ETV Bharat / entertainment

Jawan Special Screening: રિતિક રોશન સહિત ઘણા સ્ટાર્સ 'જવાન'ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે YRF સ્ટુડિયો પહોંચ્યા - જવાન

શાહરુખ ખાન, સાન્યા મલ્હોત્રા અને અન્ય સ્ટાર્સ 'જવાન'ના સ્ક્રીનિંગ માટે મુંબઈના YRF સ્ટુડિયોમાં પહોંચ્યા હતા. સ્ટુડિયોમાં પહોંચેલા સેલેબ્સની તસવીરો વાયરલ થઈ રહી છે. આ દરમિયાન પોતાના પિતાની ફિલ્મ 'જવાન'ના સ્ક્રીનિંગમાં સુહાના ખાન પણ પહોંચી હતી.

રિતિક રોશન સહિત ઘણા સ્ટાર્સ 'જવાન'ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે YRF સ્ટુડિયો પહોંચ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 8:26 AM IST

Updated : Sep 7, 2023, 3:13 PM IST

મુંબઈ: શાહરુખ ખાનની આગામી એક્શન થ્રિલર ફિલ્મ 'જવાન' ખૂબ જ ચર્ચામાં છે. 'પઠાણ'ની સફળતા પછી આ વર્ષની બીજી મોટી ફિલ્મ છે. ડાયરેક્ટર એટલી સાથે આ તેમનો પહેલો સહયોગ છે. શાદનાર ટ્રેલર અને ગીતોને ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. 'જવાને' એડવાન્સ બુકિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. ફિલ્મનો ક્રેઝ ચરસીમા પર છે, ત્યારે શાહરુખ ખાન અને સાન્યા મલ્હોત્રા ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે મુંબઈ પહોંચ્યા હતા.

મુંબઈમાં જવાનનું સ્પેશિયલ સ્ક્રીનિંગ: શાહરુખ ખાનનો યુવા જાદુ સમગ્ર દેશભરમાં જ નહિં પરંતુ વિદેશમાં પણ છવાયેલો છે. તારીખ 7 સપ્ટેમ્બરના રોજ 'જવાન'ની રિલીઝ પહેલા, નિર્માતાઓએ અંધેરીમાં YRF સ્ટુડિયોમાં એક સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. બોલિવુડનો કિંગ ખાન પણ સ્ક્રીનિંગ માટે YRF સ્ટુડિયો પહોંચ્યા હતા. અંધેરીના સ્ટુડિયોમાં પોતાની કારમાં જતા સમયે પાપરાઝીએ તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો.

જવાનના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સેલેબ્સ: આ દરમિયાન બોલિવુડ એક્ટર રિતિક રોશન પણ YRF સ્ટુડિયો તરફ જતા જોવા મળ્યા હતા. સ્ટારે બ્લેક હૂડી અને ગ્રે કેપ પહેરી હતી. આ દરમિયાન તેમમે હાથ મિલાવીને પાપારાઝીનું અભિવાદન કર્યું હતું. સાન્યા મલ્હોત્રા જે આ 'જવાન'માં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. સાન્યા તેમની માતા સાથે સ્ક્રીનિંગ માટે આવતી જોવા મળી હતી. અભિનેત્રીએ કારમાં બેઠેલા પેપ્સને સ્મિત આપ્યું હતું.

જવાનના સ્ક્રીનિંગમાં સુહાના ખાન: સુહાના ખાન પણ પિતાની ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગના અવસર પર સ્ટુડિયો પહોંચી હતી. 'જવાન'માં શાહરુખ ખાન, નયનતારા, સાન્યા મલ્હોત્રા, વિજય સેતુપતિ, પ્રિયામણિ અને અન્ય સામેલ છે. ચાહકો 'જવાન' ફિલ્મની રાહ જોઈને બેઠા હતા, તે રાહ હવે પુરી થઈ છે. એટલીની દિગ્દર્શિત 'જવાન' આવતીકાલે એટલે તારીખ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ ગઈ છે.

  1. Suicide Case: રામાયણ સીરીયલમાં જામવંતનું પાત્ર ભજવનાર એક્ટરના પુત્રએ કરી આત્મહત્યા
  2. Shilpa shetty Sukhee trailer: શિલ્પા શેટ્ટી સ્ટારર ફિલ્મ 'સુખી'નું ટ્રેલર આઉટ, જુઓ શાનદાર સ્ટોરી
  3. Alia Bhatt Ed A Mamma: ઈશા અંબાણી અને આલિયા ભટ્ટ વચ્ચે મોટી ડીલ, જાણો શું છે સમગ્ર મામલો

Last Updated : Sep 7, 2023, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.