હૈદરાબાદ: સુપરસ્ટાર રજનીકાંતની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જેલર' બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. નેલ્સન દિલીપ કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ભારતમાં રુપિયા 150 કરોડનો આંકડો પાર કરવા માટે તૈયાર છે. રજનીકાંતની ફિલ્મની નજર હવે વૈશ્વિક સ્તરે 300 કરોડ રુપિયાની કમાણી પર છે. આ સાબિત કરે છે કે, રજનીકાંત હજુ પણ બોક્સ ઓફિસના બાદશાહ છે. સ્વતંત્રતા દિવસ નજીક હોવાને કારણે ફિલ્મનું કલેક્શન સતત વધી રહ્યું છે.
-
Solid start for #Jailer in theatres. 💥The Tiger roaring worldwide 😎🔥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @mirnaaofficial @kvijaykartik @Nirmalcuts… pic.twitter.com/7PSJUuL8jQ
— Sun Pictures (@sunpictures) August 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Solid start for #Jailer in theatres. 💥The Tiger roaring worldwide 😎🔥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @mirnaaofficial @kvijaykartik @Nirmalcuts… pic.twitter.com/7PSJUuL8jQ
— Sun Pictures (@sunpictures) August 11, 2023Solid start for #Jailer in theatres. 💥The Tiger roaring worldwide 😎🔥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @mirnaaofficial @kvijaykartik @Nirmalcuts… pic.twitter.com/7PSJUuL8jQ
— Sun Pictures (@sunpictures) August 11, 2023
વિશ્વભરમમાં 300 કરોડનો ટાર્ગેટ: રજનીકાંતની 'જેલર' તારીખ 10 ઓગસ્ટના રોજ વર્લ્ડવાઈડ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારથી જેલર બોક્સ ઓફિસ પર અસાધારણ કરતા સારું પ્રદર્શન કરી રહી છે. ફક્ત 4 દિસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 146.40 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર રજનીકાંતની ફિલ્મ વિશ્વભરમમાં 300 કરોડ રુપિયાના ટાર્ગેટ પર નજર રાખી રહી છે. જેલરે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે.
4 દિવસનું કુલ કલેક્શન: 'જેલરે' તારીખ 10 ઓગસ્ટ 2023ના રોજ 50 કરોડની કમાણી સાથે ભવ્ય ઉદઘાટન કર્યું હતું. ત્યાર બાદ 'જેલરે' શુક્રવારે 25.75 કરોડ રુપિયા અને શનિવારે લગભગ 33.75 કોરડ રુપિયાની કમાણી કરી હતી. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, 'જેલર' ફિલ્મે પ્રથમ રવિવારે લગભગ રુપિયા 38 કરોડની કમાણી કરી છે. આમ 4 દિવસનું કુલ કલેક્શન 146 કરોડ રુપિયા સુધી પહોંચી ગયું છે. તારીખ 13 ઓગસ્ટના રોજ એટલે કે, પ્રથમ રવિવારે 'જેલર'ની ઓક્યુપેન્સી 89.24 ટકા હતી.