ETV Bharat / entertainment

Jawan Records Day 1 : 'જવાન'નો જલવો! પહેલા દિવસે સૌથી વધુ કમાણી સાથે બનાવ્યા આ 5 રેકોર્ડ - JAWAN

શાહરૂખ ખાનની ફિલ્મ જવાને તેની પહેલા જ દિવસની કમાણી સાથે બોક્સ ઓફિસ પર એક મોટો ઈતિહાસ રચ્યો છે અને પહેલા જ દિવસની કમાણી સાથે આ 5 મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

Etv BharatJawan Records Day 1
Etv BharatJawan Records Day 1
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2023, 12:22 PM IST

Updated : Sep 8, 2023, 12:30 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનનું રાજ ફરી એકવાર સ્થાપિત થઈ ગયું છે. ચાલુ વર્ષે ફિલ્મ 'પઠાણ' બાદ શાહરૂખ ખાને બોક્સ ઓફિસ પર 'જવાન' ફિલ્મથી કરિશ્મા બતાવ્યો છે. ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસે આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. લોકોને ફિલ્મ 'જવાન' ખૂબ જ પસંદ આવી રહી છે અને લોકો આ ફિલ્મના સતત વખાણ કરી રહ્યા છે. તે જ સમયે, ફિલ્મ 'જવાન' એ પહેલા દિવસની કમાણીથી ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આવો જાણીએ પહેલા દિવસે 'જવાન'ની કમાણી અને ફિલ્મે કયા રેકોર્ડ બનાવ્યા છેે.

સૌથી મોટી ઓપનિંગ ફિલ્મઃ હિન્દી સિનેમામાં, શાહરૂખ ખાને પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ફરી એકવાર સુનામી લાવ્યો છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડા અને ચાહકોમાં આ વિશેનો ક્રેઝ જણાવે છે કે, ફિલ્મે બોક્સ ઓફિસ પર ઓપનિંગ દિવસે 75 કરોડનો બિઝનેસ કર્યો છે. આવું કરીને જવાને પહેલા દિવસની કમાણી મામલે બાહુબલી 2 (58 કરોડ), KGF 2 (53.9 કરોડ) અને પઠાણ (57 કરોડ)ને પાછળ છોડી દીધા છે.

એક જ વર્ષમાં બીજી વખત 50 કરોડઃ શાહરૂખ ખાન હિન્દી સિનેમાનો પહેલો સ્ટાર બની ગયો છે, જેણે પોતાની ફિલ્મથી એક જ વર્ષમાં બીજી વખત 50 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. શાહરૂખ ખાને 'પઠાણ'ની શરૂઆતના દિવસે 57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

શાહરૂખ ખાનની બીજી 100 કરોડની ફિલ્મઃ ફિલ્મ 'જવાન' સાથે હિન્દી સિનેમામાં વધુ એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે, જેમાં શાહરૂખે તે જ વર્ષમાં બીજી વખત તેની ફિલ્મના વર્લ્ડવાઈડ ઓપનિંગ ડે પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. આ પહેલા ફિલ્મ 'પઠાણ'એ ઓપનિંગ ડે પર વિશ્વભરમાં 106 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. ભારતીય સિનેમામાં આ પહેલીવાર છે જ્યારે કોઈ અભિનેતાએ આવી સિદ્ધિ હાંસલ કરી હોય.

આ રેકોર્ડ વર્લ્ડવાઈડ કલેક્શનમાં તૂટી ગયોઃ તે જ સમયે, 'જવાન'એ શરૂઆતના દિવસે જ વિશ્વભરમાં 150 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આવી સ્થિતિમાં જવાને સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી 2 (121 કરોડ)નો રેકોર્ડ તોડવામાં સફળતા મેળવી છે.

'પઠાણ'નો રેકોર્ડ તોડ્યોઃ શાહરૂખ ખાને ઓપનિંગ ડે કલેક્શનના મામલે પોતાની જ ફિલ્મ 'પઠાણ'ને માત આપી છે. હિન્દી સિનેમાની 'પઠાણ' પહેલી ફિલ્મ હતી જેણે 55 કરોડ રૂપિયા સાથે સૌથી વધુ ખાતું ખોલાવ્યું હતું. હવે જવાને શરૂઆતના દિવસે 75 કરોડની કમાણી કરીને 'પઠાણ' સહિત હિન્દી બેલ્ટમાં દક્ષિણની ફિલ્મો KGF 2 અને Baahbali 2 નો રેકોર્ડ તોડી નાખ્યો છે.

હિન્દીમાં ટોપ ઓપનિંગ કલેક્શન

  • જવાન: 75 કરોડ
  • બાહુબલી 2: 58 કરોડ
  • પઠાણ: 57 કરોડ
  • KGF 2: 53.9 કરોડ

આ પણ વાંચોઃ

  1. Asha Bhosle Birthday : "ઈન આખો કી મસ્તી મે મસ્તાને હજારો હૈ......" બોલીવુડની 'આશા'નો આજે જન્મદિવસ
  2. Mission Raniganj Teaser: અક્ષય કુમારની આગામી 'મિશન રાણીગંજ' ફિલ્મનું ટીઝર આઉટ, જુઓ અહીં

Last Updated : Sep 8, 2023, 12:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.