મુંબઈ: પ્રેમ કોઈ પણ સાથે ગમે ત્યાં અને કોઈ પણ સાથે થઈ શકે છે, પછી તે અલગ-અલગ વ્યવસાય કરતા હોય કે અલગ અલગ ધર્મ. તાજેતરમાં ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટિના નેતા રાઘવ ચઢ્ઢાના લગ્ન ચર્ચામાં છે. તારીખ 24 સપ્ટેમ્બરે બંને સાત ફેરા લેશે. રાઘવ રાજકારણી છે, જ્યારે પરિણીતી બોલિવુડમાંથી છે. આ લિસ્ટમાં અન્ય સેલેબ્સ પણ સામેલ છે અહીં જુઓ. પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા, સ્વરા ભાસ્કર-ફહાદ અહેમદ તેમજ આયેશા ટાકિયા-ફરહાન આઝમી પણ સામેલ છે. અહીં જુઓ કે આ કપલ કેવી રીતે પ્રેમમાં પડ્યા અને ક્યારે એકબીજાના લાઈફ પાર્ટનર બન્યા.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા: પરિણીતી અને રાઘવ ચઢ્ઢા ભલે અલગ અલગ ફિલ્ડમાંથી આવતા હોવા છતાં, બંને ખૂબ જ સારા મિત્રો છે. રાગ્નીતીએ યુકેમાં સાથે અભ્યાસ કર્યો હતો. મળતી માહિતી મૂજબ બંનેની મુલાકાત યુકેમા થઈ હતી. પરિણીતીએ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાં એડમિશન લીધું અને રાઘવે લંડના સ્કૂલ ઓફિ ઈકોનિક્સમાં એડમિશન લીધું હતું. તેમની મિત્રતા પછી, બંનેને ફિલ્મના સેટ પર પ્રેમ થઈ ગયો અને આજે બંનેએ એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કર્યા છે.
સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદ: બોલિવુડની સ્પષ્ટવક્તા અભિનેત્રી સ્વરા ભાસ્કરનું નામ આ યાદીમાં બીજા નંબરે આવે છે. ફહાદ સમાજવાદી પાર્ટીના નેતા છે. જાન્યુઆરી 2020માં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ અને ટૂંક સમયમાં જ આ મિત્રતા પ્રેમમા બદલાઈ ગઈ. સ્વરા-ફહાદે વર્ષ 2023ના પહેલા મહિનામાં તારીખ 6 જાન્યુઆરીમાં લગ્નની નોંધણી કરાવ્યા બાદ લગ્ન કર્યા હતા. બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણી વાર પોતાની સુંદર તસવીરો શેર કરતા રહે છે.
આયેશા ટાકિયા-ફરહાન આઝમી: સલમાન ખાનની અભિનેત્રી આયેશા ટાકિયા પણ રાજનેતાના પ્રેમમાં પડી ગયા અને ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા. સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીએ વર્ષ 2009માં તેમના સંબંધની જાહેરાત કરી હતી. આયેશાએ મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય અબુ આસીમ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા છે. ફરહાન સમાજવાદી પાર્ટીમાં જોડાયો હતો.