કર્ણાટક: રવિવારે કર્ણાટકમાં ચાલી રહેલા હમ્પી ઉત્સવ દરમિયાન અહીં દર્શકોમાં કેટલાક યુવકોએ ગાયક કૈલાશ ખેર પર હુમલો કર્યો હતો. જ્યારે કૈલાશ ખૈર સ્ટેજ પર પ્રદર્શન કરી રહયા હતા. ત્યારે યુવકોએ ખેર પર પાણીની બોટલ ફેંકી હતી. આ દરમિયાન કાર્યક્રમ સ્થળ પર તૈનાત પોલીસે તરત જ બે યુવકોની અટકાયત કરી હતી. બંને યુવકોની પૂછપરછ ચાલી રહી છે. જોકે હુમલા પાછળનું કોઈ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
આ પણ વાંચો: Celebs Wish Team India: ટીમ ઈન્ડિયીની જીત પર બોલિવૂડ સ્ટાર્સે પાઠવ્યા અભિનંદન
કૈલાશ ખૈર પર હુમલો: આ ઘટના હમ્પી ઉત્સવના છેલ્લા દિવસે બની હતી. જ્યારે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કૈલાશ ખેર અન્ય ઘણા કલાકારો વચ્ચે પરફોર્મ કરી રહ્યા હતા. જેમણે તેમના પર્ફોર્મન્સથી ઇવેન્ટને આકર્ષિત કરી હતી. હુમલા પછી તરત જ, ઘટના પર તૈનાત સુરક્ષાકર્મીઓએ ગુનેગારોને પકડી લીધા અને તેમની અટકાયત કરી હતી. ગાયક ઈજાગ્રસ્ત થયા ન હતા. યુવાનોને લઈ જવામાં આવ્યા પછી કાર્યક્રમ ચાલુ રહ્યો હતો.
હમ્પી ઉત્સવ: તારીખ 27 જાન્યુઆરીથી શરૂ થયેલા ત્રણ દિવસીય હમ્પી ઉત્સવનો રવિવારે સમાપન દિવસ હતો. આ કાર્યક્રમ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ઉત્સવ હતો. જેમાં દેશભરના વિવિધ રાજ્યોના પરંપરાગત અને લોક કલાકારોએ ઉત્સવની શરૂઆતની સરઘસમાં ભાગ લીધો હતો. વિશ્વભરના લોકો પ્રેક્ષકોને આકર્ષિત કરવા સાથે ઇવેન્ટમાં ફૂટફોલ ખૂબ જ વધારે હતો. રંગોથી ભરેલા રંગબેરંગી ઉત્સવમાં રસ ધરાવતા વિદેશીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: દેશ માત્ર અને માત્ર ખાનને જ પ્રેમ કરે છે, મુસ્લિમ અભિનેત્રીઓ માટે જુસ્સો ધરાવે છે
કાર્યક્રમની રુપરેખા: પર્ફોર્મેટિવ આર્ટ સિવાય, આ ઇવેન્ટમાં હમ્પી બાય સ્કાય, સાઉન્ડ અને લાઇટિંગ શો, વોટર સ્પોર્ટ્સ અને એડવેન્ચર સ્પોર્ટ્સ સહિતની અન્ય પ્રવૃત્તિઓ પણ હતી. આ કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્યના પર્યટન પ્રધાન આનંદ સિંહે કરી હતી. જ્યારે મુઝરાઈ અને વિજયનગર જિલ્લાના પ્રધાન શશિકલા જોલે દ્વારા સંબોધિત સમાપન સમારોહ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
કૈલાશ ખૈરની કારકિર્દી: કૈલાશ ખૈરનો જન્મ તારીખ 7 જુલાઈ 1973માં ઉત્તર પ્રદેશના મેરઠમાં થયો છે. તેઓ એક ભારતીય સંગીતકાર અને ગાયક છે. કૈલાશ ખૈરને વર્ષ 2017 માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી ઓવોર્ડ મળ્યો હતો. તેમને મેલ પ્લેબેક સિંગર માટેના બે ફિલ્મમેકર એવોર્ડ્સ પણ મળ્યા છે. તેમને અંદાજ ફિલ્મમાં ગીત ગાવાની તક મળી હતી. આ ફિલ્મમાં 'રબ્બા ઈશ્ક ના હોવ' ગીત ગાયું હતુ. તેમનું ગીત 'અલ્લાહ કે બંદે' ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.