ETV Bharat / entertainment

Raj Kapoor Bungalow: અભિનેતા રાજ કપૂરના બંગલાની થઈ ડિલ, જાણો કઈ કંપનીએ ખરીદ્યો

દિવંગત દિગ્ગજ અભિનેતા સ્વર્ગસ્થ અભિનેતા રાજ કપૂરનો બંગલો મુંબઈ ખાતેનો ગોદરેજ કંપનીએ ખરીદી લીધો છે. આ વાતને લઈ રાજ કપૂરના પુૌત્ર રણબીર કપૂરે નિવેદન પણ આપ્યું છે. રાજ કપૂરે બોલિવૂડ ફિલ્મમાં 'આવારા' જેવી સુપરહિટ ફિલ્મ આપી છે. જાણો અહિં આ બંગલાની ખરીદી કેટલામાં કરવામાં આવી છે ?

Raj Kapoor Bungalow: અભિનેતા રાજ કપૂરના બંગલાની થઈ ડિલ, જાણો કઈ કંપનીએ ખરીદ્યો
Raj Kapoor Bungalow: અભિનેતા રાજ કપૂરના બંગલાની થઈ ડિલ, જાણો કઈ કંપનીએ ખરીદ્યો
author img

By

Published : Feb 17, 2023, 3:38 PM IST

મુંબઈ: બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગના ફેમસ એક્ટર રાજ કપૂરનો બંગલો ખરીદી લેવામાં આવ્યો છે. આ બંગલો મુુંબઈમાં ચેમ્બુર ખાતે આવેલ છે. બંગલાની ખરીદીને લઈ કપૂર પરિવારમાં ખૂશીની લાગણી પ્રસરી ગઈ છે. જાયન્ટ કંપની ગોદરેજે બંગલો ખરીદી લીધો છે. કંપની બંગલાને તેના એક પ્રોજેક્ટ માટે ઉપયોગ કરશે. આ વાતને લઈ રાજકપૂરના પૌત્રનું નિવેદન પણ સામે આવ્યું છે. વધુ માહિતી માટે આ સમાચાર વાંચો.

આ પણ વાંચો: Fahad Ahmad Love Story: સ્વરા અને ફહાદ બિલાડીને કારણે ભેગા થયા, ગજબની લવસ્ટોરી

રાજ કપૂરનો બંગલો: દિવંગત દિગ્ગજ અભિનેતા રાજ કપૂર અને હિન્દી સિનેમામાં શો મેન તરીકે જાણીતા કપૂર પરિવારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચેમ્બુરમાં રાજ કપૂરના બંગલાની ડીલ થઈ ગઈ છે અને તે જાયન્ટ કંપની ગોદરેજ દ્વારા ખરીદી લેવામાં આવી છે. ગોદરેજ કંપની અહીં હાઉસિંગ એપાર્ટમેન્ટ બનાવશે અને લોકોને વેચશે.

રાજ કપૂરનો બંગલો ખરીદી લીધો: કંપનીના હવાલાથી આ સમાચાર સામે આવ્યા છે. કંપનીએ તેની ડીલ ફાઇલિંગ દ્વારા જણાવ્યું છે કે, તેણે તમામ યોગ્ય પ્રક્રિયાને અનુસરીને કપૂર પરિવારની આ મિલકત કાયદેસર રીતે ખરીદી છે. જો કે, હજુ સુધી એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી કે કપૂર પરિવારનો આ બંગલો કંપનીએ કેટલા પૈસામાં ખરીદ્યો છે.

રાજ કપૂરની ફિલ્મ: હિન્દી સિનેમામાં 'આવારા', 'શ્રી 420' અને 'સંગમ' જેવી સુપરહિટ ફિલ્મ આપનાર રાજ કપૂરનો આ બંગલો દેવનાર ફાર્મ રોડ, ચેમ્બુર, મુંબઈ પર છે. ઉલ્લેખનીય છે કે, ગોદરેજ કંપની કપૂર પરિવારની પ્રોપર્ટી ખરીદી ચૂકી છે. આ અગ્રણી કંપનીએ તેના એક પ્રોજેક્ટ માટે વર્ષ 2019માં આરકે સ્ટુડિયોને હસ્તગત કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, કંપની આ વર્ષે આ પ્રોજેક્ટ પર મોટું કામ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો: Adipurush New Trailer: સૈફ અલિ ખાનનો નવો અવતાર, ટ્રેલર જોઈને માની નહીં શકો આવું

ગોદરેજ પ્રોપર્ટી: મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગોદરેજ સાથેની આ નવી ડીલ પર સ્વર્ગસ્થ અભિનેતા રાજ કપૂરના પૌત્ર રણબીર કપૂરનું નિવેદન પણ આવ્યું છે. અભિનેતા રણધીર કપૂરે કહ્યું કે, 'અમારા પરિવારનો આ ઘર સાથે ઊંડો સંબંધ છે, જેનો અર્થ આપણા બધા માટે ઘણો છે, હવે અમે ગોદરેજ કંપની સાથે આ સોદો કરીને ખુશ છીએ'. આ ડીલ પર કંપનીના MD અને CEO ગૌરવ પાંડેએ કપૂર પરિવારનો આભાર માન્યો છે અને કહ્યું છે કે, 'અમે અમારા પોર્ટફોલિયોમાં આ પ્રોજેક્ટનો સમાવેશ કરીને ખૂબ જ ખુશ છીએ'.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.