ETV Bharat / entertainment

Bathukamma Song: 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું 'બતકમ્મા' ગીત રિલીઝ, જુઓ સલમાન ખાનનો લૂક - સલમાન ખાનનું ગીત

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ગીત બતકમ્મા તારીખ 31 માર્ચના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં સલમાન ખાન સાઉથ ઈન્ડિયન લુકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. આ ગીતમાં સલમાન ખાન અને અભિનેત્રી પુજા હેગડે સાઉથ ઈન્ડિયનના લૂકમાં અદભૂત લાગી રહ્યાં છે. જુઓ સોન્ગમાં સલમાન અને પુજાનો સાઉથ ઈન્ડિયન લૂક.

Bathukamma Song: 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું 'બતકમ્મા' ગીત રિલીઝ, જુઓ સલમાન ખાનનો લૂક

author img

By

Published : Mar 31, 2023, 4:36 PM IST

મુંબઈઃ બોલિવૂડના 'ભાઈજાન' સલમાન ખાન, પૂજા હેગડે, શહનાઝ ગિલ અને પલક તિવારી સ્ટારર ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નવું ગીત 'બતકમ્મા' તારીખ 31 માર્ચે રિલીઝ થઈ ગયું છે. આ ગીત તેલુગુ ભાષામાં છે અને આ ગીતમાં તમામ પાત્રો સાઉથ ઈન્ડિયન લુકમાં જોવા મળી રહ્યા છે. સલમાન ખાન લુંગી અને શર્ટમાં ડેશિંગ દેખાઈ રહ્યા છે અને સાઉથ ઈન્ડિયન લૂકમાં અભિનેત્રી પૂજા હેગડે અદભૂત લાગી રહી છે.

આ પણ વાંચો: Citadel Trailer 2 Out: સિટાડેલનું નવું ટ્રેલર રિલીઝ, જુઓ દેશી ગર્લનો રોમેન્ટિક અવતાર

બતકમ્મા ગીત રિલીઝ: દર વખતની જેમ આ વખતે પણ તે સુંદરતાની પ્રતિમા જેવી લાગી રહી છે. ગીતના બાકીના પાત્રો પણ સાઉથ ઈન્ડિયન લુકમાં આવરી લેવામાં આવ્યા છે. આ ગીતમાં સલમાન ખાનની ફિલ્મ તેરે નામની અભિનેત્રી ભૂમિકા ચાવલા પણ છે. આ ગીત સાઉથના સિંગર સંતોષ વેંકી, આયરા ઉડુપી, સુચેતા બસરુર અને વિજયાલક્ષ્મી મેટિન્હાલેએ સાથે ગાયું છે. આ ગીત સાઉથના દિગ્ગજ સંગીતકાર રવિ બસરુરે કમ્પોઝ કર્યું છે. સલમાન ખાન ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી તેના ચાહકોને ઈદની ભેટ આપવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો: Harrdy Sadhu: હાર્ડી સંધુએ પરિણીતી ચોપરાને પાઠવ્યા અભિનંદન, અભિનેત્રીના લગ્ન અંગે કરી સ્પષ્ટતા

ફિલ્મ કલાકારો: આ ફિલ્મ ઈદના અવસર પર તારીખ 21 એપ્રિલ 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ફરહાદ સામજીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં સલમાન ખાન, પૂજા હેગડે, શહનાઝ ગિલ, પલક તિવારી, ભૂમિકા ચાવલા, દક્ષિણ અભિનેતા વેંકટેશ, કોરિયોગ્રાફર રાઘવ જુયાલ, પંજાબી ગાયક જસ્સી ગિલ અને TV અભિનેતા સિદ્ધાર્થ નિગમનો સમાવેશ થાય છે. 'પંજાબ કી કેટરીના કૈફ' શહનાઝ ગિલ અને 'બિજલી ગર્લ' પલક તિવારી આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.