ETV Bharat / entertainment

HBD of Remo D Souza: રમેશ યાદવથી રેમો સુધીની જર્નીમાં રેલવે સ્ટેશન પર સૂતો આ કલાકાર

રેમો ડિસોઝા લાંબા સમયથી બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર અને ડાન્સર તરીકે નામ કમાઈ રહ્યા છે. પણ જ્યારે તે પહેલી વખત મુંબઈમાં આવ્યા ત્યારે આવી કોઈ સારી અને ખાસ સ્થિતિ ન હતી. સ્ટ્રગલ પીરિયડ એવો રહ્યો કે, કોઈ પણ વ્યક્તિને એમાંથી પ્રેરણા મળે એમ છે. તેમણે ડાન્સને લગતી ઘણી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેમની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ 'એની બોડી કેન ડાન્સ' હતી. આજે ડાન્સરનો 2 એપ્રિલે 48મો જન્મદિવસ છે.

HBD of Remo D Souza: રમેશ યાદવથી રેમો સુધીની જર્નીમાં રેલવે સ્ટેશન પર સૂતો આ કલાકાર
HBD of Remo D Souza: રમેશ યાદવથી રેમો સુધીની જર્નીમાં રેલવે સ્ટેશન પર સૂતો આ કલાકાર
author img

By

Published : Apr 2, 2023, 7:46 AM IST

મુંબઈઃ રેમો ડિસોઝા બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર અને નિર્માતા-નિર્દેશક છે. રેમો ડાન્સની દુનિયામાં એક એવું નામ જેને ખાસ કોઈ ઓળખ દેવાની જરૂર નથી. 'એની બોડી કેન ડાન્સ', 'ફાલતુ', 'ABCD 2', 'અ ફ્લાઈંગ જાટ', 'સ્ટ્રીટ ડાન્સર 3D' અને 'રેસ 3' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. રેમો ડિસોઝાની રોડથી શરૂ થયેલી લાઈફ રોયલ માણસ સુધી પહોંચી છે.

આ પણ વાંચોઃ WCBB 2023: પ્રિયંકા આ વર્ષની બીજા ક્રમની સૌથી ધનિક સેલિબ્રિટી બ્યુટી બ્રાન્ડ

નામ બદલ્યુંઃ રેમોના જીવનમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે તેને રેલ્વે સ્ટેશન પર ભૂખ્યા સૂવું પડ્યું. જોકે, જ્યારે સમય બદલાયો ત્યારે રેમો પાસે માત્ર સંપત્તિ જ નહીં પરંતુ પ્રસિદ્ધિએ પણ તેના પગ ચૂમ્યા. રેમો ડિસોઝાનું અસલી નામ રમેશ યાદવ હતું. અને તેણે મુંબઈ આવ્યા બાદ પોતાનું નામ બદલી નાખ્યું હતું. હવે તેને બધા રેમોથી ઓળખે છે. રેમોને પહેલો બ્રેક ડાન્સ કોમ્પિટિશન જીત્યા પછી જ મળ્યો.

નસીબ ખુલ્યાઃ આ સ્પર્ધાનો વિજેતા બન્યા પછી જ તેના નસીબના રસ્તા ખુલવા લાગ્યા. આ પછી રેમોને ફિલ્મ 'રંગીલા'માં ડાન્સ કરવાની તક મળી. રેમો કોરિયોગ્રાફર અહેમદ ખાનનો આસિસ્ટન્ટ બન્યો. પરંતુ રેમોને નસીબ સોનુ નિગમના મ્યુઝિક આલ્બમ 'દીવાના'માં કામ કર્યા પછી જ ચમક્યું જે તેણે કોરિયોગ્રાફ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક સમય એવો હતો. જ્યારે રેમો રેલવે સ્ટેશન પર ભૂખ્યો સૂતો હતો. પરંતુ આજે કહેવાય છે કે તેઓ 60 કરોડથી વધુની સંપત્તિના માલિક છે.

પિતા નેવીમાંઃ રેમો કોઈ ફિલ્મ બેગ્રાઉન્ડમાંથી નથી આવતા. તેના પિતા ભારતીય સેના પૈકી એવી નેવીમાં ઓફિસર પદે હતા. કર્ણાટકના બેંગ્લોરમાં એમનો જન્મ થયો હતો. ખાસ વાત તો એ છે કે, રેમોએ ડાન્સ માટે કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ નથી લીધી. ગુજરાતના જામનગરમાં તેમણે પહેલું પર્ફોમન્સ આપ્યું હતું. જ્યાંથી એમની ડાન્સ કરિયરની શરૂઆત થઈ હતી. એમના ઘરમાં હિન્દુ રીત રીવાજ અનુસાર પૂજા અર્ચના થાય છે. પણ તે ખ્રિસ્તી ધર્મ પાડે છે. કિંગ ખાન, રીતિક રોશન તથા માધુરીને તેણે સ્ટેપ શીખવાડ્યા છે.

આ પણ વાંચોઃ Sushmita Sen: સુષ્મિતા સેને 'આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડે' પર કિન્નરોને કર્યા પ્રોત્સાહિત,

પત્ની ડિઝાઈનરઃ રેમોની પત્ની લીજેલ એક ફેશન ડિઝાઈનર છે. સંતાનમાં એમના બે સંતાન છે. જેનું નામ ગેબ્રિયલ અને ધ્રુવ છે. ફિલ્મ પરદેશના સેટ પર તેમણે શાહરૂખ ખાનને ડાન્સ શીખવાડ્યો હતો. જેના કેટલાક સીન પર પછી ફિલ્મમાં પણ લેવાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.