હૈદરાબાદ: અવંતિકા વંદનાપુ હોલીવુડની ફિલ્મ 'મીન ગર્લ્સ - ધ મ્યુઝિકલ'માં જોવા મળશે. વંદનાપુએ ડિઝની ચેનલી મૂળ ફિલ્મ 'સ્પિન'માં રિયા કુમારની મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં મીરા સ્યાલ, અભય દેઓલ, આર્યન સિમ્હાદ્રી, માઈકલ બિશ્, જાહબ્રિલ કૂક, અન્ના કેથકાર્ટ અને કેરી મેડર્સ પણ છે. અવંતિકા હાલમાં નિત્યા મેહરા અને નેશનલ એવોર્ડ વિજેતા સુધાંશુ સરિયા દ્વારા નિર્દેશિત એમેઝોન પ્રાઇમની 'માસૂમ' માટે શૂટિંગ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય મોરચે, તે ટૂંક સમયમાં સ્ક્રીન રત્નની 'હોરરસ્કોપ'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચો: The Black Tiger: અનુરાગ બાસુ ભારતીય જાસૂસ રવિન્દ્ર કૌશિક પર બાયોપિકનું કરશે નિર્દેશન
અવંતિકાનો વર્કફ્રન્ટ: અવંતિકાએ જણાવ્યું હતું કે, ''હું મારા પ્લેટફોર્મનો ઉપયોગ મારા માટે મહત્વના કારણો પર પ્રકાશ પાડવા અને અન્ય લોકોને પણ તે કરવા માટે પ્રેરણા આપવા માટે કરવા માંગુ છું.'' આ ઘોષણા સાથે, અવંતિકા આ વર્ષે ડિઝની બ્રાન્ડેડ ટેલિવિઝન માટે 'એ ક્રાઉન ઓફ વિશેસ' નામની લાઇવ-એક્શન યંગ-એડલ્ટ સિરીઝમાં પણ જોવા મળશે. જેનાથી તે આ સિદ્ધિ હાંસલ કરનારી દક્ષિણ-એશિયનની અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની બની જશે. ફેન્ટેસી સિરીજનું રપાંતરણ રોશની ચોકશીની ન્યૂયોર્ક ટાઇમ્સની બેસ્ટ સેલર પર આધારિત છે, જેનું મૂળ હિન્દુ પૌરાણિક કથાઓમાં છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
“મારો ઉદ્દેશ્ય સર્જનાત્મક રીતે કથાઓ અને સંક્ષિપ્તમાં લાવવાનો છે જેનો ઈતિહાસ દબાઈ ગયો છે તેવા સમુદાયોને પ્રકાશિત કરે છે અને આવી સ્ટોરીને મુખ્ય પ્રવાહમાં લાવે છે. મારી ફિલ્મ મારા માટે મહત્વપૂર્ણ એવા કારણોને પ્રકાશિત કરવા પર પણ તેના પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કેન્સર પીડિત કિશોરોને મદદ કરવા જેવું.'' --- અવંતિકા
આ પણ વાંચો: Pathan Box Office Collection: જાણો શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નું 15 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
અવંતિકાની કારકિર્દી: વંદનાપુનો જન્મ કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કોમાં એક તેલુગુ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર ભારત દેશનમાં તેલંગાણા રાજ્યના હૈદરાહાદમાં છે. તેઓ યુનીટેડ સ્ટેટ્માંથી સ્થાળાંતર કરીને આવ્યાં હતાં. અવંતિકાએ નાટક અંગેનું શિક્ષણ અમેરિકન કન્ઝર્વેટરી થિયેટરમાંથી મેળવ્યું હતું. તેમણે ભારતીય ફિલ્મમાં કામ કર્યું છે. સૌથી વધુ કામ તેલુગુ ભાષામાં કર્યું છે. તેમણે ડિઝની ચેનલની મૂળ ફિલ્મ 'સ્પિન'માં અભિનય કર્યો હતો. આ ઉપરાંત તેમણે વર્ષ 2022માં અમેરિકન કોમેડી સિનિયર યરમાં જેનેટ સિંઘની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વંદનાપુએ 'બ્રહ્મોત્વ'માં બાળ કલાકાર તરીકે ડેબ્યું કર્યું હતું.