ETV Bharat / entertainment

Jacqueline Fernandez: જેકલીન ઈડન ગાર્ડન્સમાં મેચનો આનંદ માણતી જોવા મળી, યુઝરે કહ્યું-પનૌતી - કેકેઆર વિ આરઆર

'રામસેતુ' અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે તેના ઇન્સ્ટાગ્રામ પર એક નવી પોસ્ટ અપલોડ કરી છે. જેમાં તે ઇડન ગાર્ડન્સમાં KKR vs RR મેચનો આનંદ માણતી જોવા મળે છે. હવે યુઝર્સ જેક્લીનને ટ્રોલ કરી રહ્યાં છે. આ મેચમાં રાજસ્થાન રોલયલ્સ જીતી ગયું હતું અને કોલકાતાને હોરનો સામનો કરવો પડ્યો હતો.

જેકલીન ઇડન ગાર્ડન્સમાં KKR vs RR મેચનો આનંદ માણતી જોવા મળી, તસવીર કરી શેર

author img

By

Published : May 12, 2023, 11:09 AM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ જોવા માટે કોલકાતાના ઈડન ગાર્ડન્સ પહોંચી હતી. સ્ટેડિયમમાંથી અભિનેત્રીની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેક્લિને ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે મેચ દરમિયાનની કેટલીક ખાસ તસવીર પણ શેર કરી છે.

અભિનેત્રીની તસવીર વાયરલ: IPL 2023ની 56મી મેચમાં જેકલીન ફર્નાન્ડિસ KKRને ચીયર અપ કરવા આવી હતી. જેકલીન ફર્નાન્ડીઝ ઈડન ગાર્ડન્સના સ્ટેન્ડ પરથી વન-ઑફ મેચનો આનંદ માણતી જોવા મળી હતી. મેચની સમાપ્તિ પછી તેણે સ્ટેડિયમમાંથી તસવીર અને વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કેપ્શન સાથે લખ્યું હતું કે, ''તે શ્રેષ્ઠ અનુભવ હતો. KKR vs RR તમને લાઇવ રમતા જોવાનું અદ્ભુત હતું.''

ટ્રોલર્સે નિશાન સાધ્યું: જેકલીનની તસવીર અને વીડિયો સામે આવ્યા બાદ ટ્રોલર્સે તેને નિશાન બનાવી અને તેને ઉગ્ર ટ્રોલ કરી રહ્યાં છે. તેણે અભિનેત્રીને KKRની હારનું કારણ જણાવ્યું છે. જેકલીનની પોસ્ટ પર એક યુઝરે લખ્યું છે કે, 'હવે મને સમજાયું કે, KKR આટલી ખરાબ રીતે કેમ હારી ગયું'. અન્ય યુઝર્સે લખ્યું છે, તેથી હારી ગયા. આજે બધાની નજર જેકલીન પર હતી. અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે કે, 'પનૌતી લગા દી આપ તો'. અન્ય એક યુઝરે લખ્યું છે, 'પનૌતી હો યાર. હાર ગઈ KKR.

આ પણ વાંચો:

  1. Raha Kapoor privacy: આલિયા ભટ્ટ દીકરીની પ્રાઈવસીની રક્ષા માટે મક્કમ, જાણો શું કહ્યું ગંગુબાઈએ
  2. TMKOC: હવે આ અભિનેત્રીએ છોડ્યો શો, નિર્માતા અસિત મોદી પર લગાવ્યો આરોપ
  3. Rema: કમ ડાઉન સિંગર ચાહકોને પ્રભાવિત કરશે, ઓસ્કાર વિજેતા ગીત 'નાટુ નાતુ' પર કરશે ડાન્સ

અભિનેત્રીનો શાનદાર લુક: તસવીરોમાં જેકલીન બ્લેક ટેન્ક ટોપમાં જોઈ શકાય છે. અભિનેત્રીએ તેના ટોપને ડેનિમ સ્કર્ટ સાથે જોડી દીધું હતું. હેરસ્ટાઇલ માટે તેણે પોનીટેલ પસંદ કરી છે. જેકલીને મિનરલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

KKR vs RR મેચ: RRએ KKRને 9 વિકેટે હરાવ્યું શાહરૂખ ખાનની ટીમ KKRને ગુરુવારે ઈડન ગાર્ડન્સ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. RRએ ટોસ જીતીને KKRને પ્રથમ બેટિંગ કરવાની તક આપી હતી. KKRએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને RRને 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે બાદ રાજસ્થાન રોયલ્સે પોતાની 1 વિકેટ ગુમાવી અને માત્ર 13.1 ઓવરમાં 151 રન બનાવી KKRને હાર આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.