મુંબઈઃ બોલિવૂડના પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન, ટાઈગર શ્રોફ અને કૃતિ સેનની ફિલ્મ ગણપથની નવી રિલીઝ ડેટ જહેર કરવામાં આવી છે. આગાઉ આ ફિલ્મની રિલીઝ ડેટ 23 ડિસેમ્બર 2022 રાખવામાં આવી હતી. પરંતુ ફિલ્મના રિલીઝની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં અભિનેતા અમિતાભ બચ્ચન ખુબજ મહત્ત્વના રોલમાં હંશે. જાણો ફિલ્મ 'ગણપથ'ની નવી રિલીઝ ડેટ કઈ છે ?
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: Subi Suresh Passes Away: પ્રખ્યાત કોમેડિયન સુબી સુરેશનું થયું અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં છવાયો શોક
ગણપથ પાર્ટ 1: બોલિવૂડના નાના સુપરહીરો ટાઈગર શ્રોફ અને 'પરમ સુંદરી' કૃતિ સેનન સ્ટારર એક્શન પેક્ડ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'ગણપથ'ની નવી રિલીઝ ડેટ બહાર આવી છે. મેકર્સે સોશિયલ મીડિયા પર ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. આ ઉપરાંત એ પણ જણાવ્યું કે, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં હશે. 9 વર્ષ પછી, ટાઇગર અને કૃતિ મોટા પડદા પર સાથે દસ્તક આપી રહ્યા છે. આ હિટ જોડીએ વર્ષ 2014માં તેમની ડેબ્યૂ ફિલ્મ 'હીરોપંતી'થી બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી. આ પછી આ જોડી ફરીથી મોટા પડદા પર જોવા મળી શકી નથી. હવે ફરી એકવાર આ જોડી જોરદાર જલસા કરવાના મૂડમાં છે. જાણો ફિલ્મ ગણપથ પાર્ટ 1 ક્યારે રિલીઝ થશે ?
ફિલ્મની ન્યૂ રિલીઝ ડેટ: ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર રિલીઝ કરીને ફિલ્મની નવી તારીખની જાહેરાત કરી છે. ફિલ્મ 'ગણપથ' ભાગ 1 આ વર્ષે દશેરાના અવસર પર તારીખ 20 ઓક્ટોબર 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પહેલા તારીખ 23 ડિસેમ્બર 2022ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ કેટલાક કારણોસર ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી. આ ફિલ્મનું નિર્દેશન વિકલ બહલ કરી રહ્યા છે. આ ફિલ્મનો પહેલો ભાગ છે જે 5 ભાષાઓ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ વાસુ ભગનાની, વિકાસ બહલ અને દીપશિખા દેશમુખ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Kangana Ranaut Answer: ટ્વિટર યુઝર્સે કંગના રનૌત પર કરી ટિપ્પણી, અભિનેત્રીએ આપ્યો આકરો જવાબ
ગણપથ ફિલ્મનું ટીઝર: ફિલ્મનું પહેલું ટીઝર 6 નવેમ્બર 2021ના રોજ રિલીઝ થયું હતું. 22 સેકન્ડના આ ટીઝરમાં ટાઈગર શ્રોફનો ફાઈટ સીન બતાવવામાં આવ્યો હતો. હવે નવું ટીઝર વધુ શાનદાર છે. ગણપથના નવા ટીઝરમાં, ટાઈગર શ્રોફ એક દમદાર ડાયલોગ આપતા તેના હાથના સ્નાયુઓ બતાવી રહ્યો છે. તે જ સમયે, તેના હાથ પર ફિલ્મની નવી રિલીઝ ડેટ જોવા મળી રહી છે.