ETV Bharat / entertainment

Jawan Box Office Collection: બોક્સ ઓફિસ પર 'જવાન'નો જાદુ યથાવત, સ્થાનિક સ્તરે 600 કરોડની નજીક - જવાન કુલ બોક્સ ઓફિસ કલેક્શન

શાહરુખ ખાનની 'જવાને' હજુ પણ બોક્સ ઓફિસ પર પકડ જમાવી રાખી છે. 20 દિવસમાં 'જવાન'નું બોક્સ ઓફિસ કલેક્શન 530 કરોડથી પણ વધુ થઈ ગયું છે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જવાન' બોક્સ ઓફિસ પર 600 કરોડની નજીક પહોંચી ગઈ છે. તો ચાલો આ ફિલ્મની 21 દિવસની કમાણી પર એક નજર કરીએ.

બોક્સ ઓફિસ પર 'જવાન'નો જાદુ યથાવત, સ્થાનિક સ્તરે 600 કરોડની નજીક

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 11:23 AM IST

મુંબઈ: બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન અને નયનતારા અભિનીત ફિલ્મ 'જવાને' વૈશ્વિક સ્તરે 1000 કરોડનો આકડો પાર કરી લીધો છે. આ સાથે જ બોક્સ ઓફિસ પર 1000 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. તારીખ 7 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ 'જવાને' પાઠાણને પાછળ છોડી દીધી છે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ સિનેઘરોમાં સારુ પ્રદર્શન કરી રહી છે. બે અઠવાડિયા પુરા કર્યા બાદ હવે ત્રીજા અઠવાડિયામાં પણ બોકસ ઓફિસ પર છવાઈ ગઈ છે.

જવાન ફિલ્મને લઈ દર્શકો ઉત્સાહિત: 'જવાને' ઓપનિંગ ડેથી જ બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કર્યું હતું. 'પઠાણ' ફિલ્મમા ધમાલ મચાવ્યા બાદ શાહરુખ ખાનને જવાન સાથે મોટા પદડા પર જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત હતા. જવાનના પ્રથમ દિવસે થિયેટરોમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચ્યા હતા અને ફિલ્મના ગીતો પર ડાન્સ પણ કર્યો હતો. અન્ય લોકોએ થિયેટરોની બહાર ફટાકડા પણ ફોડ્યા હતા. શાહરુખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ અભિનીત ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મ દુનિયાભરમાં 129.06 કરોડ રુપિયાની કમાણી કરીને હિન્દી સિનેમામાં સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની હતી.

જવાન કુલ બોક્સ ઓફિસ કલેક્શન: ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, 21માં દિવસે એટલે કે 27 સપ્ટેમ્બરે 'જવાન' ભારતમાં 8.10 કરોડ રુપિયાની કમાણી કરી શકે છે. આ સાથે ભારતમાં બોક્સ ઓફિસ પર કુલ કલેક્શન 580 કરોડ રુપિયાની આસપાસ થઈ શકે છે. આ ફિલ્મ બહુ જલ્દી 600 કરોડ રુપિયાનો આકડો પાર કરી લેશે. 'જવાને' 'પઠાણ'ની 543 કરોડ રુપિયાની લાઈફટાઈમ નેટ કમાણીને પણ પાછળ છોડી દીધી છે. વર્લ્ડવાઈડ કલેક્શનમાં 'જવાને' આખરે 1000 કરોડનો આકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ 19 દિવસમાં કુલ 1004.92 કરોડ રુપિયાની કમાણી કરી છે.

જવાન ફિલ્મની સ્ટારકાસ્ટ: તમિલ ફિલ્મ નિર્માતા એટલી દ્વારા નિર્દેશિત 'જવાન' તારીખ 7 સપ્ટેમ્બરે હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી. હાઈ-ઓક્ટેન એક્શન થ્રિલરમાં નયનતારા અને વિજય સેતુપતિ મુખ્યભૂમિકામાં છે. આ ઉપરાંત દીપિકા પાદુકોણ અને સંજય દત્ત કેમિયોની ભૂમિકામાં જોવા મળે છે, જ્યારે સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ, ગિરિજા ઓક, સંજીતા ભટ્ટાચાર્ય, લહર ખાન, આલિયા કુરેશી, રિધિ ડોગરા, સુનિલ ગ્રોવર અને મુકેશ છાબડા સામેલ છે.

  1. Waheeda Rehman : પીઢ અભિનેત્રી વહીદા રેહમાનની દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે પસંદગી
  2. Alia Bhatt New Movie: આલિયા ભટ્ટની નવી ફિલ્મ 'જીગ્રા'ની જાહેરાત, જાણો ક્યારે થશે રિલીઝ
  3. Amir Khan Ganpati Pooja: ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા માટે પોલિટિકલ લીડરના ઘરે પહોંય્યા આમિર ખાન, જુઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.