ETV Bharat / entertainment

Gadar 2: સની પાજ્જીની ફિલ્મનું નવું પોસ્ટ રીલિઝ, દીકરાને બચાવવા દોટ મૂકી - Sunny Deol

ચાહકો લાંબા સમયથી સની દેઓલ અને અમીષા પટેલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગદર 2ની રાહ જોઈ રહ્યા છે. થોડીવાર પહેલા, સનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરીને હલચલ મચાવી દીધી છે. સામે આવેલા પોસ્ટરમાં, સની ઉત્કર્ષ શર્મા સાથે દોડતો જોવા મળે છે, જે ફિલ્મમાં તેના પુત્રનો રોલ કરે છે. તેણે પોસ્ટર શેર કર્યું અને લખ્યું - પોતાના દેશ અને પરિવારની સુરક્ષા માટે, તારા સિંહ દરેક પડકારનો સામનો કરવા તૈયાર છે!

Gadar 2
Gadar 2
author img

By

Published : Jul 22, 2023, 7:01 AM IST

મુંબઈઃ ફિલ્મ ગદર 2 ના આગળના મોશન પોસ્ટરને જોઈને અનુમાન લગાવી શકાય છે કે તારા સિંહ એટલે કે સની દેઓલ પોતાના પુત્રને સરહદ પારથી બચાવતા સરહદ પાર કરતા જોવા મળે છે. સનીના ડાયલોગ હિન્દુસ્તાન ઝિંદાબાદ ઉપરાંત, મોશન પોસ્ટરમાં તેણીના પુત્ર ઉત્કર્ષ શર્મા સાથે તેની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી બતાવવામાં આવી છે. જોકે, આ ફિલ્મની સ્ટોરી હજુ ટ્રેલર પરથી એસ્ટાબ્લિશ થતી નથી.

જોરદાર પ્રોમોઃ જેઓ ગોળીબાર અને વિસ્ફોટો વચ્ચે એકબીજાનો હાથ પકડીને ભાગતા જોવા મળે છે. સાથે જ તારા સિંહ પણ ગર્જના કરતા જોવા મળે છે. 22 વર્ષ પહેલા આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથામાં જ્યાં તારા સિંહ પોતાની પત્નીને બચાવવા પાકિસ્તાન ગયા હતા, તે સિક્વલમાં તેઓ પોતાના પુત્રને બચાવવા દુશ્મન દેશમાં જશે. જે રીતે ઈન્સ્ટાગ્રામ પર પ્રોમો પોસ્ટ કરવામાં આવ્યો છે એમાં ભરપૂર એનિમેશન મૂકાયું છે. ઝી સ્ટુડિયોએ પણ આ ફિલ્મને એક પોસ્ટ મૂકી છે. જેના પર લોકોનો જબરદસ્ત રીસપોન્સ છે.

સ્ટોરી પર નજરઃ નિર્દેશક અનિલ શર્માની ફિલ્મ ગદર 2નું ટ્રેલર 27 જુલાઈએ રિલીઝ થશે. 100 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મની ચાહકો 22 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. 2001માં આવેલી ગદર એક પ્રેમ કથાએ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર થયા બાદ લોકો તેની સિક્વલની રાહ જોઈ રહ્યા હતા. કહેવાય છે કે મેકર્સ પણ તેની સિક્વલના મૂડમાં હતા પરંતુ યોગ્ય વાર્તાની શોધમાં ઘણો સમય પસાર થઈ ગયો. પોસ્ટરમાં સની અને પુત્ર બોર્ડરની વચ્ચેથી આગળ દોડી રહ્યા છે. આ પોસ્ટ પર જુદા જુદા દર્શકો પોતાની રીતે કોમેન્ટ કરી રહ્યા છે. લોકોને એ વાતની રાહ જોઈને બેઠા છે કે, આખરે સ્ટોરી શું છે.

  1. Kalki 2898 AD: એક મોટી ઈવેન્ટમાં અમિતાભ બચ્ચને આપી પ્રતિક્રિયા, કમલ હાસનની બોલતી બંધ
  2. Manipur Violence: આ સેલેબ્સે મણિપુરમાં 2 મહિલાઓની છેડતી પર આપી પ્રતિક્રિયા, ઉર્મિલા માતોંડકરનું ટ્વિટ 'હું ડરી ગઈ છું'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.