મુંબઈઃ બોલિવુડના કિંગ શાહરૂખ ખાન વર્ષના અંતમાં વધુ એક ધમાકો કરવા તૈયાર છે. ફિલ્મ ‘ડિંકી’ ક્રિસમસના અવસર પર સિનેમાઘરોમાં આવશે. શાહરૂખની ફેન ક્લબે પણ લાંબા સમયથી સોશિયલ મીડિયા પર ફિલ્મનું પ્રમોશન કરવાનું શરૂ કરી દીધું હતું. 'ડિંકી' એ શાહરૂખ ખાનની રાજકુમાર હિરાણી સાથેની પહેલી ફિલ્મ છે. જે સંજુ, પીકે, 3 ઈડિયટ્સ અને મુન્નાભાઈ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માટે જાણીતા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ડંકી ફિલ્મની સ્ટારકાસ્ટ: શાહરૂખ ઉપરાંત ડંકીમાં બોમન ઈરાની, તાપસી પન્નુ, વિકી કૌશલ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર જેવા કલાકારો સામેલ છે. તેને હિરાણી અને અભિજાત જોશીએ લખી છે. આ જોડીમાં લેખિકા કનિકા ધિલ્લોન પણ જોડાઈ છે.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?: તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન 2023માં પોતાની ત્રીજી ફિલ્મથી બોક્સ ઓફિસ પર ધમાકો કરવા જઈ રહ્યો છે. શાહરૂખ ખાને પઠાણ અને જવાન ફિલ્મોથી બોક્સ ઓફિસ પર રૂપિયા 1000 કરોડની કમાણી કરી છે અને હવે ડંકી સાથે રૂપિયા 1000 કરોડની હેટ્રિક કરવાનો વારો છે. આ પહેલીવાર છે જ્યારે શાહરૂખ ખાન લગે રહો મુન્નાભાઈ, 3 ઈડિયટ્સ અને સંજુના ડિરેક્ટર રાજકુમાર હિરાની સાથે કામ કરી રહ્યો છે. ડંકી 21 ડિસેમ્બરે વિશ્વભરમાં અને 22 ડિસેમ્બરે ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે.
પ્રભાસની 'સલાર' સાથે થશે ટક્કર: પઠાણ અને જવાનની સફળતા બાદ, ડંકી આ વર્ષે શાહરૂખ ખાનની ત્રીજી રિલીઝ થશે. 21 ડિસેમ્બરે ડંકીની સાથે પ્રભાસની 'સલાર' થિયેટરમાં મોટા પડદા પર આવવા માટે તૈયાર છે.
આ પણ વાંચો: