ETV Bharat / entertainment

અભિષેક બચ્ચન અભિનીત ફિલ્મ 'ઘૂમર'નું ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન, જાણો અહીં

'ઘૂમર' ફિલ્મ બોક્સ ઓફિસ પર દર્શકોને આકર્ષિત કરવામાં નિષ્ફળ રહી છે. અભિષેક બચ્ચન અને સૈયામી ખેર અભિનીત સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'ઘૂમર' એ 'ગદર 2'ના કારણે બોક્સ ઓફિસ પર સતત સંઘર્ષ કરી રહી છે. 'ઘૂમર' ફિલ્મ તારીખ 18 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન આવ્યું સામે.

અભિષેક બચ્ચન અભિનીત ફિલ્મ 'ઘૂમર'નું ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન, જાણો અહિં

author img

By

Published : Aug 21, 2023, 1:57 PM IST

હૈદરાબાદ: અભિષેક બચ્ચન સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'ઘૂમર' તારીખ 18 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. જો કે, આ ફિલ્મ થિયેટરોમાં સારું પ્રદર્શન કરી શકી નથી. આ ફિલ્મે રવિવારે માત્ર 1.5 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આર બલ્કીના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં અભિષેક બચ્ચન, સૈયામી ખેર, શબાના આઝમી અને અંગદ બેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.

ઘૂમર ફિલ્મની કમાણી: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, 'ઘૂમર' ફિલ્મે ભારતમાં ત્રણ દિસવમાં 3.45 કરોડ રુપિયાની કમાણી કરી છે. આ દરમિયાન શુક્રવારે એટલે કે, પ્રથમ દિવસે 85 લાખ રુપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે 1.1 કરોડ રુપિયાની કમાણી કરી હતી. રવિવારે ત્રીજા દિવસે ઘૂમર ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 1.5 કરોડ રુપિયાની કમાણી કરી હતી.

ફિલ્મની સ્ક્રીનિંગ એક્યુપેન્સી: રવિવારે અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મની 45.88 ટકા ઓક્યુપેન્સી જોવા મળી હતી. સવારના સ્ક્રીનિંગમાં 24.28 ટકા ઓક્યુપેન્સી જોવા મળી હતી. જ્યારે બપોરે 52.78 ટકા ઓક્યુપેન્સી અને સાંજે 63.87 ટકા ઓક્યુપેન્સી જોવા મળી હતી. નાઈટ સ્ક્રીનિંગ દરમિયાન ઘટીને 42.57 ટકા એક્યુપેન્સી જોવા મળી હતી.

બોક્સ ઓફિસ પર સંઘર્ષ: 'ગદર 2' અને 'OMG 2' ફિલ્મ 'ઘૂમર' માટે બોક્સ ઓફિસ પર મોટો પડકારરુપ છે. આ બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર તારીખ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. સની દેઓલની ફિલ્મ 'ગદર 2' 400 કરોડની કમાણી કરવા માટે આગળ વધી રહી છે. જ્યારે અક્ષય કુમારની ફિલ્મે તાજેતરમાં જ 100 કરોડનો આંકડો પાર કર્યો છે. ઘૂમર ફિલ્મની સ્ટોરી સૈયામી ખેર દ્વારા ભજવાયેલી ભૂમિકાની આસપાસ ફરે છે, જે એક ભારતીય ક્રિકેટ સ્ટાર છે.

ઘૂમર ફિલ્મની સ્ટોરી: ક્રિકેટ સ્ટાર(સૈયામી ખેર) સાથે એક ભયાનક અકસ્માત થાય છે, જેમાં તે પોતાનો એક હાથ ગુમાવે છે. જમણો હાથ ગુમાવવા છતાં, તેમની ક્રિકેટ રમવાની મહત્વકાંક્ષા મજબૂત જોવા મળે છે. તે ભારતીય ક્રિકેટ ટીમમાં બોલર તરીકે પ્રવેશ કરે છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન કોચની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મની સ્ટોરી વધુમાં જાણવા માટે જુઓ ફિલ્મ 'ઘૂમર'.

  1. Dream Girl 2 Jeetendra: 81 વર્ષીય જિતેન્દ્રનો રોમેન્ટિક અંદાજ, કોલ પર કહ્યું 'હેલ્લો પૂજા'
  2. Sunny Deol Loan Controversy: બેન્ક ઓફ બરોડાએ સની દેઓલના બંગલાની હરાજીની નોટિસ પાછી ખેંચી, જાણો કારણ
  3. Box Office Collection: 'omg 2'એ 10માં દિવસે 12 કરોડ તો 'ગદર 2 ' એ 38.90 કરોડની કમાણી કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.