ETV Bharat / entertainment

FIR lodged: શાહરુખની પત્ની ગૌરી ખાન વિરુદ્ધ લખનૌમાં FIR દાખલ, જાણો સમગ્ર ઘટના - કિંગ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન

મુંબઈના અંધેરી ઈસ્ટ વિસ્તારના રહેવાસી કિરીટ જસવંત સાહે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં ગૌરી ખાન અને તુલસીયાની કંપનીના એમડી અને ડિરેક્ટર વિરુદ્ધ FIR નોંધાવી છે. તેમણે આ ફ્લેટ 86 લાખમાં ખરીદ્યો હતો, પરંતુ કંપનીએ સમયસર ફ્લેટ સોંપ્યો ન હતો. પીડિત યુવકનો આરોપ છે કે ગૌરી ખાન આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેણે તેની પબ્લિસિટી જોઈને ફ્લેટ બુક કરાવ્યો હતો.

FIR lodged: શાહરુખની પત્ની ગૌરી ખાન વિરુદ્ધ લખનૌમાં FIR દાખલ, જાણો સમગ્ર ઘટના

author img

By

Published : Mar 2, 2023, 12:01 PM IST

લખનઉઃ બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન 'પઠાણ' ફિલ્મને લઈ ચર્ચામાં છે અને તેઓ ફિલ્મના કામકાજમાં વ્યસ્ત છે. ત્યારે બીજી બાજુ તેમની પત્નિ ગૌરી ખાન વિરુદ્ધ દિલ્હી લખનૌમાંં મુંબઈના એક યુવકે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ પિડિત યુવકે ફ્લેટ ખરિદ્યો હતો. આ ફ્લેટ ખરીદી લીધાં છતાં કંપનીએ તેમને સોંપ્યોં નહતો. આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર શાહરુખ ખાનની પત્નિ ગૌરી ખાન છે. યુવકે તારીખ 25 ફેબ્રુઆરીએ કેસ દાખલ કર્યો હતો. જાણો અહિં સમગ્ર ઘટના શું છે ?

FIR lodged: શાહરુખની પત્ની ગૌરી ખાન વિરુદ્ધ લખનૌમાં FIR દાખલ

આ પણ વાંચો: Actor Nawazuddin Siddiqui: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પૈતૃક સંપત્તિનો પોતાનો હિસ્સો પણ ભાઈઓને આપ્યો

લખનૌમાં FIR નોંધાઈ: પીડિત કિરીટ જસવંત સાહના કહેવા પ્રમાણે વર્ષ 2015માં તેણે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને લખનૌની તુલસીયાની કંપનીનું પ્રમોશન કરતી જોઈ હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સુશાલ ગોલ્ફ સિટી વિસ્તારમાં તુલસીયાની કંપનીનું નામ 'ગોલ્ફ વ્યુ' છે. લખનઉના શહીદ પથમાંથી એક ટાઉનશીપ વિકસાવી રહી છે પીડિત યુવકે જાહેરાત જોઈને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અનિલ કુમાર તુલસીયાની અને ડિરેક્ટર મહેશ તુલસિયાણીનો સંપર્ક કર્યો, તો બંનેએ 86 લાખમાં સોદો નક્કી કર્યો હતો. તેમમે વધુમાં જણાવ્યું કે, ઓગસ્ટ 2015માં તેમણે ફ્લેટ માટે બેંકમાંથી લોન લઈને 85.46 લાખ ચૂકવ્યા હતા.

આ પણ વાંચો: Amitabh Bachchan: અમિતાભ બચ્ચનની નવી ફિલ્મ 'સેક્શન 84'ની કરી જાહેરાત, ટિઝર રિલીઝ

જાણો સમગ્ર ઘટના: તુલસીયાની કંપનીએ ખાતરી આપી હતી કે, તે ઓક્ટોબર 2016માં ફ્લેટનો કબજો સોંપી દેશે. ત્યાર બાદ કંપનીએ નિયત સમયમાં પઝેશન ન મળતા વળતર તરીકે રૂપિયા 22.70 લાખ ચૂકવ્યા હતા અને 6 મહિનામાં પઝેશન સોંપી દેવાની ખાતરી આપી હતી. આટલું જ નહીં, કંપનીએ એવો પણ દાવો કર્યો હતો કે આમાં નિષ્ફળતા પર વ્યાજ સહિતની રકમ પરત કરવામાં આવશે. દરમિયાન પીડિત યુવકને ખબર પડી કે કંપનીએ તેનો ફ્લેટ અન્ય કોઈના નામે વેચવાનો કરાર કરીને વેચી દીધો છે. ત્યારે તેમણે DCP દક્ષિણ રાહુલ રાજને ફરિયાદ કરી હતી. સુશાંત ગોલ્ફ સિટીના નિરીક્ષક શૈલેન્દ્ર ગિરીએ જણાવ્યું કે, કિરીટ જસવંત સાહની ફરિયાદ પર અનિલ કુમાર તુલસિયાની, મહેશ તુલસિયાની અને ગૌરી ખાન વિરુદ્ધ ઉચાપતની કલમમાં FIR નોંધવામાં આવી છે. તપાસ બાદ આગોતરા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.