ચેન્નઇ : સાઉથના સુપરસ્ટાર 'કેપ્ટન' વિજયકાંતના નિધનથી સમગ્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. આજે ચેન્નાઈમાં વિજયકાંતના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. આ દુઃખદ સમયમાં, અભિનેતા અને ડીએમડીકેના સ્થાપક વિજયકાંતને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે દક્ષિણના ઘણા સ્ટાર્સ એકઠા થયા છે. ત્યારે થલપથી ' વિજય પર ચંપલ વડે હુમલો થવાની ઘટના બનતાં ચાહકો આઘાત પામી ગયાં હતાં.
-
The slipper is real. Vijay fans shamelessly attempting to fake it, with a strong PRO team in X and influential CDP editors. Can't you see the slipper ? Just accept and move on.
— Aandavar Veriyan (@aandavaroff) December 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
I understand your muttu.
Learn one thing – this is the level of Vijay 🤣 pic.twitter.com/sTMx7Tr3Xw
">The slipper is real. Vijay fans shamelessly attempting to fake it, with a strong PRO team in X and influential CDP editors. Can't you see the slipper ? Just accept and move on.
— Aandavar Veriyan (@aandavaroff) December 29, 2023
I understand your muttu.
Learn one thing – this is the level of Vijay 🤣 pic.twitter.com/sTMx7Tr3XwThe slipper is real. Vijay fans shamelessly attempting to fake it, with a strong PRO team in X and influential CDP editors. Can't you see the slipper ? Just accept and move on.
— Aandavar Veriyan (@aandavaroff) December 29, 2023
I understand your muttu.
Learn one thing – this is the level of Vijay 🤣 pic.twitter.com/sTMx7Tr3Xw
ભીડમાંથી કોઈએ અભિનેતા પર ચપ્પલ ફેંક્યું : 'કેપ્ટન' વિજયકાંતના અંતિમ દર્શન કરવા ગઈકાલે રાત્રે સાઉથ સુપરસ્ટાર અને થલપતિ વિજય તેમના માર્ગદર્શક અને અભિનેતા વિજયકાંતને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. અહીં ચાહકો અને મીડિયાની ભારે ભીડ તેમને ઘેરી વળી હતી ત્યારે ભીડમાંથી કોઈએ અભિનેતા પર ચપ્પલ ફેંક્યું હતું.
ગરદનને સ્પર્શી ગયું ચંપલ : ગઈકાલે રાત્રે વિજયકાંતના નિધનથી અભિનેતા વિજય ખૂબ જ દુઃખી છે અને તેનો ઉદાસ ચહેરો જણાવે છે કે અભિનેતાએ તેના જીવનમાં કેટલી મહત્વપૂર્ણ વ્યક્તિ ગુમાવી છે. એવા સમયે, અભિનેતા સાથેની આવી શરમજનક ઘટના દર્શાવે છે કે કોઇ વ્યક્તિ કેટલી હદે નીચે જઇ શકે છે. વાસ્તવમાં ચાહકો અને મીડિયા રિપોર્ટરોની ભીડથી ઘેરાયેલા વિજયના માથાની પાછળથી એક ચંપલ પસાર થાય છે અને તેની ગરદનને સ્પર્શી ગઇ હતી.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ : આ પ્રકારની ઘટના પછી, ત્યાં હાજર પોલીસકર્મી અને વિજયના બોડીગાર્ડે સુરક્ષા ઘેરો વધુ કડક કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે, આ શરમજનક કૃત્ય ત્યારે કરવામાં આવ્યું જ્યારે અભિનેતા પોતાની કાર તરફ જઈ રહ્યો હતો.અભિનેતાની સુરક્ષા માટે રોકાયેલા બોડીગાર્ડે તરત જ સ્લીપરને તે જગ્યા તરફ પાછું ફેંકી દીધું જ્યાંથી તે ફેંકાઇને આવ્યું હતું. હવે આ શરમજનક કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રજનીકાંતે અભિનેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી : તમને જણાવી દઈએ કે, આજે 29મી ડિસેમ્બરે સવારે રજનીકાંત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતાં અને ત્યાં જ રજનીકાંતે વિજયકાંતના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.