રાંચીઃ ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' અને 'ગદર: એક પ્રેમ કથા'માં પોતાની કૌશલ્ય સાબિત કરનાર ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ છેતરપિંડીના કેસનો સામનો કરી રહી છે. આ સંબંધમાં તેને રાંચીની કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. જ્યાં તેમને જામીન મળી ગયા હતા. અમિષા પટેલની ફિલ્મ 'ગદ્દર 2' રિલીઝ થવાની તૈયારીમાં ત્યારે આ તાજેતરના સમાચારે ખડભળાટ મચાવ્યો છે.
અભિનેત્રી પર આરોપ: અમીષા પટેલ પર રાંચી સ્થિત ફિલ્મ નિર્માતા અજય કુમાર સિંહે ચેક બાઉન્સ, છેતરપિંડી અને ધમકીઓનો આરોપ લગાવ્યો હતો. અજય કુમાર સિંહના એડવોકેટ વિજયા લક્ષ્મી શ્રીવાસ્તવે જણાવ્યું કે, હાલમાં તેમને જામીન મળી ગયા છે. પરંતુ કોર્ટે તારીખ 21મી જૂને ફરી હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. અમીષા પટેલ વતી તેમના એડવોકેટ જયપ્રકાશે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
કોર્ટે સમન્સ જારી કર્યાઃ છેતરપિંડી અને ચેક બાઉન્સના કેસમાં અમીષા પટેલના નામે અનેક વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા, પરંતુ તે કોર્ટમાં હાજર રહી ન હતી. બાદમાં કોર્ટે તેની સામે વોરંટ જારી કર્યું હતું. આ મામલો નવેમ્બર 2018નો છે. અજય કુમાર સિંહે આરોપ લગાવ્યો હતો કે, અમીષા પટેલે તેમની પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા હતા. પૈસા લીધા પછી પણ તેણે ફિલ્મ 'દેશી મેજિક'નું કામ નહોતું કર્યું.
2.5 કરોડનો ચેક બાઉન્સોઃ કરારના આધારે વર્ષ 2018માં જ્યારે ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી, ત્યારે અજયે પૈસાની માંગણી કરી હતી. અમીષા પટેલે આના પર વિલંબ શરૂ કર્યો. દબાણ સર્જીને તેણે 2.5 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો, જે બાઉન્સ થયો હતો. આ પછી અજય સિંહે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં કોર્ટે અમીષા પટેલને જામીન આપ્યા છે. આ કેસની આગામી સુનાવણી તારીખ 21 જૂને થશે. હવે તારીખ 21મી જૂને કોર્ટમાં શું થાય છે તે જોવાનું રહેશે.