ETV Bharat / entertainment

Shah Rukh Khan Fan Club: શાહરુખ ખાનના ફેન ક્લબ દ્વારા 'જવાન' ફિલ્મનો મુંબઈની એક થિયેટરમાં સ્ક્રીનિંગ શો યોજાશે - શાહરૂખ ખાન લેટેસ્ટ ન્યૂઝ

શાહરુખ ખાનની 'જવાન'ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સુપરસ્ટારના ચાહકોને શાંત રહેવું મુશ્કેલ લાગી રહ્યું છે. કિંગ ખાનની સક્રિય ફેન ક્લબમાંની એક મુંબઈમાં સાવેર 6 કલાકે 'જવાન'નું સ્ક્રીનિંગ યોજવાની તૈયારી કરી રહી છે. હવે 'જવાન' ફિલ્મનો નવો રેકોર્ડ બનવા જઈ રહી છે.

શાહરુખ ખાનના ફેન ક્લબ દ્વારા 'જવાન' ફિલ્મનો મુંબઈની એક થિયેટરમાં સ્ક્રીનિંગ શો થશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 11:40 AM IST

હૈદરાબાદ: શાહરુખ ખાનની આગામી ફિલ્મ 'જવાન' ભારતીય સિનેમામાં નવો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે. અગાઉ શાહરુખની ફિલ્મ 'પઠાણે' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. એટલું જ નહીં, પરંતુ ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ભાષાની ફિલ્મ તરીકે ઉભરી આવી છે, ત્યારે હવે 'જવાન' ફિલ્મ માટેની અપેક્ષા પણ એટલી જ સ્પષ્ટ છે. શાહરુખ ખાનના ચાહકોએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. 'જવાન'નું મુંબઈના આઈકોનિક ગેઈટી ગેલેક્સી થિયેટરમાં સવારે 6 કલાકે સ્ક્રીનિંગનું આયોજન કરશે.

જવાન સ્ક્રીનિંગ શો યોજાશે: શાહરુખ ખાન યુનિવર્સ ફેન ક્લબ જે SRKની સૌથી મોટી ફેન ક્લબ હોવાનો દાવો કરે છે. 'જવાન' પહેલી હિન્દી ફિલ્મ છે, જેનું મુંબઈની આઈકોનિ થયેટરમાં સ્ક્રીનિંગ શો યોજાશે. આ ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે નયનતારા, વિજય સેતુપતિ, પ્રિયામણી અને સાન્યા મલ્હોત્રા મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. શાહરુખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ બેનર હેઠળ નિર્મિત 'જવાન' ફિલ્મ સાથે તમિલ દિગ્દર્શક એટલી બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. 'જવાન' ફિલ્મ ગૌરી ખાન અને ગૌરવ વર્મા દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

બુર્જ ખલિફામાં ટ્રેલરનું લોન્ચિંગ: નિર્માતાઓ દુબઈમાં બુર્જ ખલીફા ખાતે 'જવાન' ટ્રેલરનું લોન્ચિંગ કરવા માટે તૈયરા છે. કિંગ ખાન તારીખ 31 ઓગસ્ટે UEAમાં યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. 'જવાન' ઉપરાંત શાહરુખ ખાનનું કેલેન્ડર આકર્ષક પ્રોજેક્ટ્સથી ભરેલું રહે છે. અભિનેતા તારીખ 10 નવેમ્બર 2023ના રોજ રિલીઝ થનારી સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3'માં કેમિયો કરતા જોવા મળશે. આ ઉપરાંત શાહરુખ ખાન 'ડંકી' ફિલ્મમાં પણ જોવા મળશે, જેમાં તાપસી પન્નુ મહત્ત્વની ભૂમિકમાં છે.

  1. gadar 2 Collection Day 18: 'ગદર 2' ફિલ્મ ઐતિહાસિક રેકોર્ડ બનાવવા જઈ રહી છે, અહિં જાણો 18માં દિવસનું કલેક્શન
  2. 3 Ekka Box Office Collection: '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર વગાડ્યો ડંકો, ત્રીજા દિવસની કમાણીમાં થયો વધારો
  3. Salman Khan Video: ડબિંગ સ્ટુડિયોની બહાર સ્પોટ થયા સલમાન ખાન, ચાહકે કહ્યું Radhe Is Back

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.