હૈદરાબાદ: ફિલ્મ નિર્માતા અને અભિનેતા વિનય પાઠક આજે જન્મદિવસ ઉજવી રહ્યાં છે. વિનય પાઠકનો જન્મ બિહારમાં વર્ષ 1968માં થયો હતો. વિનય પાઠક ફક્ત અભિનેતા જ ન હતા પરંતુ તેઓ ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને થિયેટર અભિનેતા પણ હતા. વિનય પાઠક ફિલ્મ ઉદ્યોગમાં જાણીતું નામ છે. અભિનેતાના જન્મદિવસના અવસરે તેમની કેટલી સુપરહિટ ફિલ્મ વિશે જાણો.
વિનય પાઠકનો જન્મ: વિનયનો જન્મ તારીખ 12 જુલાઈના રોજ બિહારના ભોજપુર જિલ્લામાં થયો હતો. વિનયના પિતા પોલીસ વિભાગમાં પોસ્ટટ હતા. વિનયે રાંચીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે સ્નાતકની ડિગ્રી અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી મેળવી હતી. આગળના અભ્યાસ માટે તેઓ યુનાઈટેડ સ્ટેટ્સ ગયા હતા. વિનયને ફિલ્મ ક્ષેત્રે આગળ કારકિર્દી બનાવવા માટેની હાંકલ કરનાર ફાર્લી રિચમોન્ડ હતા.
ફિલ્મ ક્ષેત્રે સફર: સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કમાં પાઠકે અભ્યાસ દરમિયાન અભિનય કરતા હતા. વિનય પાઠકે 'ખોસલા કા ઘોસલા', 'ભેજા ફ્રાય', 'જોની ગદ્દાર', 'આઈલેન્ડ સિટી' જેવા ઘણી ફિલ્મમાં કામ કર્યું છે. તેમણે 'હિપ હિપ હુરે'માં શાદનાર ભૂમિકા ભજવી હતી. વિનયે 'દશવિદાનિયા' ફિલ્મ બનાવી હતી. ફિલ્મ ઉદ્યોગમાં તેમની સાથે ખાસ મિત્રો હતા, જેમાં રણવીર શૌરી, સુરેશ મેનન અને ગૌરવ ગેરા મુખ્ય હતા.
વિનય પાઠકની ફિલ્મ: વિનય પાઠકે ફિલ્મ, ટેલિવિઝન અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. તેમની ફિલ્મમાં 'આગ', 'બોમ્બે બોયઝ', 'હમ દિલ દે ચુકે સનમ', 'જીસ્મ', 'ધ ફિલ્મ ઈમોશનલ અત્યાચાર', 'બદલાપુર', 'મોટુ પતલુ કિંગ ઓફ કિંગ્સ', 'ધ તાશ્કંક ફાઈલ', 'ભગવાન ભરોશે' સામેલ છે. આ સાથે તેમણે 'દસવિદાનિયા' શશાંત શાહના દિગ્દર્શક હેઠળ બનાવી હતી. આ ઉપરાંત 'મેડ ઈન હેવન' અને 'સ્પેશિયલ ઓપએસ' જેવી વેબસિરીઝમાં પણ કામ કર્યું છે. અભિનેતાને ફિલ્મફેર પુરસ્કાર અને આઈફા એવોર્ડ પણ મળ્યાં છે.