ETV Bharat / entertainment

Dev Anand Birth Anniversary: દેવ આનંદની આજે 100મી જન્મજયંતિ, જાણો એવરગ્રીન એક્ટરની કારકિર્દી

પ્રખ્યાત અભિનેતા દેવ આનંદના ચાહકો મંગળવારે તેમની 100મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે. અભિનેતા તેમના સમયના સૌથી પ્રખ્યાત સ્ટાર્સમાંના એક હતા. દેવ આનંદે પોતાની એક નવી ઓળખ ઉભી કરી હતી. તેમણે પોતાના શાનદાર અભિનયથી ચાહકોના દિલમાં જગ્યા બનાવી હતી.

દેવ આનંદની 100મી જન્મજયંતિ
દેવ આનંદની 100મી જન્મજયંતિ
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 1:26 PM IST

હૈદરાબાદ: હિન્દી સિનેમાના ક્ષેત્રમાં એવા થોડા નામ છે, જેમણે સમયની રેત પર અમિટ છાપ છોડી છે. દેવ આનંદ તેમના એક છે. આજે અભિનેતા દેવ આનંદની જન્મજયંતિ છે, ત્યારે સદાબહાર રોમેન્ટિક હીરો બનવા પાછળનું રહસ્ય ખોલવાનો સમય આવી ગયો છે. દેવ આનંદની સફર વર્ષ 1940ના દાયકામાં શરુ થઈ હતી. પંજાબના ગુરદાસપુર જિલ્લામાં જન્મેલા દેવ પાસે અભિનય કુશળતા, શક્તિ અને સરળ શૈલીનું અનોખુ મિશ્રણ હતું.

દેવ આનંદની કારકિર્દી: દેવ આનંદની ફેશન સ્ટાઈલ પણ અનોખી હતી. તેઓ સૂટ, સ્કાર્ફ અને સાથે સ્ટાઈલિશ ટોપી પહેરતા હતા. દેવ આનંદ માત્ર તેમના કપડાને લઈને જાણીતા ન હતા, પરંતુ તેઓ પોતાના આંતરિક સ્વેગ માટે પણ જાણીતા હતા. અભિનેતા પોતાના શાનદાર અને આકર્ષક દેખાવને કારણે સૌને પ્રભાવિત કર્યા હતા. તેમના ઓન-સ્ક્રીન પાત્રો વાસ્તવિક જીવનને પ્રતિંબિત કરે છે. દેવ એક મોહક, સ્વતંત્ર અને હિંમતવાન વ્યક્તિની જેમ પોતાની શરતો પર જીવન જીવતા હતા, જેના કારણે તેઓ લોકપ્રિય બન્યા હતા. આ સાથે તેઓ માત્ર હીરો જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ એક પ્રભાવશાળી વ્યક્તિ બની ગયા હતા.

શા માટે દેવ આનંદ સ્ટાઈલ આઈકોન હતા: એક અભિનેતા તરીકે દેવ આનંદે સદાબહાર દરજ્જામાં ફાળો આપ્યો છે. દેવ આનંદ પાસે ભાષાના અવરોધોને પાર કરી પ્રેક્ષકો સાથે ભાવનાત્મક રીતે જોડાવાની અનન્ય ક્ષમતા હતી. દેવ આનંદ અભિનેતા ઉપરાંત દિગ્દર્શક, લેખક, ફિલ્મ નિર્માતા પણ હતા. દેવ આનંદ નવી સ્ટોરી રજુ કરવાની અને સિનેમેટિક તકનિકો સાથે પ્રયોગ કરવાની તેમની ઈચ્છા માટે જાણીતા હતા. વહીદા રહેમાન નિર્મિત ફિલ્મ 'ગાઈડ'માં દેવ આનંદે શાનદાર અભિનય કર્યો હતો. ભારતીય સિનેમા અને સંસ્કૃતિ પર દેવ આનંદે 6 દાયકાથી પણ વધુની કારકિર્દી દરમિયાન અમિટ છાપ છોડી છે. તેઓ માત્ર ફિલ્મ સ્ટાર ન હતા, પરંતુ તેઓ એક યુગ પ્રતિક હતા.

  1. mission raniganj Trailer: અક્ષય કુમાર-પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ 'મિશન રાણીગંજ'નું ટ્રેલર આઉટ, જુઓ અહીં
  2. Madhuri Dixit Lok Sabha Elections 2024: ધક ધક ગર્લ માધુરી દીક્ષિત લડશે લોકસભાની ચૂંટણી, ભાજપમાંથી મળી શકે ટિકિટ
  3. Swara Bhasker Baby Girl: અભિનેત્રી સ્વરા ભાસ્કર માતા બની, ચાહકોએ પાઠવ્યા અભિનંદન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.