હૈદરાબાદ: ગુજરાતના ચાર્લી ચેપ્લિન તરીકે ઓળખાતા પ્રખ્યાત કલાકાર રમેશ મહેતાની જન્મજયંતિ છે. તેઓ હાસ્ય કલાકાર અને સ્ક્રિપ્ટ રાઈટર હતા. રમેશ મહેતાનો જન્મ તારીખ 23 જૂનના રોજ રાજકોટ જીલ્લાના નવાગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગિરધરલાલા ભીમજી મહેતા હતું અને માતાનું નામ મુક્તાબેન હતું. આ અવસરે જાણીએ તેમની ફિલ્મ ક્ષેત્રેની સફર વિશે.
રમેશ મહેતાની જન્મયંતિ: રમેશ મહેતાના જીવનની વાત કરીએ તો, તેઓ અભિનેતા ઉપરાંત હાસ્ય કલાકાર, પટકથા અને લેખક પણ હતા. એક સમય એવો હતો કે, જ્યારે દરેક ગુજરાતી ફિલ્મમાં રમેશ મહેતાને જોતા જ દર્શકો ખુશ થઈ જતાં. તેમનો ફેમસ ડાયલોગ 'ઓ હો હો હો.' લોકોને આજે પણ યાદ છે. રમેશ મેહેતાએ 190 થી પણ વધુ ગુજારતી ફિલ્મમાં કામ કર્યું છે. તેમમે 'હસ્ત મેળાપ', 'જેસલ તોરલ', 'વાલો નામોરી', 'રાજા ભરથરી', 'ઘુંઘટ' જોવી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે.
અભિનેતાના અભિનયની શરુઆત: નરેશ કનોડિયાની ફિલ્મમા રમેશ મહેતાએ શાનદાર અભિનય કર્યો છે અને ફિલ્મ પણ સુપરહિટ રહી છે. રમેશ મહેતા નાટકો લખતા હતા. માત્ર 6 વર્ષની ઉંમરે તેમણે નાટકમાં અભિનય કરવાની શરુઆત કરી હતી. તેમણે સંસ્કૃત, પુરાણ અને અન્ય પુસ્તકોના અવતરણોનો ઉપયોગ કરીને નાટકો લખ્યાં હતાં. રમેશ મેહતાએ 17 વર્ષની ઉંમેર વિજયગૌરી સાથે લગ્ન કર્યાં હતાં.
રમેશ મહેતાની કારકિર્દી: રમેશ મેહતા વર્ષ 1955માં ઈરાની શેઠની ડ્રામા કંપની સાથે જોડાયા હતા. જેસલ તોરલમાં એક હાસ્ય કલાકારની ભૂમિકા નિભાવી હતી. ગુજરાતી ફિલ્મોમાં કોમેડિયન તરીકે જાણીતા થયાં હતાં. 190થી વધુ ફિલ્મમાં અભિનય કર્યો છે, આ ઉપરાંત લગભગ 22 જેટલી સ્ક્રિપ્ટ લખી છે. રમેશ મહેતાનું અવસાન તારીખ 11 મે 2012ના રોજ રાજકોટમાં તેમના નિવાસ સ્થાને 79 વર્ષની વયે અવસાન થયું હતું.