST

મુંબઈઃ બોલિવૂડના 'દબંગ' સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટ્રેલર આવતાની સાથે જ વાયરલ થઈ ગયું છે. 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટ્રેલર તારીખ 10 એપ્રિલે સાંજે 7 વાગ્યાની આસપાસ યુટ્યુબ સહિત અનેક પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન અને પૂજા હેગડેની આ ફિલ્મના ટ્રેલરને 24 કલાકમાં 50 મિલિયનથી પણ વધારે વ્યૂઝ મળ્યા છે. ફિલ્મના ડાયરેક્ટર ફરહાદ સામજીએ સોશ્યિલ મીડિયા પોસ્ટમાં ફિલ્મના ટ્રેલરને 50 મિલિયનથી વધુ વ્યૂઝ મળવા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: Shilpa Shetty: રિચર્ડ ગેર કિસિન્ગ કેસમાં મુંબઈની એક કોર્ટે આપ્યો ચુકાદો, મળી શિલ્પા શેટ્ટીને મોટી રાહત

50 મિલિયનથી વધુ વ્યૂઝની ઉજવણી: એક્શન અને ડ્રામાથી ભરપૂર સલ્લુની ફિલ્મનું આ ટ્રેલર તેના ચાહકોમાં ઘણું જોવામાં આવી રહ્યું છે. 'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મ તારીખ 21મી એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના નિર્દેશક ફરહાદ સામજીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં માહિતી આપી છે. ફરહાદે લખ્યું છે કે, 'અમે તમામ પ્લેટફોર્મ પર ટ્રેલરને 50 મિલિયનથી વધુ વ્યૂઝની ઉજવણી કરી રહ્યા છીએ. મલ્ટીસ્ટારર ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી' જાનનું ટ્રેલર ખૂબ જ પ્રભાવશાળી છે. જો તમે હજી સુધી તે જોયું નથી, તો નીચે ટ્રેલરની YouTube લિંક છે.'

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: Bombay High Court: બોલિવૂડના ભાઈજાનનો વધુ એક કેસ ફગાવાયો, સલમાનને રાહત

ફિલ્મના સોન્ગ થયા હિટ: ફિલ્મના ટ્રેલરને યુટ્યુબ પર 30 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. ફિલ્મના ટ્રેલર પર આવતા વ્યુઝનો આંકડો અન્ય તમામ વીડિયો પ્લેટફોર્મ સહિત 50 મિલિયનને પાર કરી ગયો છે. આ ફિલ્મના સલમાન ખાન અને પૂજા હેગડેના રોમેન્ટિક ગીતો પણ ચાહકોમાં હિટ છે અને ટ્રેલર પહેલા જ રિલીઝ થયેલું ફિલ્મનું ગીત 'યંતમ્મા' હિટ થઈ ચૂક્યું છે. આ ગીતમાં ચાહકો 'RRR' સ્ટાર રામ ચરણને તેના પ્રિય અભિનેતા સલમાન ખાન સાથે જોઈને ખુશ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.