મુંબઈઃ વરુણ ધવન સ્ટારર ફિલ્મ 'ભેડિયા' અને શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી' સિક્વલ હશે. બુધવારે જિયો સ્ટુડિયોએ મુંબઈમાં એક કાર્યક્રમમાં તેની આગામી ફિલ્મ અને વેબ સિરીઝની જાહેરાત કરી હતી. સ્ટુડિયોએ એ પણ જાહેરાત કરી કે, તેઓ 'ભેડિયા' અને 'સ્ત્રી'ની સિક્વલ પર કામ કરશે. 'સ્ત્રી'માં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠીની જોડીએ અદભૂત અભિનય કર્યો હતો. જેના કારણે, ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મે ભારતમાં 100 કરોડથી વધુની કમાણી કરી હતી.
આ પણ વાંચો: Sanjay Dutt Injured: પાન ઈન્ડિયા ફિલ્મના શૂટિંગ દરમિયાન, અભિનેતા સંજય દત્ત થયા ઈજાગ્રસ્ત
-
Fasten your seat belts! Jio Studios, India’s biggest content studio, unveils its incredible content slate of 100 stories with the biggest stars and top makers from India as well as exciting new talent. https://t.co/ifnN8Cu2CW
— Jio Studios (@jiostudios) April 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Fasten your seat belts! Jio Studios, India’s biggest content studio, unveils its incredible content slate of 100 stories with the biggest stars and top makers from India as well as exciting new talent. https://t.co/ifnN8Cu2CW
— Jio Studios (@jiostudios) April 12, 2023Fasten your seat belts! Jio Studios, India’s biggest content studio, unveils its incredible content slate of 100 stories with the biggest stars and top makers from India as well as exciting new talent. https://t.co/ifnN8Cu2CW
— Jio Studios (@jiostudios) April 12, 2023
સ્ત્રી ફિલ્મ રિલીઝ ડેટ: ફિલ્મ નિર્માતા દિનેશ વિજનની હોરર-કોમેડી યૂનિવર્સની શરૂઆત 'સ્ત્રી'થી થઈ હતી. ત્યારબાદ તેણે 'રૂહી' અને 'ભેડિયા' સાથે કામ ચાલુ રાખ્યું હતું. હોરર-કોમેડી યુનિવર્સની સૌથી સફળ ફિલ્મ 'સ્ત્રી'ની સિક્વલ બનવા માટે તૈયાર છે. આ ફિલ્મ 6 વર્ષ પછી તારીખ 31 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. ફિલ્મની મુખ્ય ફોટોગ્રાફી આ વર્ષના અંતમાં થશે. શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી અનુક્રમે સ્ત્રી, વિકી અને રુદ્રની તેમની ભૂમિકાઓ ફરીથી ભજવશે. ભેડિયાના ગીત 'ઠુમકેશ્વરી'માં પણ એક મહિલાનું પાત્ર જોવા મળ્યું હતું.
ભેડિયા ફિલ્મ રિલીઝ ડેટ: 'સ્ત્રી-2' પછી 'ભેડિયા-2' રિલીઝ થશે. બંને ફિલ્મની સ્ટોરી એકબીજા સાથે જોડાયેલી હશે અને તેનો અંત ધમાકેદાર થશે. વરુણ ધવન અને કૃતિ સેનન ભાસ્કર અને ડૉ. અંકિતાની ભૂમિકાઓ ફરીથી ભજવશે. આ ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થશે.
ડિજિટલ યુગમાં સ્ટોરી: RIL મીડિયા અને કન્ટેન્ટ બિઝનેસના પ્રેસિડેન્ટ જ્યોતિ દેશપાંડેએ સ્લેટને જણાવ્યું હતું કે, “અમે ભારતીય મનોરંજનના સૌથી રોમાંચક અને ઘટનાપૂર્ણ તબક્કામાં છીએ. જેમાં ડિજિટલ યુગમાં સ્ટોરી ટેલિંગ કેન્દ્રના તબક્કામાં છે. 5 વર્ષ પહેલાં તેની શરૂઆત થઈ ત્યારથી JioStudios એ પરંપરાગત રીતે ખૂબ જ વિભાજિત ઉદ્યોગને સ્કેલ કરવા માટે મજબૂત પાયો નાખવા માટે સખત મહેનત કરી છે. અમે આ દિવસ સુધી પહોંચવા માટે વ્યવસાયમાં કેટલાક શ્રેષ્ઠ નામ અને નવા આવનારાઓ સાથે સક્રિયપણે ભાગીદારી કરી છે.'
આ પણ વાંચો: Mika Singh Salutes Pm Modi: મીકા સિંહે કતારના દોહા એરપોર્ટ પરથી Pm મોદીને સલામ કરી, માન્યો આભાર
વાર્તાકારો સાથે ભાગીદારી: જ્યોતિ દેશપાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, 'આમારી નજર એ છે કે, એવી સ્ટોરીઓને શક્તિ આપવાનું છે જે ભારતની છે. એવી સ્ટોરી કહું જે માત્ર મનોરંજન જ નહીં પરંતુ હેતુ પણ ધરાવે છે. અમે દરેક ભારતીય ભાષામાં વાર્તાકારો સાથે ભાગીદારી કરીએ છીએ અને આ વાર્તાઓને મુખ્ય પ્રવાહમાં લઈ જઈએ છીએ. મેક ઇન ઈન્ડિયા અને વિશ્વને બતાવવાનું અમારું મિશન વિશાળ અને સમાવિષ્ટ છે.'
ફિલ્મના કલાકાર: તારીખ 25 નવેમ્બર 2022ના રોજ રીલિઝ થયેલી 'ભેડિયા'માં વરુણ પણ કૃતિ સેનન સાથે હતો. અમર કૌશિક દ્વારા નિર્દેશિત બોલિવૂડની આ પ્રથમ ક્રીચર કોમેડી છે. 'સ્ત્રી'નું નિર્દેશન પણ અમર કૌશિકે કર્યું હતું. હોરર-કોમેડી વર્ષ 2018માં આવી હતી.