હૈદરાબાદ: કરણ જોહરની ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'નું ચોથુ ગીત રિલીઝ થઈ ગયું છે. તારીખ 24 જુલાઈના રોજ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' ફિલ્મનું 'ગીત ઢિંઢોરા બાજે રે' રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગ રણવીર અને આલિયાએ કોલકત્તામાં ફિલ્મ પ્રમોશન દરમિયાન લોન્ચ કર્યું છે. ફિલ્મના ચોથા ગીતનું કંપોઝ ફેમસ સંગીતકાર પ્રીતમે કર્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ચોથુ ગીત રિલીઝ: આ સોન્ગ વીડિયોમાં રણવીર અને આલિયા દુર્ગા પુજામાં શાનદાર ડાન્સ કરતા જોવા મળે છે. આ ગીતમાં રણવીર અને આલિયા એટલે કે, રોકી અને રાની પોતાના પરિવારની સામે પ્રેમોનો ખુલાસો કરતા જોવા મળે છે. 'ઢિંઢોરા બાજે રે' ગીત દર્શન રાવલ અને ભૂમિ ત્રિવેદીએ ગાયું છે. ગીતના બોલ ફેમસ સંગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે.
રોકી-રાનીનો અદભૂત ડાન્સ: પ્રીતમના સંગીતથી ગીતને શણગારવામાં આવ્યું છે. ગીતમાં જોવા મળે છે કે, બંગાળી પરિવારની રાની-આલિયા અને જટ પંજાબી રોકી-રણવીર રેડ કલરના ડ્રેસ પહેરીને દુર્ગા પુજામાં અદભૂત ડાન્સ કરી રહ્યાં છે. રોકી અને રાનીને જોઈને લાગે છે કે, તેઓ પોતાના પરિવાર સામે 'ઢિંઢોરા બાજે રે' ગીત પર ડાન્સ કરીને તેમના પ્રેમનો ખુલાસો કરતા જોવા મળે છે. હવે તેમનું પરિવાર તેમના પ્રેમની વિરુધ જોવા મળે છે. કારણ કે, આ બન્ને પરિવારના રિતરીવાજ અલગ અલગ છે.
ફિલ્મ રિલીઝ ડેટ: હવે આ ગીત સોશિયલ મીડિયામાં આગની ઝડપે ફેલાઈ રહ્યું છે. આ ફિલ્મ તારીખ 28 જુલાઈએ સિનેમાઘરોમાં જોવા મળશે. ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સહિત ધર્મેન્દ્ર, જયા બચ્ચન, શબાના આઝમી જેવા દિગ્ગજ કલાકારો મહત્ત્વની ભૂમિકા જોવા મળવાના છે. આ સાથે નર્દેશક કોરણ જોહરના પણ ફિલ્મ ઉદ્યોગમાં 25 વર્ષ પુરા થયા છે.