હૈદરાબાદ: આયષ્માન ખુરાના અને અનન્યા પાંડેની આગામી ફિલ્મ આવતા મહિને રિલીઝ થવા માટે તૈયાર છે. ત્યારે તારીખ 25 જુલાઈના રોજ ફિલ્મ નિર્માતાઓએ 'ડ્રીમ ગર્લ 2'માંથી આયુષ્માન ખુરાનાનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. એક્ટર અને મેકર્સે વચન મુજબ ફિલ્મ રિલીઝના એક મહિના પહેલા આયુષ્માન ખુરાનાનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. આ ફિલ્મ તારીખ 25 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.
અભિનેતાની પ્રથમ ઝલક: 'ડ્રીમ ગર્લ 2'ના નિર્દેશક રાજ શાંડિલ્ય છે. આ ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2019માં રિલીઝ થયો હતો. 'ડ્રીમ ગર્લ'માં આયુષ્માન ખુરાના અને નુસરત ભરુચાએ શાનદાર અભિનય કર્યો છે. 'ડ્રીમ ગ્રલ 2'માં આ વખતે આયુષ્માન ખુરાના સાથે લિડ રોલમાં અનન્યા પાંડે જોવા મળશે. અભિનેતા આયુષ્માન ખુરાનાએ ફિલ્મની પ્રથમ ઝલક શેર કરી છે. આ ઝલક શેર કરીને લખ્યું છે કે, ''આ તો હજુ પ્રથમ ઝલક છે. અરિસામાં વસ્તુ જેટલી સુંદર દેખાય છે, તેનાથી પણ તે વધુ સુંદર દેખાય છે.''
હોટ અવતારમાં અભિનેતા: ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'માંથી આયુષ્માન ખુરાનાનો બહાર આવોલો નવો લુક જોતા જ પસંદ આવી જશે. ફર્સ્ટ લુકમાં આયુષ્માન ખુરાના હોટ પૂજાના અવતારમાં જોવા મળે છે. બીજી બાજુ અરિસામાં પોતાના ઓરિજનલ લુકમાં જોવા મળે છે. બન્ને લુકમાં આયુષ્માનના હાથમાં લિપસ્ટિક છે. ફિલ્મના પહેલા ભાગમાં જે સ્ટાર કાસ્ટ હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 'પાર્ટ 2'માં કલાકારો બદલાય ગયા છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ: ફિલ્મના પ્રથમ ભાગમાં નુસરત ભરુચા, અન્નુ કપૂર, વિજય રાજ અને અભિષેક બેનર્જીએ પોતાના કોમેડી અંદાજથી લોકોને ખુબ હંસાવ્યા હતા. આ વખતે અન્નુ કપૂર, વિજય રાજની સાથે સાથે પરેશ રાવલ અને રાજપાલ યાદવ પણ દર્શકોને હંસાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ તારીખ 25 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મની નિર્માતા એક્તા કપૂર અને તેમની માતા શોભા કપૂર છે.