ETV Bharat / entertainment

દીપિકા પાદુકોણની બેશરમ રંગએ ઈન્દોરમાં મચાવ્યો હંગામો મચાવ્યો, ફાટી નિકળી આગ

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણના બેશરમ રંગ (Besharam Rang) ગીતમાં દીપિકા પાદુકોણની કેસરી રંગની બિકીની (Deepika Padukone bhagwa bikini)એ ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મનો મધ્યપ્રદેશમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે.

દીપિકા પાદુકોણની બેશરમ રંગએ ઈન્દોરમાં મચાવ્યો હંગામો મચાવ્યો, ફાટી નિકળી આગ
દીપિકા પાદુકોણની બેશરમ રંગએ ઈન્દોરમાં મચાવ્યો હંગામો મચાવ્યો, ફાટી નિકળી આગ
author img

By

Published : Dec 15, 2022, 12:41 PM IST

હૈદરાબાદ: 4 વર્ષ બાદ લીડ એક્ટર તરીકે કમબેક કરી રહેલા બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. અહીં શાહરૂખ ખાન ફિલ્મ 'પઠાણ' સાથે સિલ્વર સ્ક્રીન પર ધમાકો કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યો છે અને મધ્યપ્રદેશમાં લોકોના દિલમાં આ ફિલ્મ માટે નફરતની આગ ઉકળી રહી છે. હકીકતમાં તાજેતરમાં જ ફિલ્મ 'પઠાણ'નું પહેલું ગીત 'બેશરમ રંગ' રિલીઝ થયું (Besharam Rang) હતું. જેમાં દીપિકા પાદુકોણે કેસરી રંગની બિકીની પહેરી (Deepika Padukone bhagwa bikini) છે. ગીતમાં દીપિકાએ ભગવા બિકીનીમાં બોલ્ડ લુક આપ્યો છે. જેના પર હિન્દુ મહાસભાનું તાપમાન વધી ગયું છે. હવે ફિલ્મ નિર્માતાઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી રહી છે કે, આ ગીતમાં ફેરફાર કરવામાં આવે, નહીં તો તેઓ ફિલ્મને રાજ્યમાં રિલીઝ થવા દેશે નહીં.

'પઠાણ' સામે વિરોધ: આવી સ્થિતિમાં શાહરૂખ અને દીપિકાની આ ફિલ્મ મુશ્કેલીમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈન્દોરમાં ફિલ્મનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિક શિવાજી જૂથે વિવાદાસ્પદ દ્રશ્યને દૂર કરવા અથવા સંપાદિત કરવાની માંગ કરી છે. આટલું જ નહીં ઈન્દોરમાં લોકો ગુસ્સામાં છે અને તેઓ શાહરૂખ અને દીપિકાના પૂતળા બાળી રહ્યા છે. દેખાવકારોએ રસ્તા પર પડાવ નાખ્યો છે. હવે શાહરૂખ અને દીપિકાની ફિલ્મ 'પઠાણ'નો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

મંત્રી નરોત્તમ મિશ્રાની ચેતવણી: આ પહેલા મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ગીતમાં દીપિકા પાદુકોણે કેસરી બિકીની પહેરી ત્યારે હંગામો મચાવ્યો હતો. મંત્રીએ સ્પષ્ટ સ્વરમાં કહ્યું હતું કે, ગીતના તે દ્રશ્યો બદલવા જોઈએ. મંત્રીએ એવી ચેતવણી પણ આપી હતી કે, જો આમ નહીં થાય તો તેઓ ફિલ્મ 'પઠાણ'ને મધ્યપ્રદેશમાં રિલીઝ નહીં થવા દે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે: શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ અને ટાઈગર શ્રોફ (કેમિયો રોલ) સ્ટારર ફિલ્મ 'પઠાણ' આવતા વર્ષે તારીખ 25 જાન્યુઆરી (વર્ષ 2023) પ્રજાસત્તાક દિવસના અવસરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના ટ્રેલરે તો ધૂમ મચાવી દીધી છે અને હવે શાહરૂખના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મની રિલીઝને માત્ર દોઢ મહિનો જ બાકી છે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ 'પઠાણ' બોક્સ ઓફિસ પર કેવો પ્રતિસાદ આપે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.