ETV Bharat / entertainment

'ધાકડ ગર્લ' હાઈકોર્ટ પહોંચી, ભઠિંડામાં દાખલ માનહાનિનો કેસ રદ કરવાની કરી માંગ - ખેડૂત આંદોલન

બોલિવૂડ અભિનેત્રી અને 'ધાકડ ગર્લ' કંગના રનૌત ભઠિંડા કોર્ટમાં માનહાનિના કેસને (Kangna Ranaut defamation case) લઈને પંજાબ હરિયાણા હાઈકોર્ટ પહોંચી છે. કંગનાએ કોર્ટમાં અરજી દાખલ કરીને આ કેસને રદ કરવાની માંગ કરી છે.

'ધાકડ ગર્લ' હાઈકોર્ટ પહોંચી, ભઠિંડામાં દાખલ માનહાનિનો કેસ રદ કરવાની કરી માંગ

author img

By

Published : Jul 9, 2022, 10:49 AM IST

ચંડીગઢ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં પોતાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ માનહાનિના કેસને (Kangna Ranaut defamation case) રદ કરવા માટે અરજી કરી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં અભિનેત્રી વિરુદ્ધ ભઠિંડામાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. (Kangna Ranaut reached Bhatinda court) હાઈકોર્ટમાં કંગનાની અરજી પર ચર્ચા બાદ સુનાવણી સોમવાર, 11 જુલાઈ સુધી ટાળી દેવામાં આવી છે.

આ પણ વાંચો: સાઉથનો આ એક્ટર કાર્ડિયાક એટેકને કારણે હોસ્પિટલમાં દાખલ, જાણો શુ છે સ્થિતી

ખેડૂતોના આંદોલન દરમિયાન કંગના રનૌતે: જણાવી દઈએ કે ખેડૂતોના આંદોલન દરમિયાન કંગના રનૌતે ભઠિંડાની મોહિન્દર કૌરનો ફોટો પોસ્ટ કરતા કહ્યું હતું કે તેને 100 રૂપિયાના રોજના વેતન પર આંદોલનમાં લાવવામાં આવી હતી. કંગનાએ મહિન્દર કૌરને શાહીનબાગ ધરણા પ્રદર્શનની બિલ્કિસ બાનો તરીકે વર્ણવી હતી. આ પોસ્ટ કર્યા બાદ મોહિન્દર કૌરે કંગના વિરુદ્ધ ભઠિંડામાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કંગનાએ હવે હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની અરજી કરી છે, જેના પર હાઈકોર્ટે કોઈપણ આદેશ જારી કર્યા વિના સુનાવણી સોમવાર સુધી ટાળી દીધી છે.

કંગનાની ટીકા થઈ ત્યારે...: જણાવી દઈએ કે કંગનાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે 'આ એ જ દાદી છે, જેમને ટાઈમ મેગેઝીને શક્તિશાળી ભારતીય ગણાવ્યા હતા. આ રૂ.100માં ઉપલબ્ધ થાય છે. પાકિસ્તાની પત્રકારોએ ભારતના આંતરરાષ્ટ્રીય PRને શરમજનક રીતે હાઇજેક કર્યું છે. જ્યારે કંગનાની ટીકા થઈ ત્યારે કંગનાએ પાછળથી આ ટ્વીટ ડિલીટ કરી દીધી હતી.

આ પણ વાંચો: રાજકુમાર રાવે જણાવી તેની સ્ટ્રગલ સ્ટોરી, એક પેકેટ બિસ્કીટમાં પેટ ભરતા અને...

કંગના રનૌત ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે: નોંધનીય છે કે બોલિવૂડની 'ધાકડ ગર્લ' કંગના રનૌત ખુલ્લેઆમ કોઈપણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તાજેતરમાં, અભિનેત્રીએ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ પર ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો હતો. આ સાથે કંગના રનૌતે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા સીએમ બનવા પર સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. 'પંગા ગર્લ' એ નવનિયુક્ત મુખ્યપ્રધાનને વિશેષ રીતે અભિનંદન પાઠવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.