ETV Bharat / entertainment

Surat Crime News : નાડીદોષ ફિલ્મના પ્રોડ્યુસર મુન્ના શુક્લા વિરુદ્ધ નોંધાયો છેતરપિંડીનો ગુનો - Naadi Dosh

સુરતમાંથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નાડી દોષ (Naadi Dosh ) અને રાડો (Raado ) જેવી ફિલ્મના પ્રોડ્યુસર મુન્ના શુક્લા ( Film Producer Munna Shukla ) વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો ( FIR against Film Producer Munna Shukla ) છે. મુન્ના શુકલા સહિતની ટોળકીએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Surat Crime : નાડીદોષ ફિલ્મ પ્રોડ્યુસર મુન્ના શુક્લા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયો, સુરત ક્રાઈમ બ્રાન્ચે ટોળકીના ત્રણને પકડ્યાં

author img

By

Published : Jan 19, 2023, 3:55 PM IST

સુરત ગુજરાતી ફિલ્મ રાડો, નાડી દોષના પ્રોડ્યુસર મુન્ના શુક્લા વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. મુન્ના શુક્લા ગુજરાતી મરાઠી અને પંજાબી ફિલ્મના પ્રોડ્યુસ કરી રાતોરાત જાણીતા બની ગયા હતાં. મુન્ના અને તે અન્ય છ લોકોએ રોકાણકારોને મહિને ચાર ટકા વળતરની લાલચ આપી વિવિધ સ્કીમોના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ ટોળકીના ત્રણ લોકોની ધરપકડ પણ કરી લીધી છે.

શુકલ ગ્રુપના નામે પોન્ઝી સ્કીમ ચલાવી : કરોડોનું કૌભાંડ કરનાર રાડો, નાડી દોષ સહિત ગુજરાતી મરાઠી અને પંજાબી ફિલ્મને પ્રોડ્યુસ કરનાર પ્રદીપ ઉર્ફે મુન્ના શુક્લા વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં 65 લાખની છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધાયો છે. આ સમગ્ર મામલે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી 64 વર્ષીય રેખાબેન બુંદેલા સહિત 25 લોકોએ હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવામાં આવ્યા હતાં. મહિલા સહિત અન્ય લોકોને શુક્લ ગ્રુપ ઓફ કંપનીના નામે શુકલ વેલ્થ એડવાઈઝરી શુકલ વેલ્થ ક્રિએટર એલએલપી હેઠળ મની ફાઉન્ડર અને ડેલીગેટની સ્કીમ ચલાવી રોકાણ કરવા માટે આકર્ષવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો આ ગુજરાતી કલાકારો આવી રહ્યા છે નવા જ ટોપિક સાથે, જૂઓ શું છે ફિલ્મની વિશેષતા

મહિલા ફરિયાદીએ 3.30 લાખનું રોકાણ કર્યું : આરોપી પ્રદીપ ઉર્ફે મુન્ના શુક્લા સુરતમાં વીઆઈપી રોડ ઉપર અંબોજિયા બિઝનેસ હબમાં શુકલ ગ્રુપ ઓફ કંપનીના નામે ઓફિસ ધરાવતો હતો. પ્રદીપ અને તેની ટોળકીના ધનંજય ભીખુ બારડ, દેવેશ સુરેન્દ્ર તિવારી, સંદીપ મનુ પટેલ, વિમલ ઈશ્વર પંચાલ, મયુર ઘનશ્યામ નાવડીયા અને હેપ્પીબેન કિશોર કાનાણી સાથે અલગ અલગ કંપનીમાં ડિરેક્ટર હોવાનું તથા મહિને ચાર ટકાનું વળતર આપવાનું જણાવતા જાન્યુઆરી 2019 થી કંપનીમાં આ મહિલા ફરિયાદી રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. વૃદ્ધ મહિલા ફરિયાદી 3.30 લાખનું રોકાણ કર્યું હતું. એટલું જ નહીં મહિલાએ પોતાના સંબંધીઓને મિત્રને પણ તેમાં રોકાણ કરાવ્યું હતું. વધુ મળીને કુલે 25 લોકોએ 65 લાખનું રોકાણ લઈ કંપની બંધ કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

આ પણ વાંચો ગુજરાતી ફિલ્મ રાડોનુ ટ્રેલર રિલીઝ, રાજકારણની રંગત દેખાશે ફિલ્મમાં

અન્ય શહેરોમાં પણ છેતરપિંડી : ઇકોનોમિક સેલના એસીપી વીરજી પરમારે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે સુરત ઇકોનોમિક સેલની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ હેપ્પી કાનાણી, મયૂર નાવડીયા અને વિમલ પંચાલની ધરપકડ કરી છે. હાલ જાણવા મળ્યું છે કે મુન્ના શુક્લા અને તેની ટોળકીએ માત્ર સુરતના જ નહીં પરંતુ ગુજરાત અને તેની આસપાસની શહેરોમાં પણ આવી રીતે છેતરપિંડી કરી છે. જો ફરિયાદી સામે આવશે તો તેની પણ તપાસ કરવામાં આવશે.

મુન્ના અને ટોળકી ફરાર : અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2022માં ટોળકી વિરુદ્ધ મહારાષ્ટ્રના ધૂળે જિલ્લામાં ગુનો નોંધાતા જ પ્રદીપ ઉર્ફે મુન્ના અને ટોળકી ફરાર થઈ ગઈ હતી. સુરત પોલીસે મુન્નાને શોધવા માટે ટીમ પણ રવાના કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદીપ - મુન્ના શુક્લા ગુજરાતી ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે જાણીતું નામ છે. શુક્લ બીઝના બેનર હેઠળ આરોપીએ નાડી દોષ, લોચા લાપસી આ તથા મરાઠીમાં કલરફુલ અને પંજાબીમાં મિત્રાનું શોક હથિયારદા સહિતની ફિલ્મો બનાવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.