ETV Bharat / entertainment

Shah Rukh Khan Video: નીતા અંબાણીએ ઈવેન્ટમાં શાહરુખ ખાનને ઉષ્માભર્યું આલિંગન આપ્યું, જુઓ વીડિયો - srk નીતા અંબાણીને ગળે લગાવે છે

એન્ટિલિયા ખાતે મંગળવારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે જવાનની ટીમ પહોંચી હતી. આ દરમિયાન નીતા અંબાણીના શાહરુખ ખાનને આલિંગન આપવાના ઉત્સાહે મહેફિલ લુંટી હતી.

નીતા અંબાણીએ ગણેશ ચતુર્થીની ઉજવણી પર શાહરુખ ખાનને ઉષ્માભર્યું આલિંગન આપ્યું, જુઓ વીડિયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2023, 3:57 PM IST

મુંબઈ: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તારીખ 19 સપ્ટેમ્બરની રાત્રે ગણેશ ચતુર્થીનો કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં બોલિવુડ અને સાઉથ ફિલ્મ ઉદ્યોગના ઘણા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સેલિબ્રેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરુખ ખાન બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને ખુશીથી ગળે લગાવતા જોવા મળે છે. આ સાથે શાહરુખ ખાન ગણપતિની પૂજા કરતા પણ જોવા મળે છે.

ઈવેન્ટમાં આલિંગન આપ્યું: મંગળવારે અંબાણી પરિવારની ગણેશ ચતુર્થીની ઉજવણીની અંદરની તસવીરો સામે આવી છે. શાહરુખ ખાને તેમના મિત્રો અને પરિવાર સાથે ત્યાં સુંદર ક્ષણો પસાર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં નીતા અંબાણીને ગળે લગાવવા માટે જઈ રહેલા શાહરુખ ખાનને કૂદતા અને દોડતા જોઈ શકાય છે. આ બંનેએ ઈવેન્ટમાં ઉષ્માભર્યું આલિંગન આપ્યું હતું, જેનું એક વીડિયો વાયરલ થઈ રહ્યું છે.

  • Welcome home Ganpati Bappa Ji. Wishing you and your family a wonderful day honoring Lord Ganesha. May Lord Ganesha bless all of us with happiness, wisdom, good health and lots of Modak to eat!!! pic.twitter.com/d9Adfl1ggs

    — Shah Rukh Khan (@iamsrk) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શાહરુખ ખાને પરિવાર સાથે ઈવેન્ટમાં હાજરી આપી: શાહરુખ ખાન મુકેશ અંબાણીના ઘરે ગણેશ ચતુર્થીના કાર્યક્રમમાં કોક કલરના કુર્તા પાયજામા પહેરીને પહોંચ્યા હતા. જ્યારે ગૌરી ખાન ક્રીમ કલરના સૂટમાં જોવા મળી હતી. અબરામ ખાન આ સેલિબ્રેશનમાં સ્કાય કલરના એમ્બ્રોઈડરી કુર્તા અને વ્હાઈટ પાયજામા પહેરીને પહોંચ્યો હતો. શાહરુખ ખાનની સાસુ પણ આ પાર્ટીમાં આવી હતી.

ગણેશ ચતુર્થીની ઉજવણીમાં સેલેબ્સે હાજરી આપી: અંબાણીના ઘરે એન્ટિલિયાની અંદર શું થયું તે જોઈને શાહરુખ ખાનના ચાહકો ખૂબ જ ખુશ હતા. આ પ્રસંગે બોલિવુડ ઐશ્વર્યા રાય સાથે તેમની પુત્રી આરાધ્યા, માધુરી દીક્ષિત અને કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા, રેખા, અનિલ કપૂલ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, જાનવી કપૂર, ખુશી કપૂર, બોની કપૂર, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, જુહી ચાવલા, જેનેલિયા અને રિતેશ દેશમુખ પણ આ પ્રસંગમાં જોડાયા હતા.

શાહરુખ ખાનની ફિલ્મ: શાહરુખ ખાને શરુઆતમાં દરેકને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ 'પાઠવી' હતી. હાલમાં શાહરુખ ખાનની જવાન ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. સ્થાનિક સ્તરે 500 કરોડનો આકડો પાર કરી લીધો છે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં નયનતારા, વિજય સેતુપતિ, દીપિકા પાદુકોણ અને સંજય દત્ત સામેલ છે. શાહરુખ ખાન આગામી 'ડંકી' ફિલ્મમાં જોવા મળશે.

  1. Ambani Ganesh Chaturthi Celebrations: અંબાણી પરિવારના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા 'જવાન'ની ટીમ સહિત આ સ્ટાર્સ પહોંચ્યા
  2. Ambani Ganesh Chaturthi Celebrations: અંબાણી પરિવારના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા 'જવાન'ની ટીમ સહિત આ સ્ટાર્સ પહોંચ્યા
  3. Rag Neeti Wedding: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢાના લગ્નની ભવ્ય તૈયારી શરુ, જાણો લગ્નની તારીખ સ્થળ વિશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.