ETV Bharat / entertainment

કાર્તિક આર્યન બન્યો સુપરસ્ટાર ઓફ ધ યર, એવોર્ડ કર્યો શેર - કાર્તિક ઈન્સ્ટાગ્રામ

કાર્તિક આર્યન (Kartik Aryan)ને સુપરસ્ટાર ઓફ ધ યર (Elle Superstar Of The Year) તરીકે પસંદ કરવામાં આવ્યો છે. અભિનેતાએ આ સિદ્ધિ ચાહકો સાથે એક તસવીર સાથે શેર કરી અને તેમના માટે ખૂબ જ સરસ વાત લખી છે.

કાર્તિક આર્યન બન્યો સુપરસ્ટાર ઓફ ધ યર, એવોર્ડ કર્યો શેર

author img

By

Published : Nov 17, 2022, 3:22 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડમાં આ દિવસોમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ છે કાર્તિક આર્યન (Kartik Aryan). કાર્તિક માત્ર હેન્ડસમ નથી પણ ટેલેન્ટેડ પણ છે. જો તમને યાદ ન હોય તો તેમની ફિલ્મ 'ભૂલ-ભૂલૈયા 2' એ બોલિવૂડનો દુકાળ તોડીને બોક્સ ઓફિસ પર 250 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં કાર્તિકની અનોખી કોમેડી સ્ટાઇલે ચાહકોનું દિલ જીતી લીધું હતું. કાર્તિક હવે બોલિવૂડનો આગામી સુપરસ્ટાર બનવાના માર્ગે છે. કાર્તિક આર્યનને આ વર્ષના સુપરસ્ટાર તરીકે પસંદ કરવામાં (Elle Superstar Of The Year) આવ્યો છે.

આ વર્ષનો સુપરસ્ટાર: હકીકતમાં ગઈકાલે રાત્રે કાર્તિક આર્યન એલે બ્યુટી એવોર્ડ્સમાં હાજરી આપી હતી. જ્યાં ઘણી બોલીવુડ સુંદરીઓએ હાજરી આપી હતી. આમાં દીપિકા પાદુકોણથી લઈને જ્હાન્વી કપૂર સુધી બધાએ પોતાની સુંદરતાનો કરિશ્મા બતાવ્યો હતો. આ રેડ કાર્પેટ પર કાર્તિક આર્યનની સુંદરતા અને તેની પ્રતિભા જોવા મળી હતી અને તેને એલે સુપરસ્ટાર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે.

ફેન્સને ખુશી કરી શેર: કાર્તિક આર્યને આ ખુશી તેના ફેન્સ સાથે શેર કરી છે. કાર્તિકે એવોર્ડ સાથે પોતાની એક તસવીર શેર કરી અને લખ્યું, 'એલે ઈન્ડિયાનો આભાર, આ વર્ષે ખરેખર મને ઘણું બધું આપ્યું છે. મારા બધા ચાહકોનો હ્રુદયથી આભાર'.

ચાહકોએ કર્યા વખાણ: તમને જણાવી દઈએ કે, કાર્તિકને ઈન્સ્ટાગ્રામ પર 26 મિલિયનથી વધુ ફેન્સ ફોલો કરે છે. કાર્તિકની આ પોસ્ટ પર અભિનેતાના ચાહકોએ તેની જોરદાર પ્રશંસા કરી છે અને તેની નવી સિદ્ધિ માટે તેને અભિનંદન પણ આપ્યા છે.

હેરા ફેરી 3: આ દિવસોમાં કાર્તિક આર્યન વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ફુલ ઓફ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ત્રીજા ભાગમાં જોવા મળશે. ફિલ્મમાં કાર્તિકની એન્ટ્રી એક્ટર પરેશ રાવલે કન્ફર્મ કરી છે. આ કન્ફર્મેશન સાથે જ અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયો હતો કે, તેને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો છે.

સુનીલ શેટ્ટીનું નિવેદન: પરંતુ એક ઈવેન્ટમાં બોલતા અક્ષય કુમારે કહ્યું હતું કે, તેણે ફીના કારણે ફિલ્મનો ઇનકાર કર્યો હતો અને તેના ચાહકોની માફી પણ માંગી હતી. બીજી તરફ મીડિયાની વાત માનીએ તો સુનીલ શેટ્ટીના તાજેતરના નિવેદન પરથી સામે આવ્યું છે કે, અક્ષય કુમાર ફિલ્મમાં રહેશે અને કાર્તિકનો ખાસ રોલ તૈયાર કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.