મુંબઈ: 'KGF ચેપ્ટર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રોકિંગ સ્ટાર એક્ટર યશ સ્ટારર ફિલ્મ KGF-2 પોતાની કમાણી સાથે નવા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મ 14 એપ્રિલે દુનિયાભરમાં રિલીઝ થઈ હતી અને ત્યારથી ફિલ્મની કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. હવે આ ફિલ્મે તેની કમાણી સાથે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે.
-
#KGF2 crosses #TigerZindaHai, #PK and #Sanju *lifetime biz*... NOW, 3RD HIGHEST GROSSING *HINDI* FILM... [Week 2] Fri 11.56 cr, Sat 18.25 cr, Sun 22.68 cr, Mon 8.28 cr, Tue 7.48 cr, Wed 6.25 cr. Total: ₹ 343.13 cr. #India biz. #Hindi pic.twitter.com/zcmXDedEuQ
— taran adarsh (@taran_adarsh) April 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#KGF2 crosses #TigerZindaHai, #PK and #Sanju *lifetime biz*... NOW, 3RD HIGHEST GROSSING *HINDI* FILM... [Week 2] Fri 11.56 cr, Sat 18.25 cr, Sun 22.68 cr, Mon 8.28 cr, Tue 7.48 cr, Wed 6.25 cr. Total: ₹ 343.13 cr. #India biz. #Hindi pic.twitter.com/zcmXDedEuQ
— taran adarsh (@taran_adarsh) April 28, 2022#KGF2 crosses #TigerZindaHai, #PK and #Sanju *lifetime biz*... NOW, 3RD HIGHEST GROSSING *HINDI* FILM... [Week 2] Fri 11.56 cr, Sat 18.25 cr, Sun 22.68 cr, Mon 8.28 cr, Tue 7.48 cr, Wed 6.25 cr. Total: ₹ 343.13 cr. #India biz. #Hindi pic.twitter.com/zcmXDedEuQ
— taran adarsh (@taran_adarsh) April 28, 2022
આ પણ વાંચો: National Language Dispute: સાઉથ એક્ટર કિચ્ચાએ ટ્વિટ કરીને અજય દેવગનને આ વિષય પર પૂર્ણવિરામ મૂકવાની કરી અપીલ
'KGF ચેપ્ટર 2' 343.13 કરોડની કરી કમાણી : KGF-2 તેલુગુ સુપરસ્ટાર પ્રભાસની મેગા બ્લોકબસ્ટર 'બાહુબલી-2' અને આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'દંગલ' પછી ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની છે. પ્રભાસની ફિલ્મ 'બાહુબલી 2'એ 510.99 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે 'દંગલ'એ બૉક્સ ઑફિસ પર 387.38 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે 'KGF-2' 343.13 કરોડની કમાણી કરીને ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
આ પણ વાંચો: વિરાટ કોહલીએ ગ્લેન મેક્સવેલના વેડિંગ ફંક્શનમાં 'ઓ અંટાવા' પર કર્યો જોરદાર ડાન્સ, અનુષ્કા શર્માએ શેર કરી
'KGF ચેપ્ટર 2' 14 એપ્રિલે થઈ હતી રિલીઝ : ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર 'KGF ચેપ્ટર 2' એ સલમાન ખાનની 'ટાઈગર ઝિંદા હૈ', આમિર ખાનની 'PK' અને રણબીર કપૂરની 'સંજુ'ની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. 'ટાઈગર ઝિંદા હૈ'ની આજીવન કમાણી 339.16 કરોડ રૂપિયા હતી, જ્યારે 'પીકે'ની કમાણી 340.80 કરોડ રૂપિયા હતી, જ્યારે 'સંજુ'એ 342.53 કરોડ રૂપિયા કમાવ્યા હતા. 'KGF ચેપ્ટર 2' હિન્દી, કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુ ભાષાઓમાં 14 એપ્રિલે રિલીઝ થઈ હતી. આમાં સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ અને રાવ રમેશ સહિત ઘણા મહાન કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.