ETV Bharat / entertainment

આર્યન ખાન કરશે દારૂનો ધંધો, દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યો છે દેશી વોડકા બ્રાન્ડ - આર્યન ખાન દેશી વોડકા બ્રાન્ડ

આર્યન ખાને તાજેતરમાં જ તેના બોલિવૂડ ડેબ્યૂની જાહેરાત કરી (Aryan work in Bollywood) હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આર્યન ખાન દારૂના વ્યવસાયમાં જોડાવા જઈ રહ્યો છે. આ સાથે ભારતમાં વોડકા બ્રાન્ડ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યો (Vodka Brand in India) છે.

Etv Bharatઆર્યન ખાન કરશે દારૂનો ધંધો, દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યો છે દેશી વોડકા બ્રાન્ડ

author img

By

Published : Dec 13, 2022, 4:39 PM IST

હૈદરાબાદઃ સુપરસ્ટાર શાહરૂખ ખાન છેલ્લા 3 દાયકાથી બોલિવૂડ પર રાજ કરી રહ્યો છે. હવે તેમના બાળકો મોટા થઈ ગયા છે અને તેમની કારકિર્દી પર ધ્યાન આપી રહ્યા છે. શાહરૂખનો પુત્ર આર્યન અને પુત્રી સુહાના ખાન બોલિવૂડમાં પગ મુકવા જઈ રહ્યા (Aryan work in Bollywood) છે. શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આર્યન ખાને તારીખ 6 ડિસેમ્બરે તેમનો પહેલો બોલિવૂડ પ્રોજેક્ટ તૈયાર કર્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આર્યન ખાને એક સ્ક્રિપ્ટ શેર કરીને બોલિવૂડમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય આર્યન ખાન વિશે મોટા સમાચાર આવી રહ્યા છે કે, હવે તે દારૂના બિઝનેસમાં આવવા જઈ રહ્યો છે અને તે ભારતમાં વોડકા બ્રાન્ડ લોન્ચ (Vodka Brand in India) કરશે. આ માટે આર્યન ખાને એક લિકર કંપની સાથે હાથ મિલાવ્યા છે.

વોડકા બ્રાન્ડ ભારતમાં થશે લોન્ચ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર 25 વર્ષીય આર્યન ખાન હવે ભારતમાં પ્રીમિયમ વોડકા બ્રાન્ડ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યો છે. તે પોતાના બિઝનેસ પાર્ટનર્સ સાથે મળીને આ કામ કરવા જઈ રહ્યો છે. આ માટે આર્યન ખાન અને તેમના ભાગીદારોએ વિશ્વની સૌથી મોટી લિકર મેન્યુફેક્ચરિંગ કંપની સાથે હાથ મિલાવ્યા છે.

કંપની સાથે બાગીદારી: જો મીડિયાનું માનીએ તો આર્યન ખાન અને તેમના 2 પાર્ટનર્સ (બંટી સજદેહ અને લેતી બ્લેગિયોવા) આ પ્લાન પર સાથે મળીને કામ કરી રહ્યા છે. આ માટે તેમણે Na Slab Ventures નામની કંપની પણ ખોલી છે. જેની Anheuser Busch InBev (AB InBev) સાથે ભાગીદારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ નવા લિકર બિઝનેસ પર એક ઈન્ટરવ્યુમાં આર્યનએ કહ્યું છે કે, 'અમે વિચાર્યું હતું કે, હાલમાં તેમાં કંઈ નથી, પરંતુ તે મારા માટે એક તક સમાન છે.

આર્યન બોલિવૂડમાં કરશે કામ: આ પહેલા આર્યન ખાને એક સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેના બોલિવૂડમાં આવવાના સમાચારને લીલી ઝંડી આપી હતી. પોસ્ટને શેર કરતા આર્યનએ કેપ્શનમાં લખ્યું કે, સ્ક્રિપ્ટ પૂરી થઈ ગઈ છે અને હવે એક્શન મંગાવવાની રાહ જોવી મુશ્કેલ બની રહી છે. શાહરૂખ ખાનનો દીકરો તેમની હોમ પ્રોડક્શન રેડ ચિલીઝથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ આર્યન ખાનને તેની નવી શરૂઆત માટે અભિનંદન પાઠવ્યા હતા.

આર્યનના માતાપિતાએ લખ્યું: આર્યન ખાનની આ પોસ્ટ પર પિતા શાહરૂખ અને માતા ગૌરી ખાને પણ કોમેન્ટ કરી હતી. આર્યન ખાનની માતા ગૌરી ખાને પુત્રના બોલિવૂડ ડેબ્યુ પર ટિપ્પણી કરી અને લખ્યું, 'જોવા માટે રાહ નથી જોઈ શકતા'. આ સિવાય અન્ય ફિલ્મ સ્ટાર્સે પણ આર્યન ખાનને બોલિવૂડમાં ડેબ્યુ કરવા પર કોમેન્ટ દ્વારા અભિનંદન પાઠવ્યા છે. શાહરૂખ ખાનની દીકરી જલ્દી જ ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.