ચંડિઘઢ: હરિયાણામાં વસરાદના કારણ પરિસ્થિતી બહુ ખરાબ છે. હરિયામાં વસરાદ અને પૂરના કારણે અત્યાર સુધી 35 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 1362 ગામ પ્રભાવિત છે. લાખોં હેક્ટર ખેતી જમીન પર પાણી ફેલાયેલું છે. હજુ પણ આ વિસ્તારોમાં પૂરના કારણે લોકોની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. વરસાદ અને પૂરથી પ્રભાવિત લોકોની મદદ માટે કેટલીય સંસ્થાઓ સામે આવી રહી છે. હવે આ મુશ્કેલીના સમયમાં બોલિવુડના અભિનેતા રણદીપ હુડા પણ મદદ માટે આગળ આવી ગયા છે. રણદી હુડા મંગળવારે હરિયાણામાં પૂરના કારણે નુક્શાન થયેલા વિસ્તારોમાં રાશનનું વિતરણ કરતા જોવા મળ્યા છે.
-
Seva 🙏
— Randeep Hooda (@RandeepHooda) July 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Urging others to come out and join hands in helping each-other 🙏🤗👊🏽@khalsaaid_india @linlaish #AmarpreetSingh #RaviSingh #haryanafloods #punjabfloods #sewa pic.twitter.com/dFciUr4Wqg
">Seva 🙏
— Randeep Hooda (@RandeepHooda) July 19, 2023
Urging others to come out and join hands in helping each-other 🙏🤗👊🏽@khalsaaid_india @linlaish #AmarpreetSingh #RaviSingh #haryanafloods #punjabfloods #sewa pic.twitter.com/dFciUr4WqgSeva 🙏
— Randeep Hooda (@RandeepHooda) July 19, 2023
Urging others to come out and join hands in helping each-other 🙏🤗👊🏽@khalsaaid_india @linlaish #AmarpreetSingh #RaviSingh #haryanafloods #punjabfloods #sewa pic.twitter.com/dFciUr4Wqg
રણદીપ હુડ્ડાનો વીડિયો: રણદીપ હુડ્ડાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રણદીપ હુડ્ડા સેવા આપી રહેલી ટીમ સાથે રાશન આપતા જોવા મળે છે. અભિનેતાની સાથે તેમની ટીમ પણ સેવાકીય કામમાં જોડાયેલી છે. તેમણે વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'સેવા બીજાથી આગળ આવવા અને એકબીજાને મદદ કરવા માટે હાથ મિલાવવાનો આગ્રહ.'
સેવાકીય કાર્યમાં અભિનેતા: વીડિયોમાં રણદીપે માથે પાઘડી પહેરી છે. આ સમયે રણદીપ હુડ્ડા હરિયાણામાં પૂરથી પ્રભાવિત વિસ્તારમાં લોકોને રાશન આપતા જોવા મળે છે. આની સાથે રણદીપ પૂરથી પીડિત લોકોને થઈ શકે એટલી મદદ અને આશ્વાસન આપતા જોવા મળે છે. લોકો રણદીપ હુડ્ડાના આ પગલાના વખાણ કરી રહ્યાં છે.
અભિનેતાનો આગામી પ્રોજેક્ટ: વર્કફ્રન્ટની વાત કરીએ તો રણદીપ હુડ્ડાએ હાલમાં જ ફિલ્મ 'સ્વતંત્ર વીર સાવરકાર'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ વીર સાવરકરના નામથી પ્રખ્યાત ક્રાતિકારી વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત છે. સ્વતંત્ર વીર સાવરકર ફિલ્મ લીજેન્ડ સ્ટૂડિયો અને અવાક ફિલ્મ્સની સાથે આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને રણદીપ હુડ્ડા ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. રણદીપ હુડ્ડા તાજેતરમાં એક સસ્પેન્સફુલ કોપ ડ્રામા સાર્જન્ટમાં જોવા મળ્યા હતા.