ETV Bharat / entertainment

TMKOC: હવે આ અભિનેત્રીએ છોડ્યો શો, નિર્માતા અસિત મોદી પર લગાવ્યો આરોપ - જેનિફર બંસીવાલ

આ મહિલા કલાકારે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં'થી શો છોડી દિધો છે. આ અભિનેત્રીએ શોના નિર્માતા પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. અભિનેત્રીના આરોપ પર હવે અસિત મોદીની પ્રતિક્રિયા આવી છે. આ ઉપરાંત શોના ડાયરેક્શન સભ્યોએ પણ આ અંગે નિવેદન આપ્યું છે. જાણો અહિં સમગ્ર ઘટના.

હવે આ અભિનેત્રીએ છોડ્યો શો, શોના નિર્માતા લગાવ્યો આરોપ

author img

By

Published : May 11, 2023, 5:33 PM IST

મુંબઈઃ ઘર ઘરનો લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. હવે આ શોમાં રોશન સોઢીનું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શો છોડી દીધો છે. અભિનેત્રીએ શોના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રી છેલ્લા 15 વર્ષથી આ શોનો ભાગ હતા. આ પહેલા શૈલેષ લોઢાએ શોમાંથી હટીને શો મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

અભિનેત્રીએ લગાવ્યો આરોપ: અભિનેત્રીના આરોપ પર હવે અસિત મોદીની પ્રતિક્રિયા આવી છે. તેણે અભિનેત્રી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે. અભિનેત્રીનો આરોપ છે કે અસિત, સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ ત્રણેયએ તેની સાથે ગેરવર્તન કર્યું છે. અભિનેત્રીએ જણાવ્યું કે, આ હોળીના દિવસે થયું હતું.

આ પણ વાંચો:

  1. Adah Sharma New Movie: 'ધ કેરલા સ્ટોરી' ફેમ અદા શર્મા આગામી ફિલ્મમાં જોવા મળશે, જુઓ ફર્સ્ટ લુક
  2. Box Office: 6 દિવસમાં કમાણીનો આંકડો 60 કરોડને પાર, 'ધ કેરલા સ્ટોરી'એ આ ફિલ્મને છોડી પાછળ
  3. Uzbekistan Singers: ઉઝબેકિસ્તાનના સિંગર્સે 'મેરે ઢોલના' ગીત ગાયું પોતાની સ્ટાઈલમાં

અસિત મોદીની પ્રતિક્રિય: અભિનેત્રીનો આરોપ છે કે, હોળીના દિવસે તેને સેટની બહાર જવા દેવામાં આવી ન હતી અને બાદમાં બધા જ ગયા પછી તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. જેના કારણે તે નારાજ થઈ ગઈ હતી. આ આરોપો પછી શોના નિર્માતા અસિત મોદી કહે છે, 'સેટ પર જેનિફરનું વલણ બિલકુલ સારું નહોતું. તે તેના રોલ પર ધ્યાન આપી રહી ન હતી. તેની પ્રોડક્શન સામે ફરિયાદ કરવામાં આવી રહી હતી. એટલું જ નહીં તેણે તેના શૂટના છેલ્લા દિવસે પણ ખૂબ દુર્વ્યવહાર કર્યો હતો. અસિતે તેના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

શોના સભ્યોનું નિવેદન: શોની ડાયરેક્શન ટીમના સભ્યો અરમાન, ઋષિ દવે અને હર્ષદ જોશીએ કહ્યું હતું કે, ટીમ સાથે તેમની ગેરવર્તણૂક વધી રહી હતી. જ્યારે પણ તે શૂટ પૂર્ણ કરતી ત્યારે તે ખૂબ જ ઝડપથી કારને બહાર કાઢતી હતી. તેણીની કારની જમણી-ડાબી બાજુની અને પાછળની કોઈપણ વ્યક્તિને ઈજા થઈ શકે તે વિશે પણ ચિંતા ન હતી. તેણી સેટની મિલકતને પણ નુકસાન પહોંચાડતી હતી. તેથી તેમનું વલણ જોઈને અમને તેમનો કરાર સમાપ્ત કરવાની ફરજ પડી હતી. તે બદનામ કરી રહી છે. અસિત કોઈપણ કારણ વગર બદનામ કરી રહી છે. અમે અભિનેત્રીના આરોપો સામે ફરિયાદ પણ નોંધાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.