ETV Bharat / entertainment

Bollywood Next Week: 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના ટીઝરથી લઈને 'પઠાણ'ની રિલીઝ સુધી, આગામી સપ્તાહ રહેશે ધમાકેદાર - કિસા કા ભાઈ કીસી કી જાનથી પઠાણ સુધી

બોલિવૂડના ચાહકો માટે આવનારું અઠવાડિયું એક ધમાકેદાર સાબિત થવાનું છે. આ અઠવાડિયે, સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન (Kisi ka Bhai kisi Ki Jaan)ના ટીઝરથી લઈને સની દેઓલની ગદર 2નો ફર્સ્ટ લુક સામે આવશે.

Bollywood Next Week: 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના ટીઝરથી લઈને 'પઠાણ'ની રિલીઝ સુધી, આગામી સપ્તાહ રહેશે ધમાકેદાર

author img

By

Published : Jan 21, 2023, 8:01 PM IST

મુંબઈઃ બોલિવૂડમાં આ વર્ષે આડેધડ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. વર્ષ 2022 એ બોલિવૂડની માટી ખતમ કરી નાખી હતી. પરંતુ આ વર્ષે એવું નહીં થાય, કારણ કે, ચાલુ વર્ષમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ચાહકોને 3 મોટી ફિલ્મ આપવા જઈ રહ્યો છે. આ ઉપરાંત સલમાન ખાન પણ આ ઈદ પર ચાહકોને ફિલ્મ આપશે. હિન્દી બેલ્ટના દર્શકો માટે આવતું અઠવાડિયું ખૂબ જ ખાસ રહેવાનું છે. કારણ કે, આ આવતા અઠવાડિયે 'ભાઈજાન' ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' થી લઈને 'પઠાણ'ના ટીઝર સહિત ઘણી ફિલ્મના ફર્સ્ટ લૂક, ટીઝર અને ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો: The Night Manager: અનિલ કપૂરે 'ધ નાઈટ મેનેજર'ની કો સ્ટાર શોભિતા ધૂલીપાલાના કર્યા વખાણ

સેલ્ફી ટ્રેલર: અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ 'સેલ્ફી'ની રાહ જોઈ રહેલા ચાહકો માટે સારા સમાચાર છે. ફિલ્મનું ટ્રેલર તારીખ 22 જાન્યુઆરી રવિવારના રોજ રિલીઝ થવા જઈ રહ્યું છે. સેલ્ફી આ વર્ષે તારીખ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

TJMK ટ્રેલર: મોટા પડદા પર પહેલીવાર સાથે આવી રહી છે, રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર'થી ધમાકો કરવા જઈ રહી છે. આ ફિલ્મના ટીઝર પહેલા જ ધૂમ મચાવી ચૂક્યા છે અને હવે ફિલ્મનું ટ્રેલર તારીખ 23 જાન્યુઆરી સોમવારના રોજ બપોરે 1 વાગ્યે રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મ તારીખ 8 માર્ચ 2023ના રોજ હોળીના અવસર પર રિલીઝ થશે.

ભોલા ટીઝર: અજય દેવગણ અભિનીત ફિલ્મ 'ભોલા', દક્ષિણની ફિલ્મ 'કૈદી'ની સત્તાવાર હિન્દી રિમેક, તેના પ્રથમ લુકથી ચાહકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે. હાલમાં આ ફિલ્મમાંથી અજય અને તબ્બુનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. હવે તારીખ 24 માર્ચ મંગળવારના રોજ રિલીઝ થનારી આ ફિલ્મનું ટીઝર કેટલું આકર્ષક છે તે જોઈને જ ખબર પડશે. આ ફિલ્મનું નિર્દેશન ખુદ અજય દેવગણે કર્યું છે. સાઉથ એક્ટ્રેસ અમલા પોલ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ તારીખ 30 માર્ચ 2023ના રોજ રીલિઝ થશે.

આ પણ વાંચો: બ્રુક શિલ્ડ્સની ડોક્યુમેન્ટરી 'Pretty Baby'ને સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું

પઠાણ KKBKKJ: શાહરુખ તારીખ 25 જાન્યુઆરીએ ભારતીય સિનેમામાં મોટો ધમાકો થવા જઈ રહ્યો છે. આ દિવસે માત્ર શાહરૂખ ખાનની સંપૂર્ણ એક્શન અને સ્ટંટથી ભરેલી ફિલ્મ 'પઠાણ' જ નહીં પરંતુ બોલિવૂડના 'દબંગ ખાન' સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટીઝર પણ રિલીઝ કરવામાં આવશે. તારીખ 25 જાન્યુઆરીનો દિવસ શાહરૂખ અને સલમાનના ચાહકોને સમર્પિત કરવામાં આવશે. ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' આ વર્ષે ઈદ પર રિલીઝ થશે.

ગદર 2: હિન્દી સિનેમામાં હલચલ મચાવનાર ફિલ્મ 'ગદર-એક પ્રેમ કથા'નો બીજો ભાગ તૈયાર છે. હવે તારીખ 26 જાન્યુઆરીએ ફિલ્મ 'ગદર-2'નો સની દેઓલનો ફર્સ્ટ લૂક રિલીઝ થશે. અનિલ શર્મા દિગ્દર્શિત ફિલ્મ 'ગદર-2'માં અમીષા પટેલ ફરી એકવાર સની દેઓલ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.