મુંબઈઃ બિગ બોસ 16 સિઝનની ફાઈનલ સ્પર્ધામાં રેપર તરીકે ઓળખાતા પુણેના MC સ્ટેને ખિતાબ જિત્યો હતો. આ બિગ બોસ શો વર્ષ 2022માં શરુ કરવામાં આવ્યો હતો. જેના હોસ્ટ છે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન. આ દરમિયાન જ્યારે બિગબોસે બધાને સ્ટેજ પર બોલાવ્યા હતા ત્યારે સ્પર્ધકોનો પરિચય કરાવ્યો હતો. શો દરમિયાન સ્ટેને પતાના જીવન સાથે જોડયેલા ઘણા ખુલાશા કર્યા છે. સ્ટેનના ફોલોર્સ પણ ખૂબ જ મોટી સંખ્યામાં છે. તેઓ સંગીતકાર પણ છે. તો ચાલો આ સ્ટેન વિશેની કેટલીક ખાસ વાતો શેર કરી છે તે જાણીએ.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: Kiss Day 2023: 'કર્મા' ફિલ્મમાં કિસિંગ સીન 4 મિનિટ સુધી ચાલતા થયો હતો મોટો વિવાદ, જુઓ આ
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સ્ટેનની બાયોગ્રાફી: 'બિગ બોસ' સીઝન 16 નો વિનર મળી ગયો છે. આ શો તારીખ 01 ઓક્ટોબર 2022ના રોજ શરૂ થયો હતો. શોના હોસ્ટ સલમાન ખાને સેલિબ્રિટી સ્પર્ધકોને એક પછી એક સ્ટેજ પર બોલાવ્યા અને દર્શકો સાથે તેમનો પરિચય કરાવ્યો હતો. આ એપિસોડમાં પૂણેના રેપર MC સ્ટેનની એન્ટ્રી સ્ટેજ પર થઈ હતી. આ દરમિયાન MC સ્ટેનના સંઘર્ષ અને સફળતાની સ્ટોરીએ સલમાન ખાનનું દિલ જીતી લીધું હતું. સલમાને સ્ટેનના ખૂબ વખાણ કર્યા હતા. શો દરમિયાન સ્ટેને તેના નામથી લઈને તેની ગર્લફ્રેન્ડ સુધીના ઘણા ખુલાસા કર્યા છે. 130 દિવસથી વધુની લડાઈ પછી રવિવારે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ MC સ્ટેનને 'બિગ બોસ' સિઝન 16નો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. એમસી સ્ટેને શિવ ઠાકરેને હરાવીને 31 લાખ રૂપિયા અને લક્ઝરી કાર સાથે ટ્રોફી જીતી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
MC સ્ટેનનું પુરુ નામ: MC સ્ટેઈનનો જન્મ તારીખ 30 ઓગસ્ટ 1996ના રોજ પુણે મહારાષ્ટ્રમાં થયો હતો. તે પુણેમાં જ મોટો થયો હતો. તેણે પુણેની એક શાળામાંથી 12મું ધોરણ પૂરું કર્યું હતું. સ્ટેનને અભ્યાસ કરતાં ગાવાનો વધુ શોખ હતો. તેથી તે શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી વધુ અભ્યાસ કરી શક્યો નહીં. અલ્તાફ MC સ્ટેઈન કેવી રીતે બન્યો ? MC સ્ટેઈનનું સાચું નામ અલ્તાફ શેખ છે. સ્ટેન અલ્તાફ તડવી તરીકે પણ ઓળખાય છે. વાસ્તવમાં અલ્તાફ ઈન્ટરનેશનલ સિંગર એમિનેમનો મોટો ફેન છે. એમિનેમના ચાહકો તેને 'સ્ટેન' કહેવા લાગ્યા. ત્યારથી તેણે પોતાનું નામ બદલીને MC સ્ટેઈન રાખ્યું હતું.
-
The moment, the very moment that changed it all for MC Stan and his fans!
— Voot Select (@VootSelect) February 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations @MCSTAN16 for taking home the #BiggBoss16 trophy!#MCStan #BiggBoss #BiggBoss16Finale #BB16Finale #GrandFinale #BiggBossOnVootSelect #BB16OnVS #BiggBoss24hrsLive #VootSelect pic.twitter.com/OQ53CvnWcy
">The moment, the very moment that changed it all for MC Stan and his fans!
— Voot Select (@VootSelect) February 12, 2023
Congratulations @MCSTAN16 for taking home the #BiggBoss16 trophy!#MCStan #BiggBoss #BiggBoss16Finale #BB16Finale #GrandFinale #BiggBossOnVootSelect #BB16OnVS #BiggBoss24hrsLive #VootSelect pic.twitter.com/OQ53CvnWcyThe moment, the very moment that changed it all for MC Stan and his fans!
— Voot Select (@VootSelect) February 12, 2023
Congratulations @MCSTAN16 for taking home the #BiggBoss16 trophy!#MCStan #BiggBoss #BiggBoss16Finale #BB16Finale #GrandFinale #BiggBossOnVootSelect #BB16OnVS #BiggBoss24hrsLive #VootSelect pic.twitter.com/OQ53CvnWcy
ફોલોઅર્સ અને ગર્લફ્રેન્ડ: સ્ટેન એક રેપર તેમજ યુટ્યુબર છે. તે તેના સ્ટાઇલિશ કપડાં અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતા રહે છે. ચાહકો તેના હેરસ્ટાઇલના દિવાના છે. આ હેરસ્ટાઇલમાં સ્ટેન હોટ અને સ્ટાઇલિશ લાગે છે. સોશિયલ મીડિયા પર તેમના ઘણા ફોલોઅર્સ છે. સ્ટેનના ઇન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે 2.6 મિલિયન યુટ્યુબ સબ્સ્ક્રાઇબર્સ છે. સ્ટેનની ગર્લફ્રેન્ડની વાત કરીએ તો તેની ગર્લફ્રેન્ડનું નામ નિયા હતું. અને હવે સ્ટેન બુબાને ડેટ કરી રહ્યો છે. સ્ટેને 'બિગ બોસ' શો દરમિયાન બૂબાનું નામ લીધું હતું, જેનો ખુલાસો સ્ટેને શોના તેના ફેમિલી વીકમાં કર્યો હતો કે, તે જલ્દી જ બૂબા સાથે લગ્ન કરશે. બુબાનું સાચું નામ અનમ શેખ છે.
આ પણ વાંચો: Allu Arjun In SRK Jawan: SRKની 'જવાન'થી બોલિવૂડમાં સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની એન્ટ્રી, હવે થશે ધમાલ
સ્ટેઈનની સંપત્તિ: સ્ટેનની કુલ સંપત્તિ 16 કરોડ રૂપિયા છે. માત્ર સ્ટેનના નેકપીસની કિંમત 1.5 કરોડ છે. બીજી તરફ, 'બસ્તી કા હસ્તી' છોકરાએ 80 હજારની કિંમતના જૂતા પહેર્યા છે. સ્ટેને પોતે 'બિગ બોસ 16'માં આ વાતનો ખુલાસો કર્યો હતો. જો મીડિયા રિપોર્ટ્સ અનુસાર માનીએ તો એમસી સ્ટેન તેના કોન્સર્ટમાંથી તગડી રકમ કમાય છે. એમસી સ્ટેનના પ્રખ્યાત ગીત 'વાત', 'ખુજા મત', 'તડીપર', 'કલ હૈ મેરા શો', 'મા બાપ', 'ઇન્સાનિયત', 'એક દિન પ્યાર', 'ખાજવે વિચાર', 'નંબરકારી'.
MC સ્ટેનની લોકપ્રિયતા: સ્ટેન એક ભારતીય રેપર, ગીતકાર, સંગીત નિર્માતા અને સંગીતકાર છે. વર્ષ 2018માં MC સ્ટેનનું પહેલું ગીત 'વાત' તેની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયું હતું. તે જ સમયે વર્ષ 2019માં તે તેના ગીત 'ખુજા મત' ના રિલીઝ પછી લોકપ્રિય બન્યો. જ્યારે તેણે કવ્વાલી ગાવાનું શરૂ કર્યું ત્યારે તે માત્ર તેમની ઉંમર 12 વર્ષની હતી. તેમનો પરિચય તેમના ભાઈ દ્વારા રેપ સંગીત સાથે થયો હતો. રેપિંગ પહેલાં સ્ટેન બી-બોયિંગ અને બીટબોક્સિંગમાં હતો. 'શેમડી', 'એપ્રિસિયેટ યુ', 'હક સે', 'ફીલ યુ બ્રો', 'હિન્દી માતૃભાષા' અને 'રાવસ' જેવા તેમના વન લાઇનર્સે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. સ્ટેન પોતાને 'ટાઉન્સ સેલિબ્રિટી' કહે છે.