ETV Bharat / entertainment

HCA Film Awards: HCA 2023માં RRR ફિલ્મને મળ્યો શ્રેષ્ઠ સ્ટંટ મૂવીનો એવોર્ડ, રાજામૌલીએ વ્યક્ત કર્યો આભાર

RRR ફિલ્મને બેસ્ટ એક્શન કેટેગરી ફિલ્મની કેટેગરીમાં બેસ્ટ સ્ટંટ મૂવીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફિલ્મે ઈતિહાસ રચીને ગૌરવ વધાર્યું છે. આ સાથે જીતની ખુશી વ્યક્ત કરતા રાજામૌલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે વીડિયો શેર કર્યો છે. જાણો તેમણે પોસ્ટના કેપ્સનમાં શુ લખ્યું છે ?

author img

By

Published : Feb 25, 2023, 11:15 AM IST

Updated : Feb 25, 2023, 1:47 PM IST

HCA Film Awards: HCA 2023માં RRR ફિલ્મને મળ્યો શ્રેષ્ઠ સ્ટંટ મૂવીનો એવોર્ડ, રાજામૌલીએ વ્યક્ત કર્યો આભાર
HCA Film Awards: HCA 2023માં RRR ફિલ્મને મળ્યો શ્રેષ્ઠ સ્ટંટ મૂવીનો એવોર્ડ, રાજામૌલીએ વ્યક્ત કર્યો આભાર

લોસ એન્જલસ: RRR ફિલ્મે એક પછી એક એમ ઈતિહાસની વર્ષા વરસાવી છે. આ ફિલ્મનુ ગીત 'નાટુ નાટુ' ને શ્રેષ્ઠ ઓરિજનલ સોન્ગનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો હતો. આ સાથે હવે એક નવા ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં ક્રિટિકસ્ એસોસિએશન એવોર્ડ્સ 2023માં RRR ફિલ્મને શ્રેષ્ઠ સ્ટંટ ફિલ્મ માટે HCA એવોર્ડ 2023 આપવામાં આવ્યો છે. આ ખુશી વ્યક્ત કરતા રાજામૌલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ સાથે તેમણે HCA સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે તેમની ફિલ્મની ટીમના તમામ મેમ્બર્સનો પણ આભાર માન્યો હતો.

આ પણ વાંચો: Nawazuddin Siddiquis: હાઈકોર્ટે નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાને બાળકો સંબંધિત મતભેદ ઉકેલવા આપી સલાહ

બેસ્ટ સ્ટંટ મૂવીનો એવોર્ડ: પરંતુ આ પહેલા 'RRR'એ વધુ એક કરિશ્મા બતાવ્યો છે. હકીકતમાં 'RRR'એ તારીખ 24 ફેબ્રુઆરીના રોજ લોસ એન્જલસ USAમાં આયોજિત 6ઠ્ઠા હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન એવોર્ડ્સ 2023માં પોતાનો ધ્વજ ફરકાવ્યો છે. અહીં ફિલ્મને શ્રેષ્ઠ સ્ટંટ મૂવી માટે HCA એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્યો છે. તેની ખુશી પર ફિલ્મના નિર્દેશક રાજામૌલીએ સોશ્યિલ મીડિયા પર એવોર્ડ મેળવવાનો એક વીડિયો શેર કરીને પોતાની આંતરિક ખુશી વ્યક્ત કરી છે અને તેની આખી ટીમનો આભાર માન્યો છે. આ ફિલ્મ પહેલાથી જ ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પોતાના નામે કરી ચુકી છે અને હવે માત્ર ફિલ્મને ઓસ્કાર મળે તેની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો: Naatu Naatu Dance: પાકિસ્તાનની અભિનેત્રીને 'નાટુ નાટુ' એટલું ગમ્યુ કે વીડિયો બનાવી દીધો

રાજામૌલીએ વ્યક્ત કર્યો આભાર: આ વીડિયો શેર કરીને રાજામૌલીએ સૌથી પહેલા આ એવોર્ડ આપવા માટે HCA સંસ્થાનો આભાર માન્યો હતો. રાજામૌલીએ કહ્યું, 'અમારી ફિલ્મની પ્રશંસા કરવા અને તેને બેસ્ટ સ્ટંટ માટે પસંદ કરવા બદલ હું HCAનો આભાર માનું છું. આ માટે હું મારી ટીમના સ્ટંટ ડિરેક્ટર સોલમેનનો પણ આ ફિલ્મ બનાવવા માટે આભાર માનું છું. મેં સખત મહેનત કરી છે. મેં ફક્ત બે જ ફિલ્મનો ઉપયોગ કર્યો છે. અથવા ફિલ્મમાં ત્રણ બોડી ડબલ્સ, ફિલ્મના બાકીના મૂળ સ્ટન્ટ્સ રામ ચરણ અને જુનિયર એનટીઆર દ્વારા તેમની સખત મહેનતથી કરવામાં આવ્યા છે. ફરી એકવાર બધાનો આભાર, મેરા ભારત મહાન'.

Last Updated : Feb 25, 2023, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.