હૈદરાબાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુકેશ ચંદ્રશેખર છેતરપિંડી કેસમાં (Sukesh Chandrasekhar fraud case) વારંવાર નિશાન બનનારી બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ સામે મોટી કાર્યવાહી (ED against jacqueline fernandez) કરી છે. ખંડણી કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ સામે મોટી મુશ્કેલી આવી છે. EDએ અભિનેત્રીની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં રૂપિયા 7.12 કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ એસેટ્સ પણ સામેલ છે.
આ પણ વાંચો : સારા અલી ખાન સહિત આ અભિનેત્રી ઠગ સુકેશ ચંદ્રશેખરના નિશાને હતી, EDનો ખુલાસો
છેતરપિંડી કેસમાં કાર્યવાહી : EDએ જણાવ્યું છે કે, 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રીને 5.71 કરોડ રૂપિયાની ભેટ આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુકેશે જેકલીનના પરિવારના સભ્યોને લગભગ 1,73,000 યુએસ ડોલર અને લગભગ 27,000 ઓસ્ટ્રેલિયન ડોલરનું ફંડ પણ આપ્યું હતું.
આ પણ વાંચો : સુકેશ ચંદ્રશેખરનો EDને દાવો, જેકલીન ફર્નાન્ડીઝ ખોટી છે, મેં 1.80 લાખ ડોલર આપ્યા
સુકેશ સામે 215 કરોડની છેતરપિંડીનો કેસ : હાલમાં, સુકેશ રાજકારણી ટીટીવી ધિનાકરન સાથે સંકળાયેલા પાંચ વર્ષ જૂના છેતરપિંડીના કેસમાં સંડોવાયેલો છે. EDએ આ કેસના સંબંધમાં 4 એપ્રિલે તેની ધરપકડ કરી હતી. તે જ સમયે, ગયા વર્ષે સુકેશને ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલયના અધિકારી હોવાનો ઢોંગ કરીને દિલ્હી સ્થિત ઉદ્યોગપતિની પત્ની પાસેથી 215 કરોડ રૂપિયા પડાવવાના આરોપમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.