હૈદરાબાદ: હોલિવુડની પોપ્યુલર ફિલ્મ 'ઓપેનહેમર' તારીખ 21 જુલાઈએ વિશ્વ સ્તરે રિલીઝ થઈ હતી. આ સાથે એક બીજી ગ્રેટા ગેર્વિગની ફિલ્મ 'બાર્બી' પણ વૈશ્વિક સ્તરે રિલીઝ થઈ હતી. 'બાર્બી' ફિલ્મની ભારતીય બોક્સ ઓફિસ પર કમાણી 'ઓપેનહેમર'ની તુલનાએ ખુબ જ ઓછી છે, પરંતુ વૈશ્વિક સ્તરે 'બાર્બી' ફિલ્મે જીત મેળવી છે. 'બાર્બી'એ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી દીધી છે. એટલું જ નહિં પરંતુ વૈશ્વિક સ્તરે ઓપેનહેમનરની કામાણી કરતા બાર્બીની બે ગણી વધુ છે.
બાર્બી ફિલ્મની કમાણી: 'ઓપેનહેમરે' ભારતીય બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ભારતીય બોક્સ ઓફિસ પર 'ઓપેનહેમર'ની કમાણી બાર્બી ફિલ્મ કરતા બે ગણી વધુ છે. વર્લ્ડવાઈડ ઓપનિંગ વિકેન્ડ પર 'બાર્બી'નું કુલ કલેક્શન હજાર કરોડથી પણ વધુ છે. માર્ગોટ રોબી અને રિયાન ગોસલિંગ સ્ટારર ફિલ્મ 'બાર્બી'એ ભારતમાં કેટલું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે ? તે અહિં જાણીએ.
વર્લ્ડવાઈડ કેલક્શન: ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મ 'ઓપેનહેમર'ને વધુ સમય આપવામાં આવી રહ્યો છે. 'ઓપેનહેમરે' 3 દિવસમાં એટલે કે, ઓપનિંગ વિકેન્ડ પર 50 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે 'બાર્બી'નું કુલ કલેક્શન 18 કોરડ રુપિયા છે. આ હતું ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન. હવે વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો, 'ઓપેનહેમરે' 660 કોરડ રુપિયાની કમાણી કરી છે, જ્યારે 'બાર્બી'એ 1271 કરોડ રુપિયાની કમાણી કરી છે.
ઓપેનહેમર ફિલ્મનો જાદુ: 'સ્ટેસ્ટેલર' અને 'ડનકર્ક' જેવી ધમાકેદાર ફિલ્મના ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલનનો જાદુ થયેટરોમાં યથાવત છે. આ વિવાદિત ફિલ્મ હોવા છતાં બોક્સ ઓફિસ પર તે સારું પ્રદર્શન કરી રહી છે. હોલીવુડની 'બાર્બી' ફિલ્મને પાછડ છોડી ભારતીય બોક્સ ઓફિસ પર 'ઓપેનહેમર' રાજ કરી રહી છે. આ બન્ને ફિલ્મ તારીખ 21 જુલાઈએ વૈશ્વિક સ્તરે રિલીઝ થઈ હતી.