હૈદરાબાદ: તારીખ 30 મેના રોજ 'એક્સીડેન્ટ ઓર કોન્સ્પિરસી: ગોધરા'નું ટિઝર રિલીજ કરવામાં આવ્યું હતું. હાલ આ ફિલમ તાજેતરમાં ખુબજ ચર્ચામાં છે. આ પહેલી વાર નથી કે જ્યારે આ ગુજરાતના ગોધરામાં વર્ષ 202માં બનેલી ભયાનક ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. ઘણી ફિલ્મ બની છે જેમાં, ગોધરા કાંડના દ્રશ્યો જવા મળે છે. હિન્દી ભાષામાં ઘણી ફિલ્મ ગોધરા કાંડ પર બનાવવામાં આવી છે, પરંતુ આ બધી ફિલ્મમાં સીધી રીતે ગોધરા ઘટના અંગેનો સંકેત આપવામાં આવ્યો નથી.
નાણાવટી મહેતા રિપોર્ટ: વર્ષ 2002માં ગુજરાત સરકાર દ્વારા ગોધરામાં બનેલી ઘટનાની તપાસ કરવા માટે એક તપાસ પંચની રચના કરવામાં આવી હતી. નિવૃત્ત થયેલા ન્યાયાધીશ કે.જી અને નિવૃત્ત જજ જી.ટી.નાણાવટીનો સમાવેશ થાય છે. પરંતુ ખાસ વાત એ છે કે, કમિશનનો રિપોર્ટ આવે તે પહેલા કે.જી શાહનું અવસાન થયું હતું. તેમનું અવસાન થતાં જ તેમની જગ્યાએ નિવૃત્ત જજ અક્ષય મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. જેને નાણાવટી-મહેતા રિપોર્ટ કહેવામાં આવે છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે પહેલાથી કરવામાં આવેલું આયોજન અને કાવતરું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ફિલ્મનું ટિઝર રિલીઝ: ગોધરાનું ટીઝરમાં કાળો કોટ પહેરેલો એક વ્યક્તિ ફાઈલ પકડીને ચાલતો જોવા મળે છે. જેના ઉપર લખ્યું છે કે, નાણાવટી મહેતા રિપોર્ટ. આ સાથે ફાઈલ પર વર્ષ 2008 લખ્યું છે. ગોધરા ફિલ્મના ટિઝરમાં જે ભયાનક દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. આ દ્રશ્યો માત્ર ગોધરા ઘટનાના જ નહિં પરંતુ તે પછી થયેલા તોફાનો વિશેની ઘટનાને પણ રજુ કરે છે. આ ટિઝરમાં એક વ્યક્તિને રેલવે સેટશને ઉભેલો બતાવવામાં આવ્યો છે. આ વ્યક્તિનો ચહેરો જવા મળતો નથી. તે કોણ છે તે ઓળખી શકાતો નથી.
ચાંદ બુજ ગયા: આ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ કરવામાં આવી હતી. 'ચાંદ બુઝ ગયા' શારિક મિન્હાજે દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા સર્ટિફેકેટ આપવાની ના પાડી દીધી હતી. પરંતુ ફિલ્મ નિર્માતાએ બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. ત્યાર બાદ તેમને આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ગોધરાની ઘટનાએ લવસ્ટોરીને વધુ રસપ્રદ બનાવી છે.
પરઝાનિયા: આ ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ કરવામાં આવી હતી. 'પરઝાનિયા' રાહુલ ધોળકિયા દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. 'પરઝાનિયા' નસીરુદ્દીન શાહ અન સારિકા અભિનિત ફિલ્મ છે. આ ફિલ્મને શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે. 'પરઝાનિયા' ફિલ્મની સ્ટોરીમાં એક 10 વર્ષનો છોકરો હોય છે, જે ગુજરાતના રમખાણો બાદ ગુમ થઈ જાય છે.
ફિરાક: આ ફિલ્મ વર્ષ 2008માં રિલીઝ કરવામાં આવી હતી. 'ફિરાક' ફિલ્મના નિર્દેશક નંદિતા દાસ છે. આ ફિલ્મમાં ગુજરાતમાં જે રમખાણો થાય છે. તે રમખાણ શાંત થઈ ગયા પછી તેની અસર લોકો પર જે થાય છે તે બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં પરેશ રાવલ, નસીરુદ્દીન શાહ, દીપ્તિ નવલ અને સંજય સૂરી દ્વારા શાનદાર અભિનય કરવામાં આવ્યો છે. આ ફિરાક ફિલ્મને શ્રેષ્ઠ એડિટિંગ અને શ્રેષ્ઠ આર્ટ ડિરેક્શન માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે.
કાઈ પો છે: આ ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ થયેલી સુશાંત સિંહ રાજપૂત અને અમિત સાધ અભિનીત ફિલ્મ છે. આ સ્ટોરીમાં ગુજરાતના રમખાણ દરમિયાન અમદાવાદના વાતાવરણનો ઉલ્લેખ જોવા મળે છે. આ ફિલ્મના નિર્દેશક અભિષેક કપૂર છે. આ ફિલ્મને કપૂર માટે બેસ્ટ સ્ક્રીનપ્લે અને હિતેશ સોનિક માટે બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર સહિત બે એવોર્ડ જિત્યા હતા.
રઈસ: આ ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં બોલિવુડના પઠાણ શાહરુખ ખાન અને માહિરા ખાન અભિનીત ફિલ્મ છે. જેમાં ગુજરાતના રમખાણોની ઘટનાઓનો સંદર્ભ જોવા મળે છે. આ ફિલ્મના નિર્દેશક રાહુળ ધોળકિયા છે, જેમને ગુજરાતના રમખાણો પર આધારિત પરજાણીયા માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો રાષ્ટ્રિય પુરસ્કાર આપવામાં આવ્યો છે.